Book Title: Aho Shruta gyanam Paripatra 14 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 1
________________ II શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ || પુસ્તક ૧૪ અહો ! શ્રdશાળ સંકલના જ્ઞાનપંચમી, સં.૨૦૬૮ શાહ બાબુલાલ સરેમલ પ.પૂ.જિનશાસનશણગાર સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોના ચરણોમાં સેવક શ્રી બાબુલાલ સરેમલ બેડાવાળાની સબહુમાન વંદના. તથા સન્માનનીય ટ્રસ્ટીવર્યો, પંડીતજી આદિ સર્વેને પ્રણામ. | સંશોધન - સંપાદન - પ્રકાશન - એક ક્રમિક પ્રક્રિયા - જિનશાસનમાં અનેક જ્ઞાની, ઉત્સાહી ગુરુભગવંતો જ્ઞાનના ક્ષેત્રમાં કંઇક આગવું પ્રદાન કરવાની તમન્ના ધરાવતાં હોય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે મુંઝવણ પણ અનુભવતા જોવાય છે. સંશોધન-સંપાદનના ક્ષેત્રે પ્રગતિ કરવા પૂજ્યો દ્વારા પ્રાપ્ત તબક્કાવાર માહિતિ અમે અહીં રજુ કરીએ છીએ. (૧) સૌ પ્રથમ પોતે જેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય અને જેમાં રસ-રૂચિ હોય તેવા વિષય પસંદ કરી, તે વિષયની અપ્રગટ એવી કૃતિ સંશોધન-સંપાદનાર્થે પસંદ કરવી જોઇએ. અથવા પ્રગટ એવી પણ કૃતિ અનેક હસ્તાદર્શ આધારે વધુ શુદ્ધ કરવાનું કાર્ય પણ હાથ પર લઇ શકાય. આપણે ત્યાં હજી પણ ઘણી કૃતિઓ અપ્રગટ છે. તથા પ્રગટ થયેલી એવી પણ ઘણી કૃતિઓ સંશોધના માંગે છે. આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર-કોબામાં રહેલા હસ્તપ્રત પૈકી પ્રાયઃઅપ્રગટ એવી ૩૦૦૦ કૃતિઓ તેમજ પૂ. જંબૂવિજયજી મ.સા.દ્વારા બનાવાયેલ સચિપત્રોમાં ઉલ્લેખિત અપ્રગટ એવી ૬૦૫ કુતિની માહિતિ અમારી પાસે ઉપલબ્ધ છે. જેઓને સાચે જ સંશોધન કરવું હોય તેઓને તે અત્યંત ઉપયોગી થઇ પડશે. (૨) સંશોધનાર્થે કૃતિની પસંદગી કર્યા બાદ જે તે કૃતિની ભિન્ન ભિન્ન હસ્તપ્રતો કયા જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, તેની વિગત જિનરત્નકોશ, કેટલોગરસ, કેટલોગર-મદ્રાસા યુનિવર્સિટી અથવા namami.org ની વેબસાઇટ ઉપરથી સરળતાથી મેળવી શકાય શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર-પાટણ, શ્રી શાંતિનાથ તાડપત્રિય ભંડાર-ખંભાત, શ્રી ભાંડારકર ઇન્સ્ટી.-પૂના, આ.કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબા, એલ.ડી. ઇન્ટી.- અમદાવાદ, સયાજીરાવ ઇન્ટી.-વડોદરા, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યાભવન-જોધપુર આદિના પ્રાચીન ભંડારોના પ્રકાશિત સૂચીપત્રોમાં તપાસ કરવાથી પણ મળી શકે. (૩) જે તે હસ્તપ્રતના નંબર અને વિગત સાથે સંશોધકે સ્વહસ્તાક્ષરમાં શક્ય સર્વ જ્ઞાનભંડારોમાં ઝેરોક્ષ નકલા મેળવવા માટે અરજી કરવી. (૪) હસ્તપ્રતની ઝેરોક્ષ પૈકી જે હસ્તપ્રત સૌથી જુની હોય, પૂર્ણ હોય, સુવાચ્ય હોય, અથવા કર્તાના સ્વહસ્તાક્ષરમાં હોય વગેરે જોઇ જાણી તે હસ્તપ્રતને પ્રધાન ગણીને તેનું લીપ્યુતરણ સ્વયં કરવું. અથવા અન્ય અનુભવી પાસે કરાવવું (જે માટે અમે પણ યથાશક્ય સહાયરૂપ બની શકીશું. (૫) અન્ય જે પણ હસ્તપ્રતો મેળવી છે તેમાંથી પાઠભેદ, પાઠાંતરાદિ નોંધીને તે પરથી આદર્શ પ્રતિ નવેસરથી બનાવવી. પાઠાંતરાદિ નીચે ટીપ્પણમાં હસ્તપ્રતની સંજ્ઞા સાથે નોંધવા. (૬) જે તે કૃતિને મૂળભૂત સ્વરૂપે પ્રગટ કરી શકાય. તે વિષે પ્રાચીન અન્યાન્ય ગ્રંથોની ટીપ્પણ સહિત પણ પ્રગટ કરી શકાય. કૃતિનું ભાષાંતર કે ભાવાનુવાદ પણ સ્વક્ષમતા મુજબ થઇ શકે. તથા મૂળ કૃતિ પર નૂતન સંસ્કૃત વૃતિ સવિવેચન તૈયાર કરીને પણ પ્રગટ કરી શકાય. (૯) કૃતિમાં જ્યાં પણ શાસ્ત્રીય પદાર્થ અંગે શંકા જાગે કે વ્યાકરણની ભૂલ, લહીયાની ભૂલ આદિ કારણે મૂંઝવણ અનુભવાય તો તે માટે વિદ્વાન જ્ઞાની ગુરુભગવંત પાસે તેની રજૂઆત કરી ખુલાસા મેળવવા. (અનુસંધાન પૃષ્ઠ-૩ ઉપર) " રામોદ સર્વ સાધુનામુ " જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ Gી.Page Navigation
1 2 3 4 5 6 7 8