Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૭/૨૬૩ થી ૨૬૫ થવાના મુહૂર્તમાં દૂર-દ્રષ્ટ સ્થાનની અપેક્ષાથી વિપ્રકૃષ્ટ, મૂલ-દ્રષ્ટપ્રતીત્ય અપેક્ષાથી નીકટ દેખાય છે. જોનાર જ સ્વરૂપથી ૪૭,૦૦૦ યોજનથી કંઈક અધિક વ્યવહિત ઉદ્ગમન-અસ્ત સમયે સૂર્યને જુએ છે. પણ નીકટ માને છે. મધ્ય-મધ્યમ વિભાગ ગમન કે દિવસનો મધ્યાંત, તે જે મુહૂર્તનો હોય છે, તે મધ્યાંતિક, તે આ મુહૂર્ત, તે મધ્યાહ્ન મુહૂર્ત. તેમાં મૂળમાં - નીકટ દેશમાં, દ્ર સ્થાન અપેક્ષાથી દૂર - વિપ્રકૃષ્ટ દેશમાં, દ્રષ્ટપ્રતીતી અપેક્ષાથી બંને સૂર્યો દેખાય છે. દ્રષ્ટા જ મધ્યાહમાં ઉદય-અસ્ત દર્શનની અપેક્ષાથી સૂર્યને નીકટ જુએ છે. તેને ૮૦૦ યોજને જ આ વ્યવસ્તિપણે હોવાથી મનાય છે. - ૪ - ૪ - ૧૦૧ અહીં ભગવત્ કહે છે – જે આપે અનંતર જ પ્રશ્ન વિષયી કરેલ, તેમજ છે. યાવત્ દેખાય છે. અહીં ચર્મદેશાંથી થતી પ્રતીતિ જાણવી, જ્ઞાનદશાને આશ્રીને વિસંવાદ પણ છે, તેથી સંવાદને માટે ફરી ગૌતમસ્વામી પૂછે છે – ભગવન્ ! જંબુદ્વીપમાં ઉદય-મધ્યાહ-અસ્ત મુહૂર્તમાં બંને સૂર્યો ઉચ્ચત્વથી સમ છે ? - ૪ - ઉક્ત ત્રણે મુહૂર્તમાં ઉચ્ચત્વથી સમ છે, સમભૂતલાની અપેક્ષાથી ૮૦૦ યોજન ઉંચે છે - x - ગૌતમ ! લેશ્યા-સૂર્યમંડલગત તેજના પ્રતિઘાતથી દૂરતરત્વથી ઉદ્ગમન દેશના તેના અપ્રસરણથી કહ્યું. ઉદ્ગમન મુહૂર્તમાં દૂર હોવા છતાં સમીપે દેખાય છે. લેશ્મા પ્રતિઘાતમાં સુખ દૃશ્યત્વથી સ્વભાવથી દૂર રહેલ સૂર્ય પણ નીકટ હોય તેમ લાગે છે. એ પ્રમાણે અસ્ત મુહૂર્તમાં પણ છે, કેમકે બંને આલાવા સમાનપણે છે. મધ્યાંતિક મુહૂર્તમાં લેશ્યાના પ્રતાપથી મધ્યાહ્ને નીકટ એવો સૂર્ય પણ તીવ્ર તેજથી દૂર દેખાતો હોય તેમ લાગે છે. એ પ્રમાણે નીકટપણાંથી દીપ્તલેશ્યાત્વ દિનવૃદ્ધિ ધર્માદિ ભાવો દૂરતરત્વથી મંદલેશ્યાકત્વ દિનહાનિ શીતાદિ કહેવા. ઉદય અને અસ્ત જ્યોતિકોની ગતિ પ્રવૃત્તિપણાથી થાય છે, તેથી તેના ગમન પ્રશ્નને માટે અગિયારમું દ્વાર – જંબુદ્વીપમાં બંને સૂર્યો શું અતીત-ગતિ વિષીકૃત્ ક્ષેત્રને અતિક્રમતા કે વર્તમાન ગતિ વિષય કરતાં કે ભાવિ ગતિવિષય કરનારા છે. આના વડે જે આકાશ ખંડ સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે છે, તેને ક્ષેત્ર કહે છે. તેનાથી આ અતીતાદિ વ્યવહાર વિષયત્વ પ્રાપ્ત ન થાય કેમકે અનાદિ નિધનત્વ છે, તે શંકાનું નિરસન કર્યુ. ગૌતમ ! નો શબ્દથી નિષેધાર્યત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી, કેમકે અતીત ક્રિયા વિષયીકૃત્ વર્તમાન ક્રિયાનો જ સંભવ નથી. વર્તમાનમાં જાય છે કેમકે વર્તમાન ક્રિયાના વિષયમાં વર્તમાન ક્રિયાનો સંભવ છે. અનાગતમાં અનાગત ક્રિયા વિષય પણ ન થાય, કેમકે તે અસંભવ છે. - હવે પ્રસ્તાવથી ગતિ વિષય ક્ષેત્ર કેવું હોય, તે પૂછે છે સ્પષ્ટ છે ? ઈત્યાદિ યાવત્ પદથી [ત્કૃષ્ટ જાય છે. ઈત્યાદિ સૂત્રો છે, પછી તે જ સૂત્રોની વ્યાખ્યા છે, અહીં તેનો - શું ભગવન્ ! તે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ સંયુક્ત અનુવાદ કરેલ છે −] ભગવન્ ! તે ક્ષેત્ર શું સ્પષ્ટ - સૂર્યબિંબ સાથે સ્પર્શ પામીને અતિક્રમે છે કે સ્પર્શ વિના? પૂછનારનો આવો આશય ચે - જતો એવો સૂર્ય જ ક્ષેત્રને કંઈક સ્પર્શીને અતિક્રમે છે - x - ૧૦૨ ભગવંતે કહ્યું – સ્પર્શીને જાય છે, સ્પર્ધા વિના નહીં. અહીં સૂર્યબિંબ સાથે સ્પર્શન સૂર્યબિંબ અવગાહ ક્ષેત્રથી બહાર જ સંભવે છે કેમકે સ્પર્શના અવગાહનાથી અધિક વિષયીત્વી છે. ફરી પ્રશ્ન કરે છે – ભગવન્ ! દૃષ્ટ ક્ષેત્ર અવગાઢ - સૂર્યબિંબથી અધિષ્ઠિત છે કે અનવગાઢ - તેનાથી અનધિષ્ઠિત. ભગવંતે કહ્યું કે – ગૌતમ ! અવગાઢ ક્ષેત્રમાં જાય છે, અવગાઢમાં નહીં. ભગવન્ ! જો અવગાઢમાં જાય, તો અનંતરાવગાઢ - અવ્યવધાન વડે આશ્રય કરીને જાય કે પરંપરાવગાઢ - વ્યવધાનથી આશ્રય કરીને ? ગૌતમ ! અનંતરાવગાઢથી પણ પરંપરાવગાઢથી નહીં. અહીં શું કહેવા માંગે છે ? જે આકાશખંડમાં જે મંડલ અવયવ વ્યવધાનથી અવગાઢ છે, તે મંડલ અવયવ, તે આકાશખંડમાં જાય છે, પણ બીજા મંડલ અવયવ અવગાઢ તેના વ્યવહિતત્વથી પરંપર અવગાઢપણે છે. તે અલ્પ કે અનલ્પ પણ હોય, તેથી કહે છે – ભદંત! તે અણુ જાય છે કે બાદર ? ગૌતમ ! અણુપણ સર્વ અત્યંતર મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે, બાદર પણ સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર અપેક્ષાથી છે. કેમકે તે - તે ચક્રવાલ ક્ષેત્રાનુસાર ગમનનો સંભવ છે. ગમન ઉર્ધ્વ-અધો કે તીર્જી ત્રણે ગતિમાં સંભવે છે, તેથી પૂછે છે – ભદંત ! તે ઉર્ધ્વ-અધો કે તીર્ઘા ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ! ઉર્ધ્વ પણ જાય, અધો પણ જાય, તીર્ણો પણ જાય. - ૪ - ૪ - આ વ્યાખ્યાન પ્રજ્ઞાપના ઉપાંગના અગિયારમાં ભાષાપદ, વીસમાં આહારપદમાં રહેલ ઉર્ધ્વ-અધો-તીર્છા વિષયક નિર્વચન સૂત્ર વ્યાખ્યાનુસાર કરેલ જાણવું. ગમનક્રિયા બહુ સામાયિકત્વથી ત્રિકાળ નિર્વર્તનીય થાય, ઈત્યાદિ મધ્યાદિ પ્રશ્ન છે. તો ભગવન્ ! શું તે આદિમાં જાય છે, મધ્યે જાય છે કે પર્વવસાનમાં ? ગૌતમ ! ૬૦-મુહૂર્ત પ્રમાણ મંડલ સંક્રમણકાળની આદિમાં, મધ્યમાં કે અંતમાં પણ જાય છે. કેમકે ઉક્ત ત્રણે પ્રકારે મંડલકાળ સમાપ્ત થાય છે. હવે ભગવન્ ! તે સ્વ ઉચિત ક્ષેત્રમાં જાય છે કે અવિષય અર્થાત્ સ્વઅનુચિત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે સ્વ ઉચિત, દૃષ્ટ, અવગાઢ, નિરંતર અવગાઢ સ્વરૂપ જાય છે, પણ અવિષય, અસ્પષ્ટ, અનવગાઢ, પરંપરાવગાઢ ક્ષેત્રોમાં ગમનના અયોગ્યપણાને કારણે બંને સૂર્યો ગતિ કરતા નથી. ભગવન્ ! તે સૂર્યો આનુપૂર્વી - ક્રમથી આસન્નપણે જાય છે કે અનાનુપૂર્વી - ક્રમથી આસન્ન રહિતપણે જાય છે ? ગૌતમ! આનુપૂર્વીથી જાય છે, અનાનુપૂર્વીથી

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96