Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ ૭/૨૭૫ ૧૧૭ ભગવન્ ! જ્યારે ચંદ્ર સર્વબાહ્ય મંડલમાં ઉપસંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે એકૈક મુહૂર્તથી કેટલાં ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! ૫૧૨૫ યોજન અને ૬૯૯૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે વિભાગ કરતાં આવે છે. આની ઉપપત્તિ - આ મંડલમાં પરિધિ પરિમાણ - ૩,૧૮,૩૧૫ છે. તેને ૨૨૧ વડે ગુણવામાં આવે છે. તેથી આવશે ૭,૦૩,૪૭,૬૧૫. આ સંખ્યાને ૧૩,૭૨૫ વડે ભાંગવામાં આવતા - પ્રાપ્ત સંખ્યા થશે - ૫૧૨૫, શેષ ભાગ રહેશે - ૬૯૯૦ અર્થાત્ ૫૧૨૫ - ૬૯૯૦/૧૩૭૨૫ હવે આ મંડલમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા કહે છે – ત્યારે - સર્વ બાહ્યમંડલ ચરણકાળમાં અહીં રહેલ મનુષ્યોને ૩૧,૮૩૧ યોજનથી ચંદ્ર દૃષ્ટિપથમાં શીઘ્ર આવે છે. અહીં સૂર્યાધિકારોક્ત ૩/૬૦ ભાગ, એમ અધિક મંતવ્ય છે. ઉપપત્તિ પૂર્વવત્. હવે બીજું મંડલ - નવા હું ઈત્યાદિ. ભગવન્ ! જ્યારે સર્વ બાહ્યાનંતર દ્વિતીય ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ગૌતમ! ૫૧૨૧ યોજન અને ૧૧૦૬૦ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છેદીને થોક્ત સંખ્યા આવે. આની ઉપત્તિ આ પ્રમાણે છે – અહીં મંડલમાં પરિધિ ૩,૧૮,૦૯૫ છે. તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૯૬,૭૮૫. આને ૧૩,૭૨૫ વડે ભાગ દેતા પ્રાપ્ત સંખ્યા આવશે :- ૫૧૨૧ ૧૧૦૬૦/૧૩૭૨૫ હવે ત્રીજું મંડલ - નવા f૰ ઈત્યાદિ. ગૌતમ ! ૫૧૧૮ યોજન અને ૧૪૦૫ ભાગ જાય છે. મંડલને ૧૩,૭૨૫ વડે છંદતા યથોક્ત સંખ્યા આવશે. આની ઉ૫પત્તિ - અહીં મંડલમાં પરિધિ પ્રમાણ - ૩,૧૭,૮૫૫ છે, તેને ૨૨૧ વડે ગુણતાં આવશે - ૭,૦૨,૪૫,૯૫૫. તેને ૧૩,૭૨૫ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૫૧૧૮ અને શેષ-૧૪૦૫ રહેશે. હવે ચતુર્થાદિ મંડલોમાં અતિદેશ કહે છે – આ ઉપાય વડે ચાવત્ શબ્દથી પ્રવેશતો ચંદ્ર તેના પછીના મંડલથી તેની પછીના મંડલમાં, સંક્રમણ કરતો-કરતો ૩-યોજન અને ૬૫૫ ભાગ એકૈક મંડલમાં મુહૂર્તગતિને ઘટાડતો-ઘટાડતો સર્વ અત્યંતર મંડલમાં સંક્રમણ કરતો ચાર ચરે છે. - X - અહીં સર્વાત્યંતર અને સર્વબાહ્ય ચંદ્રમંડલની દૃષ્ટિપથ પ્રાપ્તતા દર્શાવી છે, બાકીના મંડલોમાં તો તે આ આગમમાં, ચંદ્રપ્રાપ્તિ આદિમાં કે પૂર્વે પણ કોઈએ દેખાડેલ નથી, તેથી અહીં પણ કહેતા નથી. હવે નક્ષત્ર અધિકાર કહે છે, તેમાં આઠ હારો છે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧) મંડલક્ષેત્ર ચાર પ્રરૂપણા, (૨) અત્યંતરાદિ મંડલ સ્થાયી અઠ્ઠાવીશ નક્ષત્રોની પરસ્પર અંતર નિરૂપણા, (3) નક્ષત્ર વિમાનોની લંબાઈ આદિની નિરૂપણા, (૪) મંડલ સંખ્યા પ્રરૂપણા, (૫) નક્ષત્ર મંડલોનું મેરુથી અબાધા નિરૂપણ, (૬) તેનું જ લંબાઈ આદિનું નિરુપણ, (૭) મુહૂર્ત ગતિ પ્રમાણ નિરૂપણ, (૮) નક્ષત્ર મંડલોનું ચંદ્ર મંડલ વડે સમવતાર નિરૂપણ. [આ પ્રમાણે આઠ દ્વાર છે.] તેમાં આદિમાં મંડલસંખ્યા પ્રરૂપણાનો પ્રશ્ન – ૧૧૪ - સૂત્ર-૨૭૬ : ભગવન્ ! નક્ષત્ર મંડલો કેટલાં કહેલા છે ? ગૌતમ ! આહ નક્ષત્ર મંડલો કહેલા છે. જંબુદ્વીપ દ્વીપમાં કેટલા ક્ષેત્રના અવગાહન કર્યા પછી કેટલાં નક્ષત્ર મંડલો છે તેમ કહ્યું છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી અહીં બે નક્ષત્રમંડલ કહેલાં છે. ભગવન્ ! લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહન કર્યા પછી, કેટલાં નક્ષત્ર મંડલો કહેલાં છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્ર અવગાહ્યા પછી, અહીં છ નક્ષત્ર મંડલો કહેલા છે. આ પ્રમાણે બધાં મળીને જંબુદ્વીપ દ્વીપમાં અને લવણ સમુદ્રમાં આઠ નક્ષત્ર મંડલો હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! સાિંતર નક્ષત્ર મંડલથી કેટલા અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્રમંડલ હોય છે, તેમ કહેલ છે? ગૌતમ ! સત્યંતર નક્ષત્ર મંડલી ૫૧૦ યોજનના અબાધા અંતરે સર્વબાહ્ય નક્ષત્ર મંડલ કહેલ છે. ભગવન્ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું આ કેટલું અબાધા અંતર છે, તેમ કહેલ છે ? ગૌતમ ! એક નક્ષત્ર મંડલથી બીજા નક્ષત્ર મંડલનું અબાધા અંતર બે યોજન હોવાનું કહેલ છે. ભગવન્ ! નક્ષત્ર મંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી અને કેટલાં બાહાથી કહેલ છે. ગૌતમ ! નક્ષત્ર મંડલ એક ગાઉ લાંબુ-પહોળું છે. તેનાથી ત્રણ ગુણાથી અધિક પરિધિ છે અને બાહલ્સ અદ્ધગાઉ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી - દૂર સત્યંતર નક્ષત્રમંડલ કહેલ છે ? ગૌતમ ! મેરુથી ૪૪,૮૨૦ યોજનના અબાધા આંતરતી સવાિંતર નક્ષત્ર મંડલ કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96