Book Title: Aho Shruta gyanam Paripatra 06 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 4
________________ ચાલો, પ્રાચીન શ્રતવારસાનું સંરક્ષણ કરીએ.... | આપણા પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો દીર્ઘકાળ પ્રાપ્ય બને એ હેતુથી તાડપત્ર અને ટકાઉ કાગળ પર લેખનારૂઢ બન્યા. કુમારપાળ, વસ્તુપાલ-તેજપાલ અને પેથડશાહ જેવા દાનવીર અને દીર્ધદષ્ટિવાળા અનેક શ્રાવકોએ ઉદારતાપૂર્વક લક્ષ્મીનો સદ્વ્યય કરીને હજારો લહીયાઓ પાસે પ્રતિલિપિ કરાવી-કરાવીને એ ભવ્ય કૃતવારસો આપણા સુધી પહોંચાડ્યો છે. છે પરંતુ કાળના પ્રભાવે, વિધર્મીઓના આક્રમણાદિથી શાસ્રાસંગ્રહમાં રહેલા આ ગ્રંથો ક્વચિત કદાચિત્ લુપ્ત બની રહ્યાં. ક્યારેક પૂજ્યોને સંશોધન માટે પણ અલભ્યપ્રાયઃ બની રહ્યાં છે. જો આ ગ્રંથોની હજી વધુ પ્રતિલિપિઓ થઈને જુદાં-જુદાં અન્ય ભંડારોમાં સચવાઈ રહી હોતા તો આ પ્રશ્ન ન રહત. આ દરેક ગ્રંથની ૧૦-૧૦ હસ્તલિખિત નકલ કરીને પ્રાચીન ભંડારોમાં એ સાચવવી જરૂરી છે. પરંતુ એકસાથે બધા જ ગ્રંથોનું હસ્તલેખન કે લિવ્યંતરણ જ્યારે શક્ય નથી. વળી, હરતલિખિતમાં પણ જ્યાં શુદ્ધસંમાર્જનના અભાવે અનેક નવા પાઠભેદના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય એવા સમયે આજની ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને તેને સ્કેનીંગ કરાવવા દ્વારા ૧૦-૧૫ નકલો જુદાં-જુદાં જ્ઞાનભંડારોને પહોંચાડાય તો જુદાં-જુદાં સ્થળે રહેલ મહાત્માઓને સંશોધન-સંપાદન-લિવ્યંતરણ માટે તે સહજ પ્રાપ્ય બની શકે. આગમપ્રજ્ઞ પૂ. જંબૂવિજયજી મ.સા.આ રીતે પાટણ, ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારોમાંથી મહત્વની પ્રતોની ઝેરોક્ષ સુયોગ્ય એવા અનેકને આપવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ જ રીતે આ.શ્રી. કૈલાસસાગરસૂરિજી જ્ઞાનભંડાર, કોબા એ પણ અનેક હસ્તપ્રતોને સ્કેન કરાવીને સુરક્ષિત કરેલ છે. તથા જેઓને સંશોધનાર્થે જોઈએ તેમને ઉદારતાપૂર્વક ઝેરોક્ષ નકલ પૂરી પાડે છે. જેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. | દેશભરમાં અનેક સ્થળોએ આ પ્રમાણે હજીયે થોડું-વધુ હસ્તલિખિત સાહિત્ય સચવાયેલું છે. તેના સર્વે સંચાલકો, ટ્રસ્ટીઓને હાર્દિક-દર્દભરી વિનંતી છે કે તેઓ પણ પોતાના જ્ઞાનભંડારોમાં રહેલ અલભ્ય એવી કૃતિઓને સ્કેનીંગ કરાવીને તેની નકલો ચોગ્ય પડતર કિંમતે બીજા ૧૦-૧૫ જ્ઞાનભંડારોને આપવા દ્વારા સુરક્ષિત કરે તો ભવિષ્યમાં કુદરતી આપત્તિ વિગેરે જેવા કારણસર અલભ્યને અમૂલ્ય એવી કૃતિઓ નાશ પામતી અટકી જાય, તથા સ્કેનીંગ થયેલ એવી નકલોની ઝેરોક્ષ પરથી મહાત્માઓ સંશોધન-સંપાદન પણ કરી | શકે, જે દ્વારા અપ્રગટ ડ્યુતવારસો પ્રગટ બની રહે. કેટલુંક શ્રુત તેના યોગ્ય મહાત્માઓ સુધી જ સીમિત રાખવાનું હોય છે. આવા કાર્યો ઉચિત વિવેકપૂર્વક ગીતાર્થોના માર્ગદર્શન મુજબ કરવા એવી અમારી નમ્ર વિનંતિ છે. જો કોઈ પણ સંઘને પોતાના હસ્તલિખિત જ્ઞાનભંડારને આ રીતે સુરક્ષિત કરવો હોય તેઓને સર્વ પ્રકારે માનદ્ સેવા આપવા દ્વારા અમે એમાં સહાયક બનશુ. શ્રી સંઘને કોઈપણ જાતના વિશેષ ખર્ચ વિના, બે-ત્રણ માસમાં આ કાર્ય થઈ શકે એમ છે. તો શ્રુતસંરક્ષણના આ કાર્યમાં ઈચ્છક સર્વ અમારો સંપર્ક કરી શકે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8