Book Title: Anandghan Chovishi
Author(s): Anandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

Previous | Next

Page 9
________________ સ્તવમાં મળે છે, છતાં, એને એકાંતે અપલાપ કરી, માત્ર નિશ્ચય નયને પુષ્ટ કરતી કડીઓ જ આગળ કરવી, એ જાણ્યે અજાણયે જેન શાસનના મૂળ-માર્ગમાં ઘા કરવા બરાબર છે. અને શ્રી આનન્દઘનજી મહારાજશ્રીને અન્યાય રાખવા, અને અશુભમાં સબડતા રહે, તેવી સ્થિતિમાં મૂકવા, એ ટલું જોખમ કારક છે? તેને કોઈ પણ વાચક સ્વયં વિચાર કરશે. વાસ્તવિક રીતે આવો ઉપદેશ એ નયાભાસ હોવાથી અનર્થ કારક છે. અને તે એકાંત દેશના છે. આધ્યાત્મિકવાદી ભારતમાં આજે ભૌતિકવાદને પ્રચાર ખૂબ થઈ રહ્યો છે, બચપણથી શિક્ષણ પણ તેજ જાતનું અપાય છે. જાહેર જીવન અને વ્યવહારો પણ તે જાતના વિસ્તાર પામતા જાય છે. લોકેાની રહેણી કરણી, જીવન પ્રણાલીકા, વરના રીત રીવાજ, ઘરની રીતભાત, ખાન પાનઃ રૂઢિ વિગેરે એ માગે ધમધોકાર વળી રહ્યા છે. 'કે, પૂર્વના મહાન આચાર્ય મહારાજાએ તથા બીજા મહાપુરુષોના અથાગ પરિશ્રમ તપશ્ચર્યા ત્યાગ અને મહાન ચારિત્રના પ્રભાવે જે ટલાક સુરીવાજે જૈન કુળનાં ઘર કરીને બેઠા હતા. અને બીજી કોઈ સમજ ન હોય છતાં, એ રીવાજે પણ તેને ધર્મમાર્ગમાં સ્થિર રહેવામાં અને આગળ પ્રગતિ કરવામાં ઉપયોગી થતા હતા. તે આજે નાબુદ થતા જાય છે. અને તેમાં વળી, “અરે ભાઈ! પ્રદૂગલનું કામ પુદ્ગલ કરે છે, અરે ભાઈ શુધને વળગે. શુભ પણ સેનાની બેડી છે. તેથી તે માત્ર પુણ્યજ બંધાય છે. તેથી નિજર રૂપ ધર્મ થતા નથી.” આવી આવી વાતો વહેતી મૂકાય છે, અને તેમાં પણ સાપેક્ષ પણે રચાયેલા નિશ્ચયનયનું શાસ્ત્રીય પદ્ધતિથી નિરૂપણ કરનારા ગ્રંથનું એકાંતથી અને નિરપેક્ષપણે વિવેચન કરી તેને આધાર લેવામાં આવે, અને તેના વાકોની મહેર છાપ મારવામાં આવે,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 380