Book Title: Agiyar Upasaka Pratimao
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249436/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ પ્રતિમા' શબ્દ અહીં જૈન પારિભાષિક અર્થમાં લેવાનો છે. દુનિયાના દરેક ધર્મમાં ગૃહત્યાગ કરી સાધુ-સંન્યાસી-ભિખુ કે પાદરી બનનાર લોકોની સંખ્યા એ ધર્મ પાળનારા લોકોની સંખ્યાના એક ટકા જેટલી હોય તો હોય, કારણ કે સાધુજીવન અત્યંત કઠિન છે. જૈનોની દેશ-વિદેશમાં મળી હાલ એક કરોડ જેટલી વસતિ ગણીએ, (થોડી વધારે પણ હોય) તો ચારે ફિરકાના મળીને જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા હાલ દસ હાર કરતાં વધુ નથી. કદાચ ઓછી હશે. એનો અર્થ એ થયો કે કુલ વસતિના અડધા કે પા ટકા કરતાં પણ ઓછી સંખ્યા સાધુ-સાધ્વીઓની છે. આવી સ્થિતિ લગભગ હંમેશાં રહેવાની, કારણ કે જૈન સાધુ-સાધ્વીની દિનચર્યા તો સૌથી વધુ કઠિન છે. જે ધર્મમાં રહેઠાણ, ભોજન, વસ્ત્ર, વાહન વગેરેની ઘણી સગવડ સાધુઓને હોય છે તેમાં પણ ગૃહત્યાગ કરીને તથા અપરિણિત રહીને સાધુજીવન સ્વીકારનારા ઓછા હોય છે. વળી વેશથી એટલે કે દ્રવ્યથી સાધુ થવું એ એક વાત છે. અને દ્રવ્યની સાથે ભાવથી સાધુ થવું અને અધ્યાત્મની મસ્તીમાં રહેવું એ તો એથી પણ વધુ દુષ્કર છે. એટલે જ ભગવાન મહાવીરે સાધુના મહાવ્રતો અને ગૃહસ્થનાં અણુવ્રતો એમ જુદાં વ્રતો બતાવ્યો કે જેથી કોઈની પાસે વધુ પડતી અપેક્ષા રખાય નહીં અને કોઈ હતોત્સાહ બને નહીં. શ્રાવકનાં અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો એમ બાર પ્રકારનાં વ્રતો બતાવવા ઉપરાંત જે શ્રાવકો સાધુ થઈ શકતા નથી, પણ ક્રમિક રીતે આગળ વધી સાધુની અવસ્થાની લગોલગ પહોંચવા ઇચ્છે છે એમને માટે સામાયિક, પૌષધ, ઉપધાન વગેરે નિયતકાલિક સાધુપણાની ક્રિયાઓ કરવા ઉપરાંત શ્રાવકની, ઉપાસકની અગિયાર પ્રતિમા બતાવી છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૩ પ્રતિમા' (પાકૃત-પડિમા') શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે “પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઈ પણ એક અવસ્થામાં સ્થિરતા. પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે. પ્રતિમા’ શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ “માપદંડ' એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો અર્થ થાય છે. પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે. પ્રતિમાની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે “નાટક સમયસાર'માં કહ્યું છે : સંયમ અંશ જગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ; ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમાં તાકો નામ. [ સાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને પ્રતિમા' કહેવામાં આવે છે. } શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડ શ્રાવકાચાર'માં પ્રતિમાને બદલે “પદ શબ્દ પ્રયોજ્યો છે. જુઓ : श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ।। [ભગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે. અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે. શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઈને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જિનતત્વ આગમોમાં બતાવ્યું છે. એટલે શ્રમણોપાસક શ્રાવક જે પ્રતિમા ધારણ કરે છે તેને “ઉપાસક-પ્રતિમા' (૩વાસપરિમા) કહેવામાં આવે છે. શ્રમણોપાસકના આધ્યાત્મિક વિકાસના તબક્કાઓ “ઉપાસક પ્રતિમા' તરીકે ઓળખાય છે. શ્રાવકની પ્રતિમાની વાત આગમોમાં આવે છે. “ઉપાસકદશાંગસૂત્રમાં આનંદ શ્રાવકના અધિકારમાં એવું નિરૂપણ છે કે એમણે “ઉપાસક પ્રતિમા ધારણ કરી હતી અને તેઓ છેલ્લી અગિયારમી પ્રતિમા સુધી પહોંચી ગયા હતા. ‘ઉપાસકદશાંગસૂત્રમાં લખ્યું છે : तए णं से आणंदे समणोवासए पढमं उवासगपडितमं उवसंपज्जित्ताणं विहरइ जाव पढम उवासगपडिमं अहासुत्तं, अहाकप्पं, अहामग्गं, अातच्चं सम्मं काएगं સેફ, , સોહે, તીરે૪, gફ, ઝારદે | [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પહેલી ઉપાસક પ્રતિમા ધારણ કરી થાવત્ પહેલી ઉપાસક પ્રતિમાં તેમણે યથાશ્રત (શાસ્ત્ર પ્રમાણે), યથાકલ્પ (આચાર પ્રમાણે), યથામાર્ગ (વિધિ પ્રમાણે), યથાતત્ત્વ (સિદ્ધાન્ત પ્રમાણે), સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શોભિત (શોધિત) કરી, તીર્ણ કરી (સારી રીતે પાર પાડી), કીર્તિત કરી અને આરાધિત કરી.] तए णं से आणंदे समणोवासए दोच्चं उयासगपडिमं, एवं तच्चं, चउत्यं, વો, જીરું, સત્ત, અક્ર્મ, નવમું, રસમ, રાસમં પ્રભુત્ત, કાવવું, अहामग्गं, अहातच्चं, सम्मं कारणं फासेइ, पालइ, सोहेइ, तीरेइ, कीत्तेड़. [ ત્યાર પછી શ્રમણોપાસક આનંદે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમા, આઠમી, નવમી, દસમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી એટલે કે તે પ્રતિમાઓને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોભિત (શોધિત) કરી, પાર પાડી, અને કીર્તિત કરી. ] શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓનું સવિગત વર્ણન દશાશ્રુતસ્કંધસૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આવે છે. આ અગિયાર પ્રતિમાઓનો ક્રમાનુસાર નામોલ્લેખ નીચેની એક ગાથામાં કરવામાં આવ્યો છે. दसणं वयं सामाइअ पोसह पडिमा अचंभसचित्ते । आरंभं पेस उदिट्ट वज्जए समणभूए अ ।। Page #4 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ - ૨૩૫ અગિયાર પ્રતિમાનાં નામ આ પ્રમાણે છે : (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રત પ્રતિમા, (૩) સામાયિક પ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) ‘પડિયા પ્રતિમા’ એટલે કાયોત્સર્ગ પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (બ્રહ્મચર્ય પ્રતિમા), (૭) સચિત્ત-વર્જન પ્રતિમા, (૮) આરંભ-વર્જન પ્રતિમા, (૯) પ્રેષ્ય-વર્જન પ્રતિમા, (૧૦) ઉદ્દિષ્ટ-વર્જન પ્રતિમા અને (૧૧) શ્રમણભૂત પ્રતિમા. આ અગિયાર પ્રતિમાઓના ઉદ્દેશ અંગે કહેવાયું છે કે विधिना दर्शनाद्यानां प्रतिमानां प्रपालनम् । यासु स्थितो गृहस्थोऽपि विशुद्धयति विशेष तः ।। [ જે પ્રતિમાઓનું પાલન કરવાથી આત્મા ગૃહસ્થ હોવા છતાં વિશેષતયા વિશુદ્ધ થાય છે, તે ‘દર્શન’ આદિ શ્રાવકની પ્રતિમાઓનું વિધિપૂર્વક પાલન કરવું. ] આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી છ પ્રતિમા જઘન્ય પ્રકારની માનવામાં આવે છે, ત્યાર પછી સાત, આઠ અને નવ એ ત્રણ પ્રતિમાઓને મધ્યમ પ્રકારની અને દસ તથા અગિયાર નંબરની પ્રતિમાને ઉત્તમ પ્રકારની માનવામાં આવી છે. આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી ચાર પ્રતિમાઓ શ્વેતામ્બર અને દિગંબર પરંપરામાં સમાન છે. પાંચમીથી દસમી પ્રતિમાનાં નામ, ક્રમ અને પ્રકાર અંગે શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડોક ફરક છે. એમાં કેટલીક આગળ પાછળ છે તો કેટલીકમાં ભિન્નતા જોવા મળે છે. અગિયારમી પ્રતિમા બંને પરંપરામાં લગભગ સરખી છે. આમ છતાં આ બધી પ્રતિમાઓનો જે મુખ્ય ઉદ્દેશ છે તે તો બંને પરંપરામાં સમાન છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે પહેલી પ્રતિમા એક માસ પર્યંત, બીજી પ્રતિમા બે માસ પર્યંત, ત્રીજી પ્રતિમા ત્રણ માસ પર્યંત, ચોથી ચાર મહિના માટે, ‘પાંચમી પાંચ મહિના માટે એમ અનુક્રમે આગળ વધતાં વધતાં દસમી પ્રતિમા દસ મહિના માટે અને અગિયારમી પ્રતિમા અગિયાર મહિના માટે ધારણ કરવી જોઈએ. દિગંબર પરંપરામાં એક પછી એક પ્રતિમા ધારણ કરવાનો નિશ્ચિત કાળક્રમ હોય તેવું જણાતું નથી. એક પ્રતિમામાં સ્થિર થયા પછી જ બીજી પ્રતિમાની સાધના ઉપાડવાની હોય છે, કારણ કે બીજી પ્રતિમામાં પહેલી પ્રતિમાની સાધના પણ આવી જવી જોઈએ. એ રીતે પછીની પ્રત્યેક પ્રતિમામાં પૂર્વની બધી જ પ્રતિમાઓની સાધના હોવી જ જોઈએ. કોઈ પણ એક પ્રતિમામાં આગળ વધાયું હોય, પરંતુ પૂર્વની કોઈ પ્રતિમામાં કચાશ રહી ગઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ જિનતત્ત્વ હોય તો તે પ્રતિમા સિદ્ધ થયેલી ગણાતી નથી. ઉદાહરણ તરીકે બ્રહ્મચર્યની પ્રતિમામાં સ્થિર ન થવાયું હોય અથવા એ પ્રતિમાના કાળ સુધી જ સ્થિરતા રહી ગઈ હોય પણ પછી સ્થિર ન રહેવાયું હોય અને શ્રાવક આગળની નવી પ્રતિમા ધારણ કરે તો એની પ્રતિમા ખંડિત થાય છે.' સાધક એક પ્રતિમામાં સ્થિર થયો હોય પણ પછીની પ્રતિમાની સાધના માટે હજુ શરીર કે મનની તૈયારી ન હોય કે સંજોગોની પ્રતિકૂળતા હોય તો તે તેટલો વખત થોભી જઈ શકે છે. પછી જ્યારે એવી અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે તે આગળની પ્રતિમાની સાધના ઉપાડી શકે છે. આમ, કોઈપણ બે પ્રતિમા વચ્ચે સમયનો વધતો ઓછો ગાળો રહી શકે છે. પરંતુ કોઈ સમર્થ શ્રાવક અનુક્રમે પહેલી પ્રતિમાથી છેલ્લી પ્રતિમા સુધી સળંગ જવા ઇચ્છે તો પણ ઘણો બધો સમય લાગે. પ્રત્યેક પ્રતિમાના મહિનાનો સરવાળો કરીએ તો ૧ + ૨ + 3 + ૪+૫+૬+૭+૮+૯+૧૦+૧૧= ૬૬ મહિના એટલે કે પાંચ વર્ષ અને છ મહિના લાગે. પ્રતિમાની સાધના જો સળંગ ન થઈ શકે તો કોઈકને આથી પણ ઘણો વધુ સમય લાગે. આ અગિયાર પ્રતિમામાં રહેવાવાળા શ્રાવકોમાં પ્રત્યેક પ્રતિમા અનુસાર ઉત્તરોત્તર સમ્યગ્દર્શનાદિ ગુણોની અનુક્રમે વૃદ્ધિ થતી રહેવી જોઈએ, ત્યાગવૈરાગ્ય અને તપશ્ચર્યાના ભાવો પણ વધતા રહેવા જોઈએ. દેહાસક્તિ તૂટવી જોઈએ, કષાયો મંદ થવા જોઈએ, વીતરાગતા વૃદ્ધિ પામતી રહેવી જોઈએ અને આત્મસ્વરૂપમાં રમણતાનું સાતત્ય યથાશક્ય રહેવું જોઈએ. મતલબ કે પ્રતિમા માત્ર દ્રવ્યપ્રતિમા ન રહેતાં ભાવપ્રતિમા પણ બનવી જોઈએ. આ બધી પ્રતિમાઓનો અહીં સંક્ષેપમાં પરિચય કરીશું. દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ તથા દિગંબર પરંપરામાં શ્રી સમભદ્રાચાર્ય, શ્રી બનારસીદાસ વગેરેએ આ અગિયાર ઉપાસકપ્રતિમા ઉપર સારો પ્રકાશ પાડ્યો છે. પહેલી દર્શન પ્રતિમા શ્રાવકની પહેલી પ્રતિમા તે સમ્યગ્દર્શનરૂપ પ્રતિમા છે, કારણ કે આધ્યાત્મિક વિકાસના પાયામાં સૌથી પહેલું સમ્યક્ત્વ રહેલું હોવું જોઈએ. દર્શનપ્રતિમા માટે લખ્યું છે : दंसणपडिमा णेया सम्मत्तजुत्तस्स जा इहं बोंदी | मिच्छत्तखओसमभावा || कुग्गहकलंकरहिआ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ [ સમ્યત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી. ] પ્રતિમાપારી શ્રાવક હવે “દેશવિરતિ સમ્યગુદૃષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે વિતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે. સમક્તિના ૬૭ બોલમાં સમ્યક્તનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યક્ત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિમધારી શ્રાવક સંસાર, શરીર, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોનું સંધાન રાખે છે અને સર્વજ્ઞકથિત આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે, ત્યાર પછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે છે. બીજી વ્રત પ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે વ્રત પ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શન પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઈએ. આમાં મતાન્તર છે, આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિ:શલ્ય થઈને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, સ્વદારાસંતોષ અને પરિગ્રહ-પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિગુપરિમાણ વ્રત, ભોગપભોગ-પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધ વ્રત અને અતિથિસંવિભાગ વાત એ ચાર શિક્ષાવ્રત છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવ્રત કહેવામાં આવે છે. આમ, શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જિનતત્ત્વ વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન ક૨વાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજન- ત્યાગનું વ્રત પણ ધારણ કરે છે. ત્રીજી સામાયિક પ્રતિમા આ ત્રીજી પ્રતિમા છે એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે તો એનું પાલન થવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : समता सर्व भूतेषुः संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् || [ સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત કહેવામાં આવે છે. ] શ્રી બનારસીદાસજીએ લખ્યું છે : દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એક. જો અરિ મિત્ર સમાન વિચારે, આર રૌદ્રધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવે, સો સામાયિકવંત કહાવે. શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવાર-સાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે. શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે. ‘સામાયિક પ્રતિમા'માં સામાયિક નિયમિત કરવાનાં હોય છે. દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંથ, ગચ્છ, સમુદાય વગેરે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફ૨ક છે. વસ્તુત: આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક Page #8 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૯ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો સમભાવ આવ્યો, સમતા આવી અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પ્રમાણ કેટલું ઓછું થયું તે જોવું એ મહત્વનું છે. ચોથી પૌષધ પ્રતિમા દશાશ્રુતસ્કંધ અનુસાર શ્રી હરિભદ્રસૂરિએ અને શ્રી હેમચંદ્રાચાર્યે પૌષધ પ્રતિમા'ને ચોથી પ્રતિમા તરીકે બતાવી છે. કહ્યું છે : अट्ठमी माइ पब्बेसु सम्म पोसहपालण । सेसाणुट्ठाण जुत्तस्स चउत्थी पडिमा इमा ।। [ પૂર્વની પ્રતિમાઓમાં જણાવેલાં અનુષ્ઠાનોથી યુક્ત શ્રાવકે અષ્ટમી વગેરે પર્વોમાં સમ્યફ રીતિએ પૌષધ વ્રતનું પાલન કરવું તે ચોથી પૌષધ પ્રતિમા છે. ] આ પ્રતિમાધારકે આગળની પ્રતિમાઓ ધારણ કરવા સાથે આ પ્રતિમા ચાર માસ સુધી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાધારકે અષ્ટમી, ચતુર્દશી વગેરે પર્વ તિથિએ એટલે મહિનામાં ઓછામાં ઓછાં ચાર પૌષધ કરવાનાં હોય છે. શ્રત અને ચારિત્રની જેનાથી પુષ્ટિ થાય તે પૌષધ કહેવાય. પૌષધમાં ઉપવાસ કરવાનો હોય છે તથા આવશ્યક ધર્મક્રિયાઓ દોષરહિત કરવાની હોય છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં લીન બનવાનું હોય છે. અને એક દિવસનું સાધુજીવન જેવું જીવન જીવવાનું હોય છે. (અપવાદરૂપ સંજોગોમાં ગુરુ ભગવંતની આજ્ઞાનુસાર ફક્ત અડધા દિવસનો એટલે કે ચાર પ્રહરનો પૌષધ પણ થાય છે.) દિગંબર પરંપરામાં પણ ચોથી પ્રતિમા તે પૌષધ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પ્રથમહિં સામાયિક દશા, ચાર પહર લોં હોય, અથવા આઠ પહર રહે, પૌષધ પ્રતિમા સોય. પાંચમી કાયોત્સર્ગ પ્રતિમા પાંચમી પ્રતિમા “પડિમા' અર્થાત્ કાયોત્સર્ગ (કાઉસગ્ગ)ની છે : Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪o જિનતત્વ निक्कंपो काउसग्गं तु पुबुत्तगुणसंजुओ ।। करेइ पव्वराईसुं पंचमी पडियन्नओ ।। [ પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી. ] આ પ્રતિમાને “નિયમ પ્રતિમા' પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્કપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે. આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહીં, અધોવસ્ત્રને કચ્છ વાગે નહીં તથા પ્રતિભાવહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકચૂર્ણિમાં “રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે “સચિત્ત ત્યાગ”ને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઇત્યાદિ શૃંગારોત્તેજક વાતચીત ના કરવી જોઈએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભાવૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે : (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. Page #10 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૪૧ (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી. (૪) પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ ન કરવું. (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું. (૭) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી નું બેસવું. (૮) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૯) વધુપડતું ભોજન કરવું નહીં. ઉણોદરી વ્રત કરવું. (શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.) આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ માવજજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છે : एवं जा छम्मासा एसोहिगओ इहरहा दिलू । जावज्जीवं पि इमं वज्जड़ एयंमि लोगंमि ।। [આ પ્રમાણે પ્રતિમાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાવનજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે. ] આવશ્યકચૂર્ણિમાં સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચારમાં રાત્રિભોજનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે, તો શ્રી બનારસીદાસે નાટક સમાચાર'માં “દિવામૈથુનત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે.' બનારસીદાસ લખે છે : જો દિન બ્રહ્મચર્ય વ્રત પાલે, તિથિ આર્ય નિશિ દિવસ સંભાલૈ. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો પ, પ્રતિમા શ્રાવક અખ્યા. સાતમી સચિત્યાગ પ્રતિમા સાતમી પ્રતિમા “સચિત્તત્યાગની છે. હું બહાર સત્તની | શ્રાવકે આગળની છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જિનતત્વ ધારણ કરીને સચિત્ત આહારનો ત્યાગ કરવાનો હોય છે. સચિત્ત એટલે જીવસહિત અને અચિત્ત એટલે જીવરહિત, મૂલ, ફળ, પત્ર, ડાળી, બીજ, ફદ, ફૂલ વગેરેનું અગ્નિથી પકવ્યા વિના કે અન્ય રીતે તે અચિત્ત થાય તે પહેલાં તેનું ભક્ષણ કરવું નહીં એ સચિત્ત આહાર-વર્જન નામની સાતમી પ્રતિમા છે. આ પ્રતિમાનું પાલન સાત મહિના સુધી કરવાનું હોય છે. શ્રાવકે સાધના કરતાં કરતાં પણ લક્ષમાં રાખવું જોઈએ કે ભોજન પણ દેહનિર્વાહ અર્થે કરવાનું છે. ભોજનની આસક્તિ છૂટવી જોઈએ. ભોજનના રસનો આનંદ માણવાનું હવે ન રહેવું જોઈએ. સાધકે પાણી પણ ઉકાળેલું-પ્રાસુક વાપરવું જોઈએ. સાધુ ભગવંતો આજીવન સચિત્ત પદાર્થના ત્યાગી હોય છે અને હંમેશાં પ્રાસુક જળ વાપરતા હોય છે. આ પ્રતિમાના ધારકે સાત મહિના એવું જીવન જીવવાનું હોય છે. આવશ્યક ચૂર્ણિમાં દિવામૈથુનત્યાગને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમસ્તેભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનને સાતમી પ્રતિમા તરીકે ઓળખાવી છે. આઠમી આરંભવર્જન પ્રતિમા આ આઠમી પ્રતિમાધારકે આગળની સાત પ્રતિમાઓ ધારણ કરવા સાથે સળંગ આઠ મહિના સુધી આરંભનો ત્યાગ કરવાનો હોય છે. આરંભ એટલે પાપારંભ. જે પ્રવૃત્તિઓમાં પાપ થવાનો સંભવ હોય એવી સાવઘ પ્રવૃત્તિ શ્રાવકે ત્યજી દેવાની રહે છે. અસિ, મસિ અને કૃષિના પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે વેપારધંધો ઇત્યાદિ છોડી દેવાનાં રહે છે. અગ્નિ પ્રગટાવવો, રસોઈ કરવી, શાક લાવવું, શાક સુધારવું, કપડાં ધોવાં, વાસીદું કાઢવું ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ પ્રતિભાધારી શ્રાવકે સ્વહસ્તે ન કરવી જોઈએ. એથી વિકલ્પો ઘટી જાય છે અને ચિત્ત સ્વસ્થ અને શાંત રહે છે. શ્રાવકે હવે સાંસારિક પ્રવૃત્તિઓ, ભોગોપભોગો તથા અન્ય પ્રકારના વ્યવહારો ઇત્યાદિ ધર્મક્રિયામાં લગાડી દેવું જોઈએ, આત્મભાવનું ચિંતન કરવું જોઈએ અને સ્વસ્વરૂપાનુસંધાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. “રત્નકરંડ શ્રાવકાચારમાં શ્રી સમન્તભદ્રાચાર્યે તથા “નાટક સમયસારમાં શ્રી બનારસીદાસે પણ “આરંભત્યાગીને આઠમી પ્રતિમા કહી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૪૩ શ્રી સમસ્તુભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા બની, મુગતિ વિજય રણથંભ. નવમી પ્રેગ્યવર્જન પ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્ય-વર્જન પ્રતિમા છે. પ્રેષ્ય એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિમાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છે : अवरेणवि आरंभं नवमीए नो करावए । [ નવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસ-નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો. ] निखित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अ तहा, सव्वत्थवि परिणवो णवरं ।। [ નવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાય: પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધન-ધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ. ] लोगववहारविरओ, बहसो संवेगभाविअमई अ। पुबोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ।। લૌકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ-મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો-પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. ] દિગંબર પરંપરામાં શ્રી સમસ્તૂભદ્રાચાર્ય તથા શ્રી બનારસીદાસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે પરિગ્રહ-ત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગઈમાં મમત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પરદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ ન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જિનતત્ત્વ રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વેરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક નો પ્રતિસાધારી. દસમી ઉદિષ્ટ-વર્જન પ્રતિમા દશાશ્રુતસ્કંધ' અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે ઉદ્રિષ્ટ-વર્જન પ્રતિમા' કહી છે. दसमीए पुणोद्दिट्टे फासुअं पि न भुंजए । પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલાં આહારાદિ ભલે માસુક હોય-નિર્જીવ, અચિત્ત હોય તો પણ પ્રતિમાપારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ. આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે. આવશ્યકચૂર્ણિમાં “પ્રેગ્યવર્જન પ્રતિમાને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદ્દિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે “અનુમતિત્યાગ પ્રતિમાને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોનાં આરંભ-પરિગ્રહનાં કાર્યોની તથા ઘરમાં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તો પણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપે. ભોજન વગેરેમાં તે “બહુ સરસ છે' અથવા અમુક વાનગી બરાબર નથી થઈ' એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પરક પાપારંભકો જો નઈ ઉપદેશ, સો દશમી પ્રતિમાધની, શ્રાવક વિગત કલેશ. ૧૧. શ્રમણભૂત પ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન Page #14 -------------------------------------------------------------------------- ________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૪૫ હોય) એવા સ્થાનમાં રહે છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, માથે હાથથી લોચ કે અાથી મુંડન કરે છે, પાત્ર રાખે છે અને કોઈકના ઘરેથી ભિક્ષા લાવીને વાપરે છે. ભિક્ષા લેવા જાય ત્યારે ગૃહસ્થના ઘરે જઈ પ્રતિમાપ્રતિપન્નાથ કમળાવાસ મિક્ષ (પ્રતિમાપારી શ્રાવકને ભિક્ષા આપો) એમ બોલે છે, પરંતુ આવી રીતે ભિક્ષા લેવા જનારે સાધુઓ જેમ તે સમયે ધર્મલાભ' બોલે છે તેમ શ્રાવકે “ધર્મલાભ' બોલવાનું હોતું નથી, કારણ કે પોતે હજુ ગૃહસ્થ છે. કહ્યું છે : एकारसीसु निस्रसंगो धरे लिंग पडिग्गहं । कयलोओ सुसाहुच्च पुबुत्तगुणसायरो ।। [પૂર્વે દસમી પ્રતિમા સુધીના જણાવેલા સધળા ગુણોના સાગર જેવો શ્રાવક હવે અગિયારમી પ્રતિમામાં ઉત્તમ સાધુની જેમ નિ:સંગ બનીને અર્થાત્ ઘર, કુટુંબ, પરિગ્રહ વગેરે છોડીને એકાન્તમાં રહીને સાધુ જેવો વેશ ધારણ કરે અને મસ્તકે લોચ કરે. ] દિગબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યું અને શ્રી બનારસીદાસે આ અગિયારમી પ્રતિમાને “ઉદિત્યાગ પ્રતિમા' તરીકે બતાવી છે. પરંતુ તેમાં શ્રમણભૂત પ્રતિમા' જેવાં જ લક્ષણો બતાવ્યાં છે. શ્રી સમતભદ્રાચાર્ય લખે છે કે શ્રાવક ગૃહવાસનો ત્યાગ કરી મુનિ મહારાજની પાસે વનમાં રહે, તેમની પાસે વ્રતો ગ્રહણ કરે, તપશ્ચર્યા કરે, ભિક્ષાભોજન કરે અને વસ્ત્રના ખંડને ધારણ કરે (ખંડવત્ર એટલે એવું ટૂંકું વસ્ત્ર કે જેનાથી જો મસ્તક ઢાંકે તો પગ ન ઢંકાય અને પગ ઢાંકે તો મસ્તક ન ઢંકાય). આવું વ્રત ધારણ કરનાર શ્રાવક પોતાના નિમિત્તે બનાવેલું ભોજન ગ્રહણ ન કરે. તે દિવસમાં એકવાર આહાર લે, પરીષહ-ઉપસર્ગ સહન કરે તથા ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહે. શ્રી બનારસીદાસ લખે છે : જો સુછંદ વરતે તજ ડેરા, મઠ મંડપમેં કરે બસેરા; ઉચિત આહાર, ઉદંડ વિહારી, સો એકાદશ પ્રતિમાધારી. શ્રાવકની અગિયારમી પ્રતિમા તે ઉત્કૃષ્ટ પ્રતિમા છે અને તે સાધુની બરાબર ગણાય છે. દિગંબર પરંપરામાં આ અગિયારમી પ્રતિમાના પણ બે તબક્કા કરવામાં આવ્યા છે – ક્ષુલ્લક અને ઐલક, ક્ષુલ્લક દશામાં શ્રાવક લંગોટી ઉપરાંત ખંડવત્ર રાખે છે. તે કેશલોચ નહીં પણ મુંડન કરાવે છે. ઐલક ફક્ત લંગોટી રાખે છે. તે પીંછી-કમંડળ સિવાય સર્વ બાહ્ય પરિગ્રહનો ત્યાગી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જિનતત્ત્વ બની જાય છે. આ દશાએ પહોંચેલા શ્રાવકને હવે દેહ પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. આ અગિયાર પ્રતિમા શ્રાવકે ઉત્તરોત્તર કેવી રીતે સિદ્ધ કરવી અને તે પ્રત્યેક પ્રતિમાનાં કેવાં કેવાં લક્ષણો છે એ વિસે શાસ્ત્રગ્રંથોમાં સ્પષ્ટ બતાવ્યું છે. એક પ્રતિમા પછી બીજી પ્રતિમા તરફ જવા માટે જો તેવા પ્રકારના ભાવ ન હોય તો ઉત્સાહ ન રહે. એટલે જીવની આંતરિક પરિણતિ તેની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક નિશ્ચયનયવાળાઓ જેમ દરેકમાં વ્યવહાર અને નિશ્ચય એવા ભેદ પાડે છે તેમ આ અગિયાર પ્રતિમામાં પણ નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા એવા ભેદ પાડે છે. જે અગિયાર પ્રતિમાઓ બતાવી છે એને તેઓ માત્ર વ્યવહાર પ્રતિમા તરીકે ઓળખાવી તે તે પ્રતિમા અનુસાર આસક્તિનો ત્યાગ, કષાયોની મંદતા તથા સ્વરૂપમાં રમણતાને નિશ્ચય પ્રતિમા તરીકે ઓળખાવે છે. વ્યવહાર પ્રતિમાઓમાં એક પ્રતિમા કરતાં બીજી પ્રતિમા ભિન્ન છે એવી સ્પષ્ટ ખબર સાધકને પોતાને હોય છે અને બીજાઓ પણ તે જાણી શકે છે. પરંતુ નિશ્ચય પ્રતિમા વિશે બીજાઓને તો કશી ખબર પડતી નથી, પરંતુ જીવને પોતાને પણ પોતાના કષાયોની મંદતા ઈત્યાદિ અનુસાર હવે કઈ પ્રતિમા છે તેની ખબર પડે કે ન પણ પડે. વળી વ્યવહાર પ્રતિમામાં તો ઉપરની પ્રતિમામાંથી નીચેની પ્રતિમામાં આવતાં અથવા પ્રતિમાભંગ થતાં તરત જણાય છે, પરંતુ નિશ્ચય પ્રતિમામાં જીવ ઉપરથી નીચેની પ્રતિમાએ ઊતરી પડ્યો હોય તો પણ એ વિશે એને કદાચ ખબર પડે કે ન પડે એવું બની શકે. વ્યવહા૨પ્રતિમાના માપદંડ જેટલા સ્પષ્ટ છે તેટલા નિશ્ચયપ્રતિમાના નથી. વસ્તુત: જૈન ધર્મમાં પ્રત્યેક વ્રતાદિ આચાર-પાલનમાં દ્રવ્ય અને ભાવ એવું વર્ગીકરણ પહેલેથી આવે જ છે. એટલે પ્રતિમા ભાવપૂર્વક જ ધારણ કરવામાં આવે એ આવશ્યક મનાયું છે. એટલે દ્રવ્યપ્રતિમા અને ભાવપ્રતિમા પછી વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવું જુદું વર્ગીકરણ કરવાની આવશ્યકતા કેટલાકને લાગતી નથી, કેટલાક ભાવપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા વચ્ચે પણ ફરક કરે છે. આગમોમાં અને શ્વેતામ્બર તથા દિગંબર પરંપરાના પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં વ્યવહારપ્રતિમા અને નિશ્ચયપ્રતિમા એવા ભેદ જોવામાં આવતા નથી. પ્રતિમાનું ક્ષેત્ર એવું છે કે એમાં ભાવ અને આંતરિક પરિણતિ વગર પ્રગતિ થતી નથી. કોઈ જીવ વ્યવહારપ્રતિમાને ઊતરતી ગણી, તેને Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ છોડીને માત્ર નિશ્ચયપ્રતિમાનો જ આશ્રય લે તો તે ભ્રમદશામાં રહે અને કદાચ પ્રગતિ ન કરી શકે એવો સંભવ રહે છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ પણ ખરેખર કઠિન છે. શ્રાવકવર્ગમાં જેઓએ બાર વ્રત ધારણ કર્યા હોય એવા શ્રાવકોની ટકાવારી પણ ઘણી જ ઓછી રહે છે. એટલે અગિયાર પ્રતિસાધારી શ્રાવક તો જ્વલ્લે જ જોવા મળે. જે ઓ દીક્ષાર્થી હોય એવા અપરિણિત પુરુષો અગિયારમી પ્રતિમા સુધી પહોંચી જઈ શકે છે, પરંતુ કુટુંબ પરિવારવાળા શ્રાવકો ઘણુંખરું પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધી શકતા નથી. એ માટે વ્યવસાયમાંથી પુખ્ત ઉંમરે નિવૃત્ત થયા પછી માણસ પ્રતિમાની સાધના કરવા તૈયાર થાય તો આગળ વધી શકે છે, પરંતુ ત્યારે ઘણાને શારીરિક શક્તિની મર્યાદાઓ નડે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં શ્રાવકની આ પ્રતિમાઓનું મહત્ત્વ ઘણું બધું હતું. એ કાળ એવો અનુકૂળ હતો અને શરીરનું સંઘયણ પણ એવું સશક્ત હતું. એટલે જ આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલની પિતા શ્રાવક વગેરેએ અગિયારે અગિયાર પ્રતિમા ક્રમાનુસાર ધારણ કરી હતી. આ બધી પ્રતિમા સળંગ પૂરી કરતાં પાંચ વર્ષ અને છ મહિના લાગે અને એટલા સમયગાળામાં તો શરીર અત્યંત કૃશ અને અશક્ત થઈ જાય. એટલે જ આવી રીતે અગિયારમી પ્રતિમાએ પહોંચેલા શ્રાવકને છેલ્લે સંલેખના કરીને દેહ છોડવાનો ભાવ થયા વગર રહે નહીં. વર્તમાન કાળમાં જીવનની રહેણીકરણી બદલાઈ છે અને શરીરસંઘયણ ધર્યું છે. એટલે પાંચમી-છઠ્ઠી પ્રતિમાથી આગળ વધનારા શ્રાવકો વલ્લે જ જોવા મળે છે. અલબત્ત કોઈક ભાગ્યશાળીઓ અગિયારમી પ્રતિમા સુધી પણ પહોંચી શકે છે. આમ છતાં આ પ્રતિમાઓ ધારણ કરવાની અને તે વહન કરવાની મુશ્કેલી ઘણી બધી છે. એટલે એમ કહેવાય છે કે સાધુ બનવું સહેલું છે, પણ સંપૂર્ણ પ્રતિમધારી શ્રાવક બનવું કઠિન છે. ગૃહત્યાગ કરી સાધુ થનારને જે અનુકૂળતાઓ મળે છે તેવી અનુકૂળતાઓ ઘરપરિવાર સાથે રહેનાર શ્રાવકને પ્રતિમાં ધારણ કરવા માટે ઘણી ઓછી મળે છે. વળી સાધુસમુદાયમાં રહેવાથી સાધુતાનું- સંયમ, તપ-જપ, સ્વાધ્યાય તથા આવશ્યક ક્રિયાઓનું જે વાતાવરણ મળે છે તે શ્રાવકને ઘરમાં એકંદરે મળતું નથી. આથી જ ઉપરની પ્રતિમાઓનો પ્રચાર બહુ રહ્યો નથી. બીજી પ્રતિમા તે વ્રતધારી શ્રાવકની છે. બાર વ્રત ધારણ કરી એ પ્રમાણે પવિત્ર જીવન જીવનારા ઘણા શ્રાવકો જોવા Page #17 -------------------------------------------------------------------------- ________________ 248 જિનતત્ત્વ મળે છે. બાર વ્રતમાં સામાયિક, પૌષધ આવી જાય છે. વળી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. કેટલાક બાર વ્રત ધારણ કરી નથી શકતા તો અમુક વ્રતના અથવા અમુક પ્રકારના નિયમોના પચખાણ લે છે. આથી જ વ્રત ઉપર જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો પ્રતિમા વહન કરવા ઉપર મૂકવામાં આવતો નથી. શ્વેતામ્બર પરંપરા કરતાં દિગંબર પરંપરામાં પ્રતિમા વહનની વાત વિશેષ થાય છે, તો પણ દસમી-અગિયારમી પ્રતિમાએ પહોંચેલા તો કોઈક જ હોય છે. આમ છતાં શ્રાવકજીવનમાં પણ ધર્મકરણી અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે. જીવે જીવનમાં આચરવા જેવી વાતો અનેક છે. એટલે ક્યાંકથી પણ શરૂઆત કરવામાં આવે તો સમય જતાં તે ઘણો આગળ નીકળી શકે છે. નાની શરૂઆત પણ મોટાં પરિણામ લાવી શકે છે. “ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત અનુસાર ધર્માર્થી-મોક્ષાર્થી ભવોભવની સાધના કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચી શકે છે. શ્રી હરિભદ્રસૂરિએ “ધર્મબિન્દુમાં કહ્યું છે : . पदंपदेन मेधावी ययाऽऽरोहति ट्ठ पर्वतम् / सम्यक् तथैव नियमादीरश्चरित ट्ठ पर्वतम् / / [ જેમ ડાહ્યો માણસ એક એક ડગલું ભરતો ભરતો ક્રમશ: પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીર પુરુષો શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરતાં કરતાં અવશ્ય ચારિત્રધર્મરૂપી પર્વત પર ચઢી જાય છે. ] स्तोकां गुणान समाराध्य बहूनामपि जायते / यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः / / [ આરંભમાં થોડા થોડા ગુણોની આરાધના કરીને આત્મા ઘણા ગુણોની આરાધના માટે પણ યોગ્ય બને છે. માટે ગૃહસ્થ ધર્મને પહેલો કહ્યો છે. ]