Book Title: Aho Shruta gyanam Paripatra 06
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સંશોધન-સંપાદનમાં નિરત વિદ્વાનોને નિવેદના આપશ્રી અતિ પરિશ્રમ લઈને જે કાર્ય કરી રહ્યાં છો, તે કાર્ય પૂર્ણ થતાં મહિનાઓ કે વર્ષો નીકળી જતાં હોય છે. શક્ય છે કે દરમિયાનમાં એ જ ગ્રંથનું નૂતન પ્રકાશન અન્ય કોઈ વિદ્વાન બહાર પાડે, અને ત્યારે સહજ રીતે (૧) આપના પ્રકાશનનું એટલું મૂલ્ય ન રહે. (૨) આપને પ્રકાશન કરવાનો પૂર્વ જેવો ઉત્સાહ ન રહે. (૩) આપ પ્રકાશન કરો, તો ય વાચક વર્ગ એવી પણ આશંકા વ્યક્ત કરી શકે કે આપે મધ્યકાળમાં પ્રકાશિત ગ્રંથનો ઉપયોગ કરીને જ આ પ્રકાશન કર્યું છે. (૪) આવી આશંકાના નિવારણ માટે પ્રબળ ખુલાસો કરી શકાય એવી સ્થિતિ હોતી નથી. આ સંયોગોમાં એક જ માર્ગ અપનાવવા યોગ્ય છે, કે આપશ્રી પૂર્વેથી સંશોધનાદિ કાર્ય ચાલુ હોય, ત્યારથી એ કાર્યની જાણકારી ઉચિત માધ્યમ દ્વારા આપી દો. તેના અન્ય પણ લાભ થશે જેમ કે, (૧) જે વિદ્વાનો નવા કાર્યો હાથમાં લેતાં હશે, તેઓ પિષ્ટપેષણ ન થાય, તે માટે આપે જાણકારી આપેલા ગ્રંથોને છોડી દેશે. (૨) તેનાથી આપશ્રીનું પ્રકાશન “મોનોપોલી” ધરાવશે. (૩) તે વિદ્વાનો વણખેડ્યા/દુર્લભ ગ્રંથોના કાર્ય કરશે, તેનાથી શાસનને વધુ લાભ થશે. (૪) આપના કાર્યની જાણકારી મળતાં પરાર્થરસિક વિદ્વાનો પોતાની પાસે રહેલી તે વિષયની સામગ્રી/માહિતી આપને પાઠવશે. (૫) એક જ વિષયમાં થતાં બિનજરૂરી અનેક પ્રકાશનોથી જિનશાસનની સંપત્તિ/શક્તિ | આદિનો જે દુર્વ્યય થાય છે, તે અટકશે. (૬) આપને ગ્રંથ પ્રકાશિત કરવામાં ગમે તેટલો વિલંબ થાય, આટલા સમયથી આપનો એ 1 કાર્યમાં પરિશ્રમ ચાલુ હતો, તેનું પ્રમાણ પૂર્વથી જ પ્રસિદ્ધ હશે. (6) આપના કાર્યની જાણકારી મળતા એ વિષયના અધ્યેતાઓ આપના પ્રકાશનની પ્રતીક્ષા કરશે, પ્રકાશિત થતાં ગ્રંથની માંગણી કરશે. આપના પ્રકાશનની ઉપાદેયતા અનેકગણી વધી જશે. | આવા અનેક લાભો હોવાથી પોતાના કાર્યની જાણકારી આપવી, એ વિદ્વાનોના પોતાના હિતની વાત છે. આપને જે ઉચિત લાગે એ માધ્યમનો આપ ઉપયોગ કરી શકો છો. પણ જો. બધાં વિદ્વાનો એક માધ્યમ અપનાવે, તો ઉક્ત લાભો બહોળા પ્રમાણમાં મળી શકે. સરસ્વતી પુત્રોને વંદના” આ માધ્યમથી “અહો શ્રુતજ્ઞાનમ” આપના કાર્યોની અનુમોદના. કરવા સદા સજ્જ છે. “વિકાનેવ વિનાનાતિ વિકMનપરિશ્રમ" આપનો અથાગ પરિશ્રમ શતમુખપણે ફળીભૂત થાય, એ જ અમારી શુભાભિલાષા. (આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિજી, અઠવાલાઈન્સ, સુરત) તો, ઉપરોક્ત વાતને ધ્યાનમાં લઈ સમય-શક્તિ અને દ્રવ્યના વ્યયને અટકાવવા આપ જે પણ ગ્રંથ ઉપર કાર્ય કરતા હો તેની વિગત તુર્ત મોકલશો, જેથી આગામી અંકમાં અમે તે પ્રકાશિત કરી શકીએ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8