Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 19
________________ jainology 19 આગમસાર અધ્યયન – ૧૬ દ્રૌપદી ઘણી વખત મનુષ્ય સાધારણ લાભ મેળવવાની ઇચ્છાએ એવું નિકષ્ટ કર્મ કરી બેસે છે કે જેનું ભયંકર પરિણામ ભવિષ્યમાં ભોગવત પડે છે. તેનું ભવિષ્ય દીઘતિદીર્ઘ કાળ માટે અંધકારમય બની જાય છે. દ્રૌપદીના અધ્યયનમાંથી આ બાબતની શીખ મળે છે. દ્રૌપદીની કથા તેના નાગશ્રીના ભવથી શરૂ થાય છે. નાગશ્રી બ્રાહ્મણીએ પોતાના પરિવાર માટે ભોજન તૈયાર ક્યું હતું, જેમાં તુંબીનું શાક બનાવેલું. શાક તૈયાર થઈ ગયા બાદ ચાખતાં ખ્યાલ આવ્યો કે તુંબી કડવી અને વિષયુક્ત છે. અપયશથી બચવા શાક એક જગ્યાએ છુપાવી રાખ્યું. પરિવારના લોકો જમીને ગયા બાદ નાગશ્રી ઘરમાં એકલી જ હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિવર ચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુક્ત તુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું. ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધ માત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વદ્ય સ્થાનમાં પરઠવાનો આદેશ . ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે પણ તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરૂણા અવતાર મુનિનું હૃદય હચમચી ઉઠયું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ મૃત્યુ પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે ક્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા. નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર–પીટ કરી ઘરમાંથી કાઢી મૂકી. તે ભિખારી બની ગઈ. સોળ રોગ તેને થયા. અતિ તીવ્ર દુઃખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યથી અનેક વખત જન્મ ધારણ ક્ય. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થાય છે. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાયમાં જન્મ લીધાઃ દખમય જીવન પસાર ક્ય, દીર્ઘકાળ સુધી જન્મ મરણ નગરીના સાગરદત્ત શેઠના ઘરે પુત્રી પણે જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો.તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ કરું સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો. ભિખારી પણ તેને પ્રથમ રાત્રેજ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, હુકરાવી જતો રહ્યો, હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – "બેટી! તારા પાપ-કર્મનો ઉદય છે જેને તું સંતોષની સાથે ભોગવી લે." પિતાએ દાનશાળા ખોલી. સુકમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી. એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકુમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી અમારે ત્ર-તંત્રનું શું પ્રયોજન આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકમાલિકાએ વિરક્ત થઈ દીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારી બની ગઈ. સ્વચ્છેદ થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકુમાલિકાની સુષુપ્ત સુખ ભોગની લાલસા ઉત્પન થઈ. તેણે નિયાણું ક્યું- 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ દેવગણિકા બની. દેવભવનો અંત થતાં પાંચાલનૃપતિ દ્રુપદની કન્યા દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત્ત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ હજારો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન ર્યો. દ્રોપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી. એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત્ત વિનય બધાએ જાળવ્યો પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. નારદજી કોપ્યા. બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ઘાતકી ખંડદ્વીપમાં અમરકંકાના રાજા પદ્મનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ-લાવણ્યની અતિશય પ્રશંસા કરી પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. દ્રૌપદી. પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત્ત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે. આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રૌપદીનો ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રોપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. અત્યંત શોધ કરવા છતાં દ્રૌપદીનો પત્તો ન લાગ્યો. અચાનક નારદજી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત્ત સત્કાર ર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડઢીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રૌપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી. શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાં છે એ જણાએ પોત પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરકંકા પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ, ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 300