Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 46 તંદુવેયાલિય- [3] [39]કોઈ પાપાત્મા અશુચિ પ્રસ્ત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટ થી 12 વર્ષ સુધી રહે છે [૩૭-૪૨]જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવ કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મળ-મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે. જેમ વિષ્કામાં કૃમિ ઉત્પન્ન થાય છે તે જ રીતે પુરુષ ના પિત, કફ, વીર્ય, લોહી અને મૂત્ર વચ્ચે જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહ માં થઈ હોય. અશુચિથી ઉત્પન્ન અને હંમેશા દુર્ગંધ યુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશા શુચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? ૪િ૩-પ૭]હે આયુષ્યમાનું ! આ પ્રકારે ઉત્પન્ન જીવની ક્રમથી દશ દશા કહી છે. તે આ પ્રમાણે- બાલા, કીંડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પ્રપંચા, પ્રભારા, મુન્મની અને શાયની જીવનકાળની આ દશ અવસ્થા કહેલી છે. - જન્મ થતા જ તે જીવ પ્રથમ અવસ્થા પામે છે. તેમાં અજ્ઞાનતા ને લીધે સુખ-દુઃખ અને ભુખને જાણતો નથી. બીજી અવસ્થા માં તે વિવિધ ક્રીડા દ્વારા કીડા કરે છે. તેની કામ ભોગ માં તીવ્ર મતિ ઉત્પન થતી નથી. જ્યારે તે ત્રીજી અવસ્થા પામે છે. ત્યારે પાંચ પ્રકારના ભોગો ભોગવવા નિક્ષે સમર્થ થાય છે. ચોથી બલાનાની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ બને છે. પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે. અને પરિવારને પામે છે. છઠ્ઠી હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પ્રતિ વિરકત થાય, સાતમી પ્રપંચા દશામાં તે સ્નિગ્ધ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાંસતો રહે છે. સંકુચિત થયેલી પેટની ચામડી વાળો આઠમી અવસ્થામાં તે સ્ત્રીઓને અપ્રિય થાય છે. અને વૃદ્ધાવસ્થામાં પરિણમે છે. નવમી મુત્સુખ દશામાં શરીર વૃદ્ધાવસ્થા થી આક્રાન્ત થઈ જાય છે અને કામવાસના થી રહિત થાય છે. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે અને સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ બ્રાન્તચિત્ત, દુર્બળ અને દુઃખદ અવસ્થા પામે છે... દશવર્ષની ઊંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઊંમર વિદ્યા પ્રાપ્તિની ત્રીસ સુધી વિષય સુખ અને ચાલીસ વર્ષ સુધીની ઊંમર વિશિષ્ટ જ્ઞાનની હોય છે. પચાસે આંખની દષ્ટિ ક્ષીણ થાય, સાઠે બાહુબળ ઘટે, એસીમાં વર્ષની ઊંમરે આત્મ ચેતના ક્ષીણ થાય, નેવુની ઊંમર સુધીમાં શરીર વળી જાય અને સોમાં વર્ષે જીવન પૂર્ણ થાય. આમાં સુખ કેટલે-દુઃખ કેટલું? [૫૮-૬૨]જે સુખ પૂર્વક 100 વર્ષ જીવે અને ભોગોને ભોગવે છે. તેના માટે પણ જિનભાષિત ધર્મનું સેવન શ્રેયસ્કર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું? તેને જીતેન્દ્ર દ્વારા ઉપદેશિત શ્રેષ્ઠતર ધર્મનું પાલન કરવું તે જ કર્તવ્ય છે. સાંસારિક સુખ ભોગવતો તે એમ વિચારી ધર્માચરણ કરે કે મને ભવાંતરમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ વિચારી ધમચરણ કરે કે ભવાંતરમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. નર કે નારીને જાતિ, ફળ, વિદ્યા અને શિક્ષા પણ સંસારથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કમોંથી જ વૃદ્ધિને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25