Book Title: Agam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૭/૨૭૮ થી ૨૮૫ ૧૩૯ ૧૪૦ જંબૂદ્વીપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ પૌષી પછી શિશિરઋતુ ઈત્યાદિ. જે સંવત્સર અતિ ઉષ્ણ કે અતિશીત નથી, ઘણાં જળવાળો હોય તે લક્ષણથી નિષ્પન્ન, તે નક્ષત્રસંવત્સર. * * * * * હવે ચંદ્ર - ચંદ્ર સાથે સમક યોગને ઉપયત વિષમચારી - વિદેશ નામક માસવાળા નખો તે-તે પૂર્ણિમા - મહીનાની અંત્ય તિથિ તેને પૂર્ણ કરે છે, તે જાણવું. જે કટક - શીત, આતપ રોગાદિ દોષની બહુલતાપણે, પરિણામદારુણતાથી છે, તેને ચંદ્ર સંબંધી ચંદ્રના અનુરોધથી તે માસની પરિસમાપ્તિ છે, માસ સદેશ નામ નuથી. નહીં. હવે કર્મ નામે - જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળે પલવ, અંકુર આદિથી યુકત થઈ પરિણમે છે, તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ્ય અને કળા આપે છે, અકાળે પલ્લવો અને અકાળે પુષ્પ અને ફળો આપે છે તે. તથા વૃષ્ટિ સમ્યક્ ન વરસે - વરસાદ ન થાય, તે કર્મ સંવત્સર છે. - હવે સૌર - પૃથ્વી અને ઉદક તથા પુષ્પ અને ફળોના સ, તેને આદિત્ય સંવત્સર આપે છે. તથા થોડી પણ વાણિી ધાન્ય તિપાદિત થાય છે. અર્થાત જે સંવત્સરમાં પૃથ્વી, તથાવિધ ઉદકના સંપર્કથી અતિ સ-રસ થાય છે. પાણી પણ સુંદર પરિણામવાળા સયુક્ત પરિણમે છે, પુષ્પો - મધૂકાદિ સંબંધી, ફળો-આમ ફળાદિ રસ પ્રચૂર થાય છે, થોડાં પણ વરસાદ વડે ધાન્ય સર્વત્ર સારું પાકે છે, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ પ્રષિઓએ કહેલ છે. ધે અભિવર્તિત- જે સંવત્સરમાં ક્ષણ, લવ, દિવસો, ઋતુ, સૂર્યના તેજથી કરીને તીવ તપ્ત થાય છે. બધાં પણ નિમ્ન સ્થળો અને સ્થળો જળ વડે ભરાય છે, તે સંવત્સરને અભિવર્તિત સંવત્સર જાણવો તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. હવે શનૈશ્ચર સંવત્સર - ૨૮ પ્રકારે છે. જેમકે - અભિજિતુ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ શનૈશ્ચર સંવત્સર, ઘનિષ્ઠા શનૈશ્ચર સંવત્સર, શતભિષજુ શનૈશ્ચર સંવત્સર, પૂર્વભાદ્રપદા શનૈશ્ચર સંવત્સર ચાવત્ મૃગશિર્ષ શનૈશ્ચર સંવત્સર ઈત્યાદિ. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્ર સાથે શનૈશ્ચર યોગને કરે છે, તે અભિજિત શનૈશ્ચર સંવત્સર, જેમાં શ્રવણનક્ષત્ર સાથે શનિ યોગને કરે છે, તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર, એ પ્રમાણે બધાં નમોના શનૈશ્ચર સંવત્સર કહેવા. અથવા શનૈશ્ચર મહાગ્રહ ૩૦ સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલઅભિજિતાદિને સમાપ્ત કરે છે, એટલો કાળ વિશેષ, તે 30 વર્ષ પ્રમાણ શનૈશ્ચર સંવત્સર કહેવાય. સંવત્સરો કહ્યા. હવે આમાં કેટલાં માસો હોય તે પ્રશ્ન - • સૂત્ર-૨૮૬ થી ૨૮ - રિ૮૬] ભગવન! એક એક સંવત્સરના કેટલાં માસ કહેલા છે ? ગૌતમ ! બાર માસ કહેલાં છે, તેના બે ભેદે નામો કહેલા છે, તે આ પ્રમાણે - લૌકિક અને લોકોત્તર, તેમાં લૌકિક નામે આ પ્રમાણે છે – શ્રાવણ, ભાદરવો, આસો યાવતું આષાઢ. લોકોતરિક નામો આ પ્રમાણે છે – [૨૮૭,૨૮૮] અભિનંદિત, પ્રતિષ્ઠિત વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ શિશિર, હિંમવાનું...વસંતમાસ, કુસુમ સંભવ, નિદાઘ અને બારમો વનવિરોધ. [૨૮] ભગવત્ ! એક માસના કેટલાં પક્ષો કહેલા છે? ગૌતમ 7 બે પક્ષ કહેલ છે, તે આ પ્રમાણે – કૃષણપક્ષ અને શુકલપક્ષ. - ભગવન! એક એક પક્ષના કેટલા દિવસો કહેલા છે? ગૌતમ ! પંદર દિવસો કહેલા છે, તે આ પ્રમાણે - પતિપદા દિવસ, દ્વિતીયા દિવસ યાવતું પંચદશી દિવસ. ભગવાન ! આ પંદર દિવસોના કેટલા નામો કહેલા છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે, તે આ - રિ૯૦ થી ર૯ પૂવગ, સિદ્ધ મનોરમ, મનોરથ, યશોભદ્ર, યશોધર, સર્વકામ સમૃદ્ધ... ઈન્દ્રમૂધઈભિષિક્ત, સોમનસ, ધનંજ, સિદ્ધ, અભિાત, અત્યશન, શdજય.. અનિવેમ્મ અને પંદરમો ઉપશમ એ દિવસના નામો છે. - ભગવાન ! આ પંદર દિવસોમાં કેટલી તિથિ કહી છે? ગૌતમ / ૧૫-તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂણએ પક્ષની પાંચમી તિથિ છે, ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પૂણી એ પક્ષની દશમી તિથિ છે. ફરી પણ નંદા ભદ્રા, જયા, તુચ્છા અને પૂર્ણ એ પક્ષની પંદરમી તિથિ છે. એ પ્રમાણે ત્રણ આવૃત્તિઓમાં બધાં દિવસોની તિથિઓ કહેલી છે. ભગવન! એક-એક પક્ષમાં કેટલી રાત્રિએ કહેલી છે? ગૌતમ! પંદર રાત્રિઓ કહેલી છે, તે આ રીતે - પ્રતિપદા રાત્રિ યાવતું પંદરમી રાત્રિ. ભગવના આ પંદર ગિઓ કયા નામથી કહેલ છે ? ગૌતમ! તેના પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે – [૨૩ થી ર૯૫] ઉત્તમા, સુનામા, એલાપત્યા, યશોધરા, સોમનસા, શ્રીસંભૂત... વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા, ઈચ્છા, સમાહારા, તેજ, અતિતેજા... અને દેવાનંદા કે નિરતિ પંદરમી. આ રાત્રિના નામો છે. ભગવન! આ પંદર રાત્રિની કેટલી તિથિ કહેલ છે. ગૌતમ! પંદર તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વ સિદ્ધા અને પાંચમી શુભનામાં ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને દશમી શુભનામાં. ફરી પણ ઉગવતી, ભોગવતી, યશોમતી, સdસિદ્ધા અને પદમ-છેલ્લી શુભનામા. એ પ્રમાણે ત્રણ આવૃત્તિમાં આ તિથિઓ બધી રાત્રિમાં આવે. ભગવદ્ ! એકૈક અહોરાત્રમાં કેટલા મુહુર્તા કહેલાં છે ?

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96