Book Title: Amari Ghoshnano Dastavej
Author(s): Sensuri, Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ તથા વિવેચકોએ તેના વિશે અભ્યાસપૂર્ણ લેખો તેમ જ નોંધો પણ પ્રકાશિત કરેલ છે જ. પરંતુ જૈન સાધુઓ તથા જૈન સમાજ આ વિશે મહદંશે અજાણ જ છે. મૂળે આ વિજ્ઞપ્તિપત્ર, જ્ઞાનોદ્ધારક વિદ્વત્વવર પૂજ્ય મુનિભગવંત શ્રી હંસવિજયજી મહારાજ-હસ્તકના સંગ્રહમાં હતો. તેમની પાસેથી જ ઉપરોકત વિદ્વાનોને ભાળ મળી અને તેમણે પોતાની રીતે તેને પ્રકાશમાં આણ્યો. પરંપરાએ તે વિજ્ઞપ્તિપત્ર આગમપ્રભારક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી પાસે રહ્યો અને તેઓશ્રી દ્વારા તે વિજ્ઞપ્તિપત્ર અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો. હાલ તે પત્ર લા.દ. મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. પ્રશ્ન એટલો જ કે આપણા મહાન પૂર્વજોએ અહિંસાના પાલન માટે કરેલા પ્રચંડ પુરુષાર્થની ગાથા ગાતા આવા જીવંત પુરાવાને જોવા-જાણવા-માણવાની તત્પરતા આપણામાં – જૈનોમાં બચી છે ખરી? જવાબ માત્ર નકારાત્મક જ મળે તેમ છે. આ સંપુટ કોઈના હાથમાં આવે, અને એ જોઈને મૂળ વિજ્ઞપ્તિપત્ર જોવાની કોઈકને પણ અભિલાષા જાગે તો પણ ઓછું નહિ ગણાય. પોતાના પૂર્વજોએ રચેલા ઈતિહાસ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાની છે. તેમાં જૈનોને હમેશાં અજોડ ગણાવી શકાય. આ વિજ્ઞપ્તિપત્રના રંગીન ફોટોગ્રાફસ પડાવી આપવા તથા તેના પ્રકાશન માટે સહર્ષ સંમતિ દર્શાવવા બદલ શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર તથા મ્યુઝિયમના સંચાલકોનો તેમ જ વિશેષે મ્યુઝિયમના તત્કાલીન નિયામક ડૉ. શ્રીધર અંધારેનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના આશ્રયે આ બીજું પ્રકાશન પણ ચિત્રસમૃદ્ધ અને સર્વોપયોગી થાય છે, તે પણ એક મહત્ત્વપૂર્ણ યોગાનુયોગ છે. આ સંપુટનું મજાનું મુદ્રણ કરી આપવા બદલ ગ્રાફિકના શ્રી રતિભાઈનું સ્મરણ કરવું અહીં ગમે જ. તેમને આવા કાર્યમાં ભકિતભર્યો રસ હોય છે. અંતમાં, જગદ્ગુરુની ચતુઃ શતાબ્દીની ઉજવણીના એક ભાગરૂપે, એમના તથા એમની શિષ્ય - પરંપરાના હાથે થયેલા લોકોત્તર અહિંસાપાલનની યશોગાથાસમા આ ચિત્રસમૃદ્ધ ઐતિહાસિક દસ્તાવેજનું પ્રકાશન સકલ શ્રી તપગચ્છ સંઘના કરકમલોમાં અર્પણ કરતાં એક વિશેષ ધન્યતાનો અનુભવ થાય છે. ૧-૧-૯૬ - શીલચન્દ્રવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27