Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 16
________________ આગમસાર–પૂર્વાર્ધ 16 કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે. બન્નેના દુર્વચન સહન ન કરવાથી, ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના અને સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ પણ બધા જ દુર્વચન ક્ષમાભાવથી સહન કરવા જોઇએ. તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની પણ આવશ્યકતા હોય છે. તેથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે. અધ્યયન – ૧૨. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન (રૂપક કથા) ચંપા નગરીના રાજા જિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજા જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા. જ્યારે સુબુદ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા. એક દિવસનો પ્રસંગ હતો. રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન ર્ક્યુ. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન ર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ખૂબ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું. સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી તેથી સુબુદ્ધિને બોલવું પડ્યું – 'સ્વામિન્! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમે. અંતે તો પુદ્ગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી લાગતું.' સુબુદ્ધિના આ કથનનો રાજાએ આદર ન ર્યો પણ ચૂપ રહી ગયા. ચંપા નગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિ દુર્ગન્ધયુક્ત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. રાજા જિતશત્રુ પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગંધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક–મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન ક્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો. પરંતુ સુબુદ્ધિ મૌન રહ્યો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુક્ત પાણી માટે કહ્યું ત્યારે સુબુદ્ધિએ પુદ્ગલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું – સુબુદ્ધિ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહીં પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જોઇએ. આમ વિચારી તેમણે પૂર્વોક્ત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તે પીધું. તો તે આસક્ત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન ર્ક્યુ કે, 'સ્વામિન્! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.' રાજાએ સ્વયં પ્રયોગ ક્યોં. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછ્યું, "સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું?" સુબુદ્ધિએ ઉત્તર આપ્યો– સ્વામિન્! આ સત્યનું પરિજ્ઞાન મને જિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્વને ઉપલબ્ધ કરી શક્યો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા. એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવા અને પછી સાથે દીક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર ર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી અંતે જન્મ-મરણની વ્યથાઓથી મુક્ત થઈ ગયા. પ્રેરણા – શિક્ષા :– પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ કોઈપણ વસ્તુને ફક્ત બાહ્ય દષ્ટિથી વિચારતા નથી પણ આવ્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્વસ્પર્શી હોય છે; તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાયઃ થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઇષ્ટ–અનિષ્ટ મનોશ–અમનોજ્ઞ ઇત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ–વિકલ્પ દ્વારા રાગ–દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. સુબુદ્ધિ અમાત્ય સમ્યગ્દષ્ટિ, તત્વજ્ઞ શ્રાવક હતા તેથી અન્યની અપેક્ષાએ તેની દૃષ્ટિ જુદી જ હતી. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચક્તિ થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે. આ તેનો આદર્શ ગુણ છે. ન અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું નથી આવતું. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વીતરાગ પ્રરૂપિત તત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઇએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર ર્યા બાદ તેના આપ્યંતર તથા બાહ્ય જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી, વચન વ્યવહાર, આહાર વિહાર સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે. આ સૂત્રથી પ્રાચીનકાલમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઇએ તે પણ જાણવા મળે છે. અધ્યયન – ૧૩ 'નન્દ મણિયાર" રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દુર્દરાવતંસક વિમાનવાસી દુર્દર નામનો દેવ ત્યાં આવ્યો. રાયપસેણીય સૂત્રમાં વર્ણવ્યા અનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યો તેના સંદર્ભમાં ભગવાને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 300