Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 14
________________ આગમસાર–પૂર્વાર્ધ 14 સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે – જહાં હોત હિંસા, નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે. (૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા.અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદિ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંત અનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ પૂર્ણ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે. અધ્યયન - ! – ૯ જિનપાલ અને જિનરક્ષિત ચંપા નગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂક્યા હતા. તેમની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તે જ્યારે પણ સમુદ્રયાત્રાએ ગયા, સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ ર્યો. માતા–પિતા પાસેથી અનુમતિ માંગી. માતા–પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશો છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો. ઘણી રીતે સમજાવવા છતાં યુવાનીના જોશમાં તે માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડયા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા–પિતાના વચનો સદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ ર્ક્યુ. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપારને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા–પિતાની વાતનો અસ્વીકાર કરવાથી ભારે પશ્ચાતાપ કરવા લાગ્યા. સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો; જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માકંદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી–જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ. માકન્દ્રીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર ર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા. ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુક્ત ર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માકંદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ ક્યોં. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. એક વખત બન્ને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ બુદ્ધિ પેદા થઈ. તે દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માકંદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો. તેની કરુણ કહાની સાંભળી માકંદીયપુત્રનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તે શોકમગ્ન બની ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અશ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો ( કં તારિયામિ કં પાલયામિ ) અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બન્ને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. - શૈલક યક્ષે તેની પ્રાર્થનાનો સ્વીકાર તો ર્યો પણ શરતની સાથે કહ્યું – 'રત્નાદેવી અત્યંત પાપિણી, ચંડા, રૌદ્રા, ક્ષુદ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તત્ક્ષણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતા, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ.' શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડયું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોતાં અવધિજ્ઞાનથી જાણી લીધું કે મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તીવ્ર ગતિએ તેનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ ર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શ્રૃંગાર અને કરૂણાજનક વાણી સાંભળી રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડયો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા ર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહ્યો અને સકુશલ ચંપાનગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કૃપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ન માનવાને માટે પશ્ચાતાપ કરવા લાગ્યો. પ્રેરણા – શિક્ષા :- જે નિર્પ્રન્થ અથવા નિર્પ્રન્થી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રુજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે મનુષ્ય આ ભવમાં નિંદનીય બને છે. અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા જિનરક્ષિત જેવી થાય છે. પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વિઘ્નપણે સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસક્ત રહી ચારિત્રનું પાલન કરવું જોઇએ. જે નિર્પ્રન્થ, નિગ્રન્થી મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે; ભવભ્રમણના દુઃખોથી મુક્ત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે.આ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 300