Book Title: Agiyar Upasaka Pratimao Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૨૪o જિનતત્વ निक्कंपो काउसग्गं तु पुबुत्तगुणसंजुओ ।। करेइ पव्वराईसुं पंचमी पडियन्नओ ।। [ પૂર્વની પ્રતિમાઓના ગુણોથી યુક્ત એવો શ્રાવક પર્વરાત્રિએ નિષ્કપણે કાઉસગ્ન કરે તે પાંચમી પ્રતિમા જાણવી. ] આ પ્રતિમાને “નિયમ પ્રતિમા' પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા ધારણ કરનાર પર્વ રાત્રિએ એટલે અષ્ટમી અને ચતુર્દશીની રાત્રિએ ઘરમાં કે ઘરની બહાર, નિષ્કપપણે એટલે પરીષહ વગેરે સહન કરીને, વિચલિત થયા વગર કાઉસગ્ન કરવાનો હોય છે. આ કાઉસગ્ગ આખી રાત દરમિયાન અથવા મધ્યરાત્રિ સુધી ઈશાન દિશામાં મુખ રાખીને કરવાનો હોય છે. આ પ્રતિમા ધારણ કરનાર સ્નાન કરે નહીં, અધોવસ્ત્રને કચ્છ વાગે નહીં તથા પ્રતિભાવહનના કાળ દરમિયાન દિવસે બ્રહ્મચર્ય પાળે છે અને રાત્રે ભોગનું પ્રમાણ નક્કી કરે છે. આવશ્યકચૂર્ણિમાં “રાત્રિભોજનના ત્યાગને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્ય અને શ્રી બનારસીદાસે “સચિત્ત ત્યાગ”ને પાંચમી પ્રતિમા તરીકે બતાવી છે. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં, દશાશ્રુતસ્કંધ અનુસાર છઠ્ઠી પ્રતિમા અબ્રહ્મવર્જનની અથવા બ્રહ્મચર્યપાલનની કહી છે. છ મહિનાના પ્રમાણવાળી આ પ્રતિમા ધારણ કરનારે ચિત્તની સ્થિરતાપૂર્વક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાનું હોય છે. શ્રાવકે સ્ત્રીકથા, કામકથા ઇત્યાદિ શૃંગારોત્તેજક વાતચીત ના કરવી જોઈએ. શ્રાવક સ્ત્રીની સાથે એકાન્તમાં ન રહે, સ્ત્રીનો અતિ પરિચય ન રાખે તથા નાન, વિલેપન, અલંકાર વગેરે દ્વારા તે પોતાના શરીરની શોભાવૃદ્ધિ માટે પ્રયત્ન ન કરે. શ્રાવકે શીલની નવ વાડ સાથે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. શીલની નવ વાડ નીચે પ્રમાણે છે : (૧) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહેવું. જાહેરમાં પણ સ્ત્રી સાથે વધુ પરિચય ન રાખવો. (૨) રાગભરી દૃષ્ટિથી સ્ત્રીનાં મુખ કે અન્ય અવયવો પર નજર ન કરવી. સ્ત્રીમુખદર્શન વર્જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17