________________
૨૩૮
જિનતત્ત્વ
વ્રતોનું મન, વચન, કાયાથી આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે ચુસ્ત પાલન ક૨વાનું હોય છે. બાર વ્રતધારી શ્રાવક રાત્રિભોજન- ત્યાગનું વ્રત પણ ધારણ કરે છે.
ત્રીજી સામાયિક પ્રતિમા
આ ત્રીજી પ્રતિમા છે એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે તો એનું પાલન થવું જોઈએ.
શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે :
समता सर्व भूतेषुः संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् ||
[ સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત કહેવામાં આવે છે. ]
શ્રી બનારસીદાસજીએ લખ્યું છે :
દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એક.
જો અરિ મિત્ર સમાન વિચારે, આર રૌદ્રધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવે, સો સામાયિકવંત કહાવે.
શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવાર-સાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે.
શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે. ‘સામાયિક પ્રતિમા'માં સામાયિક નિયમિત કરવાનાં હોય છે.
Jain Education International
દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંથ, ગચ્છ, સમુદાય વગેરે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફ૨ક છે. વસ્તુત: આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક
For Private & Personal Use Only
www.jainelibrary.org