Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 13
________________ jainology | આગમસાર શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય? ગીધ–કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો? આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહયો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ ર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થયા ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વૈરાગ્ય છવાઈ ગયો. તે વખતે રાજકુમારીએ દીક્ષા અંગીકાર કરવાનો સંકલ્પ ર્યો. તીર્થંકરોની પરંપરા અનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજયા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુક્તિ મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ—મોક્ષ પધાર્યા. કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અંતે મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થંકરના ૨૮ ગણધર હતા. ૨૫ ધનુષ્યની ઉંચાઈ હતી. ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા. ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન ક્યું હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે : (૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી—આ સાતની ભક્તિ, બહુમાન, ગુણ–કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુક્ત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભક્તિ (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી. 13 ઉપરોકત બોલમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડયા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થંકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રેરણા – શિક્ષા : (૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ–સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થંકર બન્યા પછી પણ ભોગવવું પડયું. (૨) મિત્રોની સાથે ક્યારેય દ્રોહ – વિશ્વાસઘાત કરવો નહિ. સાથે સંયમ લેવાનું વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી. (૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યક્તિ પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસક્ત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે. (૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગંધ પેદા થઈ પરંતુ સમૂર્ચ્છિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ. વિવેકસભર પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિશાળ ભવન, જાલિગૃહ અને પૂતળી આદિના આરંભજન્ય નિર્માણ પ્રવૃત્તિની સાથે આહારની દુર્ગંધની પ્રવૃત્તિનો આરંભ મહત્વનો નથી અર્થાત્ ભવનના નિર્માણ માટે પૃથ્વી, પાણી, અગ્નિ આદિના આરંભ સામે આહારનો દુર્ગંધિત થવાનો આરંભ નગણ્ય સમજવો જોઇએ. (૬) પોતાની ભૌતિક ઋદ્ધિમાં ક્યારેય ફુલાવું ન જોઇએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દૃષ્ટિ રાખવી જોઇએ. (૭) પરીક્ષાની ઘડીઓ જ્યારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઇએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઇએ. દા.ત. અર્હન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉક્ત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શક્તિ વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો. (૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માત પ્રાપ્ત થતી સંપતિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અર્જુનક શ્રાવકને દેવાધિષ્ઠિત કુંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી. (૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેવાવાળા સામાન્ય પરિસ્થિતિવાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો એ તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. જે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશંસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે. સારાંશ એ છે કે અર્હન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે. (૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુ:ખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. (અહીં મલ્લિકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારને દેશનિકાલની સજાની કથા છે.) (૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુક્તિમાર્ગ માનવામાં આવે છે જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 300