Book Title: Agiyar Upasaka Pratimao Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૨૩૪ જિનતત્વ આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને “ઉપાસક-પ્રતિમા' (૩વાસપરિમા) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ “ઉપાસક પ્રતિમા' તરીકે ઓળખાય છે. શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. “ઉપાસકદશાંગસૂત્રમાં આનંદ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે “ઉપાસક પ્રતિમા ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. ‘ઉપાસકદશાંગસૂત્રમાં લખ્યું છે : तए णं से आणंदे समणोवासए पढमं उवासगपडितमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढम उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अातच्चं सम्मं काएगं સેફ, , સોહે, તીરે૪, gફ, ઝારદે | [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી થાવત્ પહેલી ઉપાસક પ્રતિમાં તેમણે યથાશ્રત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ (સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી, તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तए णं से आणंदे समणोवासए दोच्चं उयासगपडिमं, एवं तच्चं, चउत्यं, વો, જીરું, સત્ત, અક્ર્મ, નવમું, રસમ, રાસમં પ્રભુત્ત, કાવવું, अहामग्गं, अहातच्चं, सम्मं कारणं फासेइ, पालइ, सोहेइ, तीरेइ, कीत्तेड़. [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમા, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પાર પાડી, અને કીર્તિત કરી. ] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दसणं वयं सामाइअ पोसह पडिमा अचंभसचित्ते । आरंभं पेस उदिट्ट वज्जए समणभूए अ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17