Book Title: Agiyar Upasaka Pratimao
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૪૫ હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપન્નાથ કમળાવાસ મિક્ષ (પ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે ધર્મલાભ' બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ' બોલવાનું હોતું નથી, કારણ કે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છે : एकारसीसु निस्रसंगो धरे लिंग पडिग्गहं । कयलोओ सुसाहुच्च पुबुत्तगुणसायरो ।। [પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સધળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તમ સાધુની જેમ નિ:સંગ બનીને અર્થાત્ ઘર, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેશ ધારણ કરે અને મસ્તકે લોચ કરે. ] દિગબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે આ અગિયારમી પ્રતિમાને “ઉદિત્યાગ પ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં શ્રમણભૂત પ્રતિમા' જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે (ખંડવત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય). આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ-ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છે : જો સુછંદ વરતે તજ ડેરા, મઠ મંડપમેં કરે બસેરા; ઉચિત આહાર, ઉદંડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી. શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કા કરવામાં આવ્યા છે – ક્ષુલ્લક અને ઐલક, ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવત્ર રાખે છે. તે કેશલોચ નહીં પણ મુંડન કરાવે છે. ઐલક ફક્ત લંગોટી રાખે છે. તે પીંછી-કમંડળ સિવાય સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17