Book Title: Amari Ghoshnano Dastavej Author(s): Sensuri, Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 4
________________ ભૂમિકા સકલ તપગચ્છ જૈન સંઘને આંગણે એક અદ્ભુત અવસર આવ્યો છેઃ ઐતિહાસિક અને અણમૂલો અવસર. આ અવસર એટલે જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજી દાદાના સ્વર્ગારોહણની ચતુઃ શતાબ્દીની ઉજવણીનો અવસર. મુગલ-સમ્રાટ અકબર જેવા ક્રૂર અને હિંસક શહેનશાહને પોતાના પ્રચંડ તપોબળ અને આત્મબળ થકી પ્રતિબોધ પમાડીને સમગ્ર ભારતવર્ષમાં છ છ માસ સુધી અમારિ પ્રવર્તાવનાર, ગોવધબંધી કરાવનાર, યાત્રાવેરો તથા જીજીયાવેરો જેવા જુલમી કરવેરા રદ કરાવનાર, અકબરને ખુદને શિકારનો તથા વર્ષમાં છ માસ માટે માંસાહારનો ત્યાગ કરાવનાર, અને આ બધું કરી-કરાવીને હિન્દભરમાં જૈન શાસનનો ઉદ્યોત કરનાર જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી દાદા, વિ.સં. ૧૬પરના ભાદરવા સુદ-૧૧ ના દિને ઊના શહેરમાં સ્વર્ગ સંચરેલા. વિ.સં. ૨૦૫રમાં તે સ્મરણીય ઘટનાને ૪૦૦ વર્ષ પૂરાં થાય છે. અન્ય ગચ્છોની દાદાવાડી હોય છે, તેમ ઊના-શાહબાગમાં રહેલી જગદ્ગુરુની સમાધિ- એ તપગચ્છની દાદાવાડી છે, જાગતી જ્યોત જેવી પ્રભાવશાળી ગુરુભૂમિ છે. તપગચ્છ સંઘને મન, જો કે, આ સ્થાનનું તથા તેના પ્રભાવનું ઝાઝું મૂલ્ય નથી જણાતું. પરંતુ, જેમના માટે અકબર બાદશાહે સમાધિ-સ્થળ (શાહબાગ)ની વિશાળ ભૂમિ ભેટ આપી; જેમના અગ્નિસંસ્કારની રાતે એ ભૂમિમાં વર્તતાં આમ્રવૃક્ષો પર પાકી કેરીઓ ઊગી નીકળી; અને જ્યાં આજે પણ ભકિત-શ્રદ્ધાસંપન્ન આત્માને સાચનો-પ્રભાવનો અનુભવ થાય છે, એવી આ ભૂમિ સાધારણ બગીચો કે સમાધિસ્થળ નથી, આ તો સમગ્ર તપાગચ્છના દાદાગુરુની દાદાવાડી છે. આ દાદાગુરુના ચરણ પગલાં પાસે બેસીને તપગચ્છ સંઘ જેટલી આરાધના વધુ કરશે, તેટલો તેનો અભ્યદય વહેલો તેમ જ વધુ થશે, તે નિઃશંક છે. જગદ્ગુરુ હીરવિજયસૂરિ દાદાની ચતુઃશતાબ્દીના રૂડા અવસરના ઉપલક્ષ્યમાં જગદ્ગુરુહીર-સ્વર્ગારોહણ-ચતુઃશતાબ્દી ગ્રંથમાળા"નો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ગ્રંથ તરીકે "સૂરીશ્વર અને સમ્રા” (લે. વિદ્યાવિજયજી) નામે ચરિત્રગ્રંથનું મુદ્રણ કરવામાં આવેલ છે. બીજા પુષ્પ તરીકે શ્રી શાંતિચન્દ્ર ગણિ વિરચિત “પરસેવોશ” નું પુનઃ સંપાદન તથા પરિશિષ્ટો વગેરેના ઉમેરા સાથે પુનર્મુદ્રણ થયું છે. એ ગ્રંથમાળાના ત્રીજા પ્રકાશન તરીકે પ્રસ્તુત ચિત્ર-સંપુટ પ્રગટ થઈ રહ્યો છે, તે અપાર હર્ષનો વિષય છે. આ સંપુટમાં એક વિજ્ઞપ્તિપત્ર પ્રકાશિત થાય છે. એના આંતર-સ્વરૂપનો વિસ્તૃત પરિચય આ ચિત્રો સાથે જોડેલા લેખમાંથી મળી રહેશે. આ વિજ્ઞપ્તિપત્ર અંશે કે સર્વાશે, વર્ષો અગાઉ, “જૈન સાહિત્ય સંશોઘવઝ – ૧/૪ (R. HA foralauta), "Ancient Vighnaptipatras (By Hiranand Sastri, 1942 A.D.)", "Studies in Indian Painting (By N.C. Mehta, 1926 A.D.)" ઇત્યાદિ વિવિધ ગ્રંથોમાં પ્રગટ થયેલો છે અને તે તે વિદ્વાનો Jain En૧. બંન્નેના પ્રકાશક : શ્રી જૈન પ્રકાશન સમિતિ, શનુભાઈ કે. શાહ, જીરાળા પાડો, ખંભાત. www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27