Book Title: Aho Shruta gyanam Paripatra 14 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 6
________________ શ્રુતભક્તિ અર્થે કરવા યોગ્ય આવશ્યક કાર્ય પ્રાયઃ કરી દર વર્ષે ૧૫૦-૨૦૦ પુસ્તકો છપાય છે. પ્રત્યેક પ્રકાશક, સંસ્થા કે લેખક/સંપાદક તે દરેક પુસ્તક પોતપોતાના ખર્ચે આંગડીયા, કુરીયર કે પોસ્ટ દ્વારા ચાતુર્માસના પ્રત્યેક સ્થાને યથાયોગ્ય ૧-૨ નકલો મોકલે છે. સાધુ-સાધ્વીજી મ.સા. ને જરૂર હોય તો એ પુસ્તક રાખે, બાકી વાસ્તવમાં તો તે પુસ્તક-પ્રત જ્ઞાનભંડારમાં જમા કરાવવાનું જ હોય છે. પરંતુ ચાતુર્માસ સ્થળે સુવ્યવસ્થિત જ્ઞાનભંડાર ન હોય એટલે પછી તે ગમે ત્યાં પડ્યુ રહે, ઇત્યાદિ ઘણું કરીને બનતું હોય છે. અને ક્યારેક તો મહત્વના જ્ઞાનભંડારો સુધી તે પહોંચતું જ નથી હોતું. ૦ આમાં સમય, શક્તિ અને બિનજરૂરી દ્રવ્ય, પુસ્તકવ્યયાદિ થાય છે. શ્રી સંઘમાં તેની સુચારૂ વ્યવસ્થા ગોઠવાય એવી અમારી હાર્દિક ભાવના અને અનેકશઃ પૂર્વના પરિપત્રોમાં પણ વ્યક્ત કરેલ છે. O પાલીતાણા, અમદાવાદ, સુરત, મુંબઇ, વડોદરા આદિ યથાયોગ્ય દરેક સ્થાનમાં કોઇપણ એક-બે-ચાર શ્રુતભક્ત શ્રાવક નજીકના શક્ય જ્ઞાનભંડારોમાં તે પહોંચાડવાની વ્યવસ્થા સ્વીકારી લે તો ઉત્તમ કાર્ય થઇ શકે એમ છે. છે આ રીતે કયા પુસ્તકો કયા કયા જ્ઞાનભંડારોમાં પહોંચાડવા તેનું એક બંધારણ નક્કી કરવું જોઇએ. (જેમ કે સાધુ-સાધ્વીજીના સંશોધન-સંપાદન તથા અભ્યાસોપયોગી પ્રકાશનો સ્વીકારવા. સ્તવન-સન્ઝાયાદિ ચીલાચાલુ પુસ્તકો, માસિકો વિ.ની જવાબદારી આમાં આવતી નથી.) લેખક-સંપાદક-પ્રકાશકોએ ચાતુર્માસના સર્વ સ્થળોએ જે તે નૂતન પુસ્તક મોકલાવાને બદલે તે પુસ્તક પ્રાપ્તિનો કવરીંગ લેટર અને તેના પ્રાપ્તિ સ્થાન જ મોકલવા. તથા નક્કી થયેલ સ્થાને પોતાની પુસ્તકની ૧૫-૨૦ નકલો આપી રાખવી.જેથી જેને પુરતક-પ્રતની વાસ્તવિક જરૂરીયાત હશે તેઓની માંગણી આવ્યેથી તેઓ તેમને પહોંચાડી શકે. © અમારી હાર્દિક ભાવના ઘણા વખતની છે. જે તે પૂજ્યશ્રીઓ પણ શ્રુતભક્તિના આ કાર્યમાં શ્રાવકોને પ્રેરણા કરી તૈયાર કરી શકે, તો શાસનની સેવામાં આટલું ધ્યાન દેવા યોગ્ય કરવા વિનંતિ. - જ્ઞાનભંડારોની સુચારૂ વ્યવસ્થા માટે પુસ્તક-પ્રત પ્રકાશક સંસ્થાઓમહાત્માઓ આદિને વિશેષ ધ્યાન દેવા યોગ્ય. જે પણ નવા પુસ્તક/પ્રતો છપાય, તે જ્ઞાનભંડારમાં આવે ત્યારે વ્યવસ્થાપકોને મુંઝવણ થતી હોય છે કે લીસ્ટમાં શું લખવું? સાવચૂરિક-સટીક વિ. સંસ્કૃતમાં લખેલ શબ્દોનો અર્થ તમને લગભગ સમજાતો નથી, જેના ઉપાય રૂપે:© પ્રકાશક સંસ્થા કે સંપાદક/લેખક દ્વારા પુસ્તક-પ્રતાદિ સાથે એક પત્ર પણ હોય, કે જેમાં લિસ્ટમાં લખવાની વિગતોનો પદ્ધતિસર ઉલ્લેખ હોય, જેમ કે (૧) ગ્રંથનું નામ (૨) ગ્રંથનું વૈકલ્પિક નામ (જો હોય તો - જેમ કે શતક માટે કર્મ ગ્રંથ-૫) (૩) ગ્રંથકારનું નામ (૪) ટીકાકાર (૫) અનુવાદક (૬) સંપાદક (6) પ્રકાશક (૮) વિષય (જેમ કે આગમ, કાવ્ય, વ્યાકરણ વિ.) (૮) ભાગ- (કેટલામો તે) (૯) જે તે ભાગની મેટર (જેમ કે ભા-૧, અધ્યયન ૧ થી ૪) (૧૦) ગ્રંથ સટીક છે કે સાનુવાદ તેની વિગત (૧૧) પૃષ્ઠની સંખ્યા (૧૨) પ્રકાશન વર્ષ આદિ. જેથી પત્ર ઉપરથી જ વિગત નોંધી શકાયPage Navigation
1 ... 4 5 6 7 8