SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જિનતત્ત્વ રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગ પ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વેરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક નો પ્રતિસાધારી. દસમી ઉદિષ્ટ-વર્જન પ્રતિમા દશાશ્રુતસ્કંધ' અનુસાર શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેએ દસમી પ્રતિમા તરીકે ઉદ્રિષ્ટ-વર્જન પ્રતિમા' કહી છે. दसमीए पुणोद्दिट्टे फासुअं पि न भुंजए । પોતાના કહેવાથી અથવા પોતાના કહ્યા વગર બીજાઓએ પોતાને માટે તૈયાર કરેલાં આહારાદિ ભલે માસુક હોય-નિર્જીવ, અચિત્ત હોય તો પણ પ્રતિમાપારી શ્રાવકે ગ્રહણ ન કરવાં જોઈએ. આ પ્રતિમાધારક મસ્તકે મુંડન કરાવી શકે છે અથવા માથે ચોટલી પણ રાખી શકે છે. આવશ્યકચૂર્ણિમાં “પ્રેગ્યવર્જન પ્રતિમાને દસમી પ્રતિમા ગણાવી છે અને ઉદ્દિષ્ટ-વર્જનની પ્રતિમાને અગિયારમી પ્રતિમામાં સમાવી લીધી છે. શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીદાસે “અનુમતિત્યાગ પ્રતિમાને દસમી પ્રતિમા કહી છે. એ પ્રમાણે આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બીજા લોકોનાં આરંભ-પરિગ્રહનાં કાર્યોની તથા ઘરમાં ભોજન, વેપાર, લગ્નાદિ વિશેની વાતોની અનુમોદના ન કરે. કોઈ પૂછે તો પણ રાગદ્વેષયુક્ત ઉત્તર ન આપે. ભોજન વગેરેમાં તે “બહુ સરસ છે' અથવા અમુક વાનગી બરાબર નથી થઈ' એવું કથન પણ ન કરે. શ્રી બનારસીદાસે લખ્યું છે : પરક પાપારંભકો જો નઈ ઉપદેશ, સો દશમી પ્રતિમાધની, શ્રાવક વિગત કલેશ. ૧૧. શ્રમણભૂત પ્રતિમા આ પ્રતિમાનું, આગળની સર્વ પ્રતિમાઓ ધારણ કરવા સાથે, હવે વધુ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે, શ્રમણ એટલે કે સાધુની ભૂમિકા સાથે લગોલગ થવા માટે, અગિયાર મહિના સુધી પાલન કરવાનું હોય છે કે જેથી એમાં સ્થિરતા આવે. આ પ્રતિમાધારક પોતાનું ઘર અને સ્વજનો વગેરેને છોડીને અન્યત્ર પોતાને સ્વાધીન હોય (એટલે કે કોઈ ચાલ્યા જવા માટે કહેનાર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249436
Book TitleAgiyar Upasaka Pratimao
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size465 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy