Book Title: Alochanagarbhit Shri Nabheya Jina Vignaptirupa Stavana Author(s): Pradyumnasuri Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 2
________________ Vd. I-1995 મહોપાધ્યાય શ્રીભાતુચક્રમણિ.. પાટ વર્તમાન કાળની વ્યકિત પોતાના મનોભાવને, અંતરની વેદનાને વ્યકત કરે તો તે આવા જ ભાવોમાં વ્યકત કરે, જે રીતે પ્રારંભના શ્લોકોમાં રત્નાકરપીસીની સ્પષ્ટ અસર જણાય છે, તે જ પ્રમાણે ઉત્તર વિભાગમાં વન્યાન્વિતોના ધાસ્ત ઇa (૧૨ સદી પ્રથમ ચરણ) પદથી શરૂ થતા છેલ્લાં પદ્યોની સ્પષ્ટ છાયા જણાય છે. એ બન્ને પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગની વચ્ચે જે પદ્યો છે તેમાં કત્તનું આત્મહત્મક નિજ આત્મવૃત્ત એવી હૃદયસ્પર્શી ઢબે ગૂંથાયેલું છે કે તે પ્રસાદગુણમંડિત પદાવલી, પાઠકના ચિત્તનો કબજો મેળવી લે છે. સામાન્ય આત્મગહની સાથે સાથે કર્તાએ પોતાના જીવનમાં સુકૃતને પણ સંભાયાં છે. તે સુકૃતો પૈકીનાં બે સુકૃતો ઈતિહાસ પ્રમાણિત અને નોંધપાત્ર છે : તેમાં પહેલું સુકત જે શત્રુંજયતીર્થ-કરમોચનનું છે, તેનું ખ્યાન બહુ રોચક અને ચિત્રાત્મક શૈલીમાં આપ્યું છે, જેની વિગત આ પ્રમાણે છે. શ્લોક ૫૦ થી ૫૯ સુધીના નવ શ્લોકમાં કાશ્મીર દેશના જયનલંકા નામની સરોવરમાં શહેનશાહ અકબરને સૂર્યસહસ્રનામ સંભળાવવા ગયા ત્યારે અતિશીતના કારણે કર્તા મૂચ્છ પામ્યા. બાદશાહને આની ખબર પડી તેથી તે લજિત બન્યો અને પ્રસન્ન થયો : વગર કો મારા નિમિત્તે આપે કેટલું કષ્ટ સહ્યું. આપને જે જોઈએ તે માગો. મારા રાજ્યમાં જે કાંઈ છે તેમાંથી જે જોઈએ તે કહો. શું કામ વિલંબ કરો છો ? આવી ક્ષણે કે જ્યારે બાદશાહ જેવો બાદશાહ જે જોઈએ તે આપવા તૈયાર છે ત્યારે, બીજી કોઈપણ વસ્તુની માંગણી ન કરતાં તેઓએ શત્રુંજયતીર્થમાં જે યાત્રાવેરો લેવાય છે તે માફ કરવાની માંગણી કરી. બાદશાહે તે વાત સ્વીકારી. આ એક બહુ અદ્ભુત કાર્ય થયું ગણાય. અને તે પછી અન્ય પ્રસંગે સમ્રાટને ગૌવધના નિષેધ માટે પણ બહુ યુકત શબ્દો કહ્યા, જેની ધારી અસર થઈ. પોતાની આણ જે પ્રદેશોમાં વર્તતી હતી તે બધા પ્રદેશોમાં બાદશાહે ગૌવધબંધી જાહેર કરી, આ બીજું સુકૃત. કર્તાએ અંતર્મુખ બનીને, ખૂબ નિખાલસતાથી આ પ્રાર્થના રચી છે. અનોખી રીતે ભકત ભગવાન આગળ આત્મનિવેદન કરીને હળવો થાય છે. આત્મનિંદા-ગર્ભિત સ્તુતિઓમાં આ એક નોંધપાત્ર સ્તુતિ છે. રાજા કુમારપાળકૃત આત્મનિંદાબત્રીસી થા રત્નાકરપીસીની જેમ આ પણ પ્રસાર પામે તેવી કૃતિ છે. મુઘલ બાદશાહનો નિકટનો સંપર્ક થવો, એના ઉપર ઊંડો પ્રભાવ પાડવો અને એના ફળ રૂપે એની પાસે ધર્મનાં અને લોકોપકારનાં સુકતો કરાવવાં - આને લીધે કોઈ ત્યાગી વૈરાગી સંત ગર્વિત ન થાય તો પણ છેવટે એમને આત્મતૃષ્ટિ તો અવશ્ય થાય. અને આવાં સુકૃતો કરાવ્યા પછી પણ તેનો સંતોષ કે હર્ષ મેળવવાને બદલે આવું બધું પોતે કીર્તિ, નામના, પ્રતિષ્ઠા ખાતર કર્યું છે, એવો અંતરમાં બળાપો અને અજંપો થઈ આવે અને તે આવી આત્મનિન્દાભરી પશ્ચાત્તાપની કાવ્યધારારૂપે વહી નીકળે એવું તો જવલ્લે જ જોવા મળે છે અથવા બનવા પામે છે. મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્ર ગણીની આ રચનાની આ વિરલ વિશેષતા છે, અને તે તેઓના અંતરમાં જાગી ઊઠેલી ઊર્ધ્વગામી આત્મલક્ષિતાનું સૂચન આગળ સૂચવ્યું તેમ આમાં ત્રણ વૃત્તો પ્રયોજ્યાં છે : ઇન્દ્રવજ, ઉપજાતિ, અને વસંતતિલકા. અલંકાર તથા પ્રાસની દૃષ્ટિએ બહુ ચમત્કૃતિ સધાઈ નથી. રચનાની દૃષ્ટિએ કયાંક કયાંક કચાશ પણ લાગે છે. સર્જનમાં ઉપાધ્યાય સિદ્ધિચન્દ્ર પોતાના ગુરુ કરતાં ઘણા આગળ છે, એમ તેઓએ રચેલું શ્રીમાનુષત્ર જોતાં જણાઈ આવે છે. તેઓનું ભાષાપ્રભુત્વ, છંદવિધાનકૌશલ્ય, અલંકારનિર્મિતિપટુતા, લલિતપદવિન્યાસપાટવ, ઈત્યાદિ લક્ષણો પ્રથમ દૃષ્ટિએ જ વાચકનું ધ્યાન ખેંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9