Book Title: Agiyar Upasaka Pratimao
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૨૩૭ જિનતત્ત્વ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે.' સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો તે તેટલો વખત થોભી જઈ શકે છે. પછી જ્યારે એવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે તે આગળની પ્રતિમાની સાધના ઉપાડી શકે છે. આમ, કોઈપણ બે પ્રતિમા વચ્ચે સમયનો વધતો ઓછો ગાળો રહી શકે છે. પરંતુ કોઈ સમર્થ શ્રાવક અનુક્રમે પહેલી પ્રતિમાથી છેલ્લી પ્રતિમા સુધી સળંગ જવા ઇચ્છે તો પણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સરવાળો કરીએ તો ૧ + ૨ + 3 + ૪+૫+૬+૭+૮+૯+૧૦+૧૧= ૬૬ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઈકને આથી પણ ઘણો વધુ સમય લાગે. આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગ્દર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઈએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઈએ. દેહાસક્તિ તૂટવી જોઈએ, કષાયો મંદ થવા જોઈએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઈએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઈએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઈએ. આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પહેલી દર્શન પ્રતિમા શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગ્દર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યક્ત્વ રહેલું હોવું જોઈએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છે : दंसणपडिमा णेया सम्मत्तजुत्तस्स जा इहं बोंदी | मिच्छत्तखओसमभावा || कुग्गहकलंकरहिआ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17