Book Title: Agam Vishay Anukram Author(s): Deepratnasagar, Dipratnasagar Publisher: Deepratnasagar View full book textPage 3
________________ આગમ વિષય અનુક્રમ' સંબંધે આરંભે આટલું કહીશ ૪૫ - આગમ વિષયક સાહિત્યનું પ્રકાશન ચાલુ થયું. મૂલ આગમો, મૂલ આગમનો ગુજરાતી અનુવાદ, મૂલ આગમનો હિન્દી અનુવાદ, આગમ સૂત્ર સટીક, ઈત્યાદિ પ્રકાશનો થયા. તે સમયે એક વિચાર ફૂર્યો કે મારા બધાં જ આગમ પ્રકાશનોમાં જ્યારે મેં એક સમાન જ સૂત્ર-અનુક્રમ તૈયાર કરેલ છે, તો ૪પ-આગમનો એક બૃહત્ વિષય અનુક્રમ [Detail index of 45Aagam] હું તૈયાર કરું. એ વિચારનું મૂર્ત સ્વરૂપ તે આ ‘આગમ વિષય અનુક્રમ’ ગ્રંથ. આ ગ્રંથમાં આચારાંગ આદિ પિસ્તાળીસે આગમના પ્રત્યેક સૂત્રોમાં જ્યાં જે ઉપલબ્ધ છે, તે-તે શ્રુતસ્કંધ, અધ્યયન કે શતક કે પ્રાભૃત કે વક્ષસ્કાર કે દશા કે પદ, તેના ઉદ્દેશક વગેરેનો નામ-નિર્દેશ સહ ઉલ્લેખ કરીને પ્રત્યેક સૂત્રના ક્રમ અને તેમાં આવતા વિષયની નોંધ કરવા પૂર્વક આ ગ્રંથ બનાવેલ છે. અહીં આપેલા વિષય અનુક્રમને આધારે અમારા ૪૫ આગમના કોઈપણ પ્રકાશનમાંથી આપ આપનો ઈચ્છિત વિષય સહેલાઇથી શોધી શકો છો. અભ્યાસ પદ્ધત્તિ – [૧] આ ગ્રંથમાંથી આપનો ઈચ્છિત વિષય પસંદ કરો, [૨] તેની બાજુમાં આપેલ નંબર જુઓ, [3] ઉપર હેડ-લાઈનમાં આગમનું નામ જુઓ, [૪] આગમના નામની બાજુમાં તેના અધ્યયન આદિ તથા ઉદ્દેશક આદિનો ક્રમાંક જુઓ..... આટલું કરવાથી તમારો ઈચ્છિત વિષય ક્યા આગમસૂત્રના કયા અધ્યયન વગેરેના કયા ઉદ્દેશક આદિના કયા સૂત્રક્રમમાં આવેલ છે, તે નક્કી થઇ જશે. તે સૂત્રનો અભ્યાસ કરવો હોય તો તમે અમારા આ છ પ્રકાશન–[૧] નામ સત્તાધિ- મૂલું, [૨] આગમસૂત્ર ગુજરાતી અનુવાદ, [૩] માલમ સૂત્ર હિંદી-અનુવાદ, [૪] નામ સુત્તળિ-સટિવ,[9]આગમ સટીક ગુજરાતી-અનુવાદ,[] On line માગમ મંજૂષા, એ છ-માંથી કોઈપણ પ્રકાશનમાં જઈ, તે આગમનું પુસ્તક ખોલી, તમારા પસંદિત વિષયના સૂત્રક્રમ પાસે જશો તો તે કોઈપણ પ્રકાશનમાં તે જ નંબરમાં તમારી પસંદગીનો તે વિષય જોવા મળશે. એ રીતે તમે ઈચ્છિત વિષયનો અભ્યાસ કરી શકશો. વિશેષ લાભ – બધાં પ્રકાશનોમાં સમાન ક્રમાંકન હોવાથી પ્રસ્તુત ગ્રંથની મદદ વડે આપ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી કે હિન્દી એ કોઈપણ ભાષામાં અને મૂલ આગમ કે સટીક એ બંનેમાંથી કોઈપણ સ્વરૂપે આપના ઈચ્છિત વિષયનો અભ્યાસ કરી શકો છો. વળી ચારે ભાષાની તુલના દ્વારા કે મૂલ સૂત્ર અથવા તેના વિવેચન વડે આપના વિષયની તલસ્પર્શી માહિતીને સરળતાથી જાણી શકો છો કે ગહનતાથી સમજી શકો છો. આ રીતે આપ અમારા શ્રમને જાણી-સમજી અને સાર્થક બનાવી શકો છો..... .....મુનિ દીપરત્નસાગર. મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 344