Book Title: Agiyar Upasaka Pratimao Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ અગિયાર ઉપાસક – પ્રતિમાઓ ૨૩૩ પ્રતિમા' (પાકૃત-પડિમા') શબ્દનો સાદો વાચ્યાર્થ છે મૂર્તિ, પૂતળું, બાવલું. પ્રતિમા સ્થિર હોય છે એટલે “પ્રતિમા' શબ્દનો લાક્ષણિક અર્થ છે કોઈ પણ એક અવસ્થામાં સ્થિરતા. પ્રતિમા' ઉપરથી પ્રતિબિંબ, પ્રતિરૂપ જેવા સમાનાર્થી શબ્દો પ્રયોજાય છે. પ્રતિમા’ શબ્દ પરથી પ્રતિમાન શબ્દ પણ આવ્યો છે. તેનો અર્થ “માપદંડ' એવો પણ કરવામાં આવે છે. એટલે એક એક પ્રતિમા માપદંડ રૂપ છે એવો અર્થ થાય છે. પ્રતિમા એટલે નિયમ, અભિગ્રહ, પ્રતિજ્ઞા એવો અર્થ પણ કરવામાં આવે છે. સાધકે એક પછી એક અભિગ્રહ ધારણ કરીને ઉપર-ઉપરની દશામાં સ્થિર થવાનું હોય છે. પ્રતિમાની વ્યાખ્યા કરતાં શ્રી બનારસીદાસે “નાટક સમયસાર'માં કહ્યું છે : સંયમ અંશ જગ્યો જહાં, ભોગ અરુચિ પરિણામ; ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિમાં તાકો નામ. [ સાધકના હૃદયમાં સંયમ ધારણ કરવાનો ભાવ જાગ્યો હોય, ભોગ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા થવા લાગી હોય અને તે માટે તેને અનુરૂપ પ્રતિજ્ઞા લેવાના ભાવનો ઉદય થયો હોય તો તેને પ્રતિમા' કહેવામાં આવે છે. } શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડ શ્રાવકાચાર'માં પ્રતિમાને બદલે “પદ શબ્દ પ્રયોજ્યો છે. જુઓ : श्रावकापदानिदेवैकादश देशितानि चेषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धा ।। [ભગવાન સર્વજ્ઞ દેવે શ્રાવકનાં અગિયાર પદો કહ્યાં છે. પૂર્વ પદોના ગુણો સહિત તે પોતાના ગુણો સાથે અનુક્રમે વૃદ્ધિ પામતાં રહે છે. અહીં પદ એટલે પગલું, પગથિયું, ઉપર ચડવાનો, આગળ વધવાનો ક્રમ એવો અર્થ લેવાનો છે. શ્રાવકને શ્રમણોપાસક કહેવામાં આવે છે. તે પોતાના સંજોગને કારણે સ્વયં દીક્ષિત થઈને શ્રમણ થઈ શકતો નથી, પણ તે ઘરે રહીને અથવા ઉપાશ્રયમાં રહીને શ્રમણ જેવી ઉપાસના કરી શકે છે. વળી તે શ્રમણની નજીક રહી તેમની વૈયાવચ્ચ કરે છે. શ્રમણોપાસકે કેવું જીવન જીવવાનું હોય છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17