Book Title: Amari Ghoshnano Dastavej
Author(s): Sensuri, Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ વાસ્તવલક્ષિતા (Reality) કેટલી હતી તે સમજવા માટે, પુરાતત્ત્વવિદ શ્રી હીરાનંદ શાસ્ત્રીનાં નીચેનાં વાકયો ટાંકવાં ઉચિત છે : (1) "Vijayasenasuri Figures in the epistle - his very Portrait is there. Representations of the congregations of Vijayasenasun in the epistle are unsurpassed from an artistic point of view." (2) "At the top of the epistle are given faithful portraits of Jahangir and Prince Khurram, in the Royal Asiatic Society edition of the "Memoirs of Jahangir there is a portrait of Jahangir which is a reproduction from a miniature in the British Museum. Other portraits are reproduced in Vincent Smith's History of Fine Arts in India and Ceylon.'... His portrait is also given on his muhar in the Lahore Museum. A muhar in the British Museum, a copy of which has been reproduced by Whitehead in the said publication, also gives his portrait. A comparison of these portraits with that drawn by Salivahana in the epistle under notice will show how successful the painter was in depicting the subject." (Ancient Vijnaptipatras, Baroda, 1942, By Hirananda sastri, P. 20-21) ઉપરનાં વર્ણનોથી એ સ્પષ્ટ સમજી શકાય છે કે શાલિવાહનની કલમ એ સંપૂર્ણપણે વાસ્તવલક્ષી કલમ હતી, અને વિજયસેનસૂરિ તથા જહાંગીરનાં વ્યક્તિચિત્રોમાં તેણે તેમના વ્યક્તિત્વને તાદ્રશ કે યથાતથ આલેખી બતાવવામાં નિર્વિવાદ સફળતા હાંસલ કરી છે. ચિત્રોનો પરિચય સામાન્યતઃ વિજ્ઞપ્તિપત્રોનો પ્રારંભ મંગલકલશ અથવા અષ્ટમંગલ જેવાં મંગલચિહ્નોના ચિત્રાંકનથી થતો હોય છે. આ વિજ્ઞપ્તિપત્રમાં તેવું કાંઈ જોવા મળતું નથી. સંભવ છે કે તેનો ઉપરનો - આરંભનો અંશ નષ્ટ થયો હોય. તેર ફૂટ લાંબા અને તેર ઈચ પહોળા આ વિજ્ઞપ્તિપત્રના આરંભે શાહ જહાંગીરનો દરબાર આલેખેલો જોવા મળે છે. જ્યાં 'આમ-પાસ”માં બેઠેલો જહાંગીર મદ્યપાન કરતો જોઈ શકાય છે. તેની પાસે (ચામરપારીની પાછળ) તેનો શાહજાદો ખુર્રમ (શાહજહાં) ઊભો છે. નીચેના ભાગમાં રાજા રામદાસ તથા વા. વિવેકહર્ષ અમારિ ઘોષણાનું ફરમાન સ્વીકારતા ઊભેલા છે. અને તેઓ તેનો ઢંઢેરો શહેરમાં પિટાવવાની તજવીજ કરી રહ્યા છે. (ચિત્ર ૧). આ ચિત્રમાં આ પ્રમાણે લખાણ પણ વાંચી શકાય છે : ૧. जहांगीरशाहि आमखासकई झरोखह बइठा छइ. २. प्याला पेसकसि किया. ३. सुलतान खुर्रम. ४. फरासतखान (चामरधारी) षोजा चमरी करइ छइ. ४. राजा श्री रामदास जहांगीरी फरमान दिखाई छई, पज्जुसण की अमारीकी अर्ज करई छई. पंडित श्री विवेकहर्ष षडे किए हई ढंढोरेका हुकम दिया.५. मिर्जा शेष जाडल्ला, शेष फरीद, अब्दुल, आगातर ફોટ્ટવતિ. Jain Education International For Private Yersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27