Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 8
________________ એનું ખુબ જ મનનઃ ચિંતન અને નિદિધ્યાસનઃ કરવા જેવું છે. વ્યવહાર નયને પુષ્ટ કરે એવી ઘણી કડીઓ આ કે-“બાપુ! તું અશુભમાંથી શુભ માં આવ્યા છે, તે સારી વાત છે. પરંતુ, “આત્મ વિકાસનો માર્ગ અહીં પૂરો થાય છે. અને તારે જે પ્રાપ્ત કરવાનું છે, તે તેટલાથી પ્રાપ્ત થઈ ચૂક્યું છે.” એમ રખે માનતે. તેના કરતાં પણ એક આગળની ત્રીજી ભૂમિકા છે, અને તે શુદ્ધ ભાવની છે. એ ભુમિકા ઉપર ચડ્યા પછી પણ તેની પરાકાષ્ટાએ પહોંચીશ ત્યારેજ તારે મોક્ષ થશે.”એમ કહીને શુદ્ધ ભાવની ભૂમિકાને પાત્ર છેવને તે ભૂમિકા ઉપર ચઢાવવા માટે તેનાથી ઉતરતી શુભ ભાવની ભૂમિકા કેટલી ઉતરતી છે? શુદ્ધ કરતાં કેટલી દૂષિત છે? તેનું ફળ પણ શુદ્ધ ભાવના ફળની અપેક્ષાએ કેટલું અલ્પ અને નજીવું છે તે સમજાવે છે. ત્યારે, અશુભમાં રાચીમાચી રહેલા ને ઉદેશીને જે નયની દેશના આપવામાં આવે છે, તેમાં પાપથી મળતા વિશાળ નરકના દુઃખોનું વર્ણન કરવું પડે છે, અને તે જીવને અશુભમાંથી શુભમાં લઈ જવા માટે પુણ્યથી મળતાં સ્વર્ગને સુખોનું વર્ણન વિગત વાર કરવું પડે છે. અને શુળમાંથી શુદ્ધમાં જવાની લાયકાતવાળાની આગળ પુણ્યના ફળાની નિર્ભત્સના અને વિશુદ્ધ આત્મિક સુખના પરમ આનંદની અદ્દભૂત વાતે વર્ણવે છે. આમ દેશના ભેદ છે. તેથી જે જાતની દેશના જે જાતને જ આગળ આપવી વ્યાજબી હોય, તેને બદલે એક રીતે સાચી હોય, છતાં તે દેશના જેને જે વખતે નવા જેવી હેય, તેને તે વખતે દેવાથી એજ દેશના નયાભાસ બની જાય છે. આજે જેઓના શુભનું ઠેકાણું નથી. માર્ગાનુસારિતાનું ઠેકાણું નથી. અને લગભગ જાણે અજાણે અશુભમાં સબડે છે. તેવા બહુ થકમી છવાની સામે શુદ્ધ ની દેશના આપીને તેમને શુદ્ધઃ તે સાંપડે તેવી હજી પરિસ્થિતિ નથી, તે સ્થિતિમાં શુભથી પણ વંચિત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 380