SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૪૩ શ્રી સમસ્તુભદ્રાચાર્યે કહ્યું છે કે સેવા, કૃષિ, વાણિજ્ય, અસ્તિકર્મ, લેખનકાર્ય, શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા બની, મુગતિ વિજય રણથંભ. નવમી પ્રેગ્યવર્જન પ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્ય-વર્જન પ્રતિમા છે. પ્રેષ્ય એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિમાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છે : अवरेणवि आरंभं नवमीए नो करावए । [ નવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસ-નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો. ] निखित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अ तहा, सव्वत्थवि परिणवो णवरं ।। [ નવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાય: પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધન-ધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ. ] लोगववहारविरओ, बहसो संवेगभाविअमई अ। पुबोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ ।। લૌકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ-મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો-પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. ] દિગંબર પરંપરામાં શ્રી સમસ્તૂભદ્રાચાર્ય તથા શ્રી બનારસીદાસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે પરિગ્રહ-ત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગઈમાં મમત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પરદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249436
Book TitleAgiyar Upasaka Pratimao
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size465 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy