Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સૂત્ર૨૪ [૨૪]હે ભગવન્! શું ગર્ભમાં રહેલો જીવ ગર્ભમાં જ મરીને) નરકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ગર્ભમાં રહેલી સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વીર્યવિર્ભાગજ્ઞાન-વૈક્રિય લબ્ધિ દ્વારા શત્રુસેના ને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું છું. પછી વૈક્રિય સમુદ્દઘાત કરી ચતુરગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું. તે અર્થ-રાજય-ભોગ અને કામ નો આકાંક્ષી, અર્થ આદિનો પ્યાસી, તે જ ચિત્ત-મન-લેયા અને અધ્યવસાયવાળી, અથદિને વિશે તત્પર, તેને જ માટે ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તેજ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. કોઈ નથી થતો. [25] હે ભગવાન્ ! ગર્ભસ્થ જીવ શું દેવલોકમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ જીવ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. હે ભગવન! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભમાં સ્થિત સંશી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિ વાળો જીવ વૈક્રિય-વીર્ય અને અવધિજ્ઞાન લબ્ધિ દ્વારા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળીને ધારણ કરી શીધ્રપણે સંવેગ થી ઉત્પન્ન તીવ્ર ધમનુરાગથી અનુરક્ત થાય. તે ધર્મ-પુણ્ય-સ્વર્ગ-મોક્ષનો કામી, ધર્માદિની આકાંક્ષાવાળો-પીપાસાવાળો, તેમાં જ ચિત્ત-મન લેયા અને અધ્યવસાયવાળો. ધમદિને વિશે જ પ્રયત્નશીલ, તેમાં જ તત્પર, તેના પ્રતિ સમર્પિત થઈ ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત થઈ તે જ સમયમાં મૃત્યુ પામે તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી કોઈજીવ દેવલોકમાં ઉત્પન થાય છે, કોઈ થતો નથી, 26-31 હે ભગવન્! ગર્ભમાં રહેલો જીવ ઉલટો સુવે છે, પડખે સુવે છે કે વક્રાકાર? ઉભો હોય છે કે બેઠો? સુતો હોય કે જાગતો ? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હે ગૌતમ ! ગર્ભસ્થિત જીવ ઉલટો સુવે છે. વાવતુ માતાના દુઃખે દુઃખી થાય છે. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સમ્યક રૂપે પરિપાલન કરે છે, વહન કરે છે. તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની તથા પોતાની રક્ષા કરે છે. માતા સુવે ત્યારે સુવે. જાગે ત્યારે જાગે, સુખી હોય ત્યારે સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી થાય છે તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ હોતા નથી. અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, દાઢી-મૂંછના રોમના રૂપમાં પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોશ્વાસ બધું શરીર પ્રદેશોથી થાય છે. અને તે કવલાહાર કરતો નથી. આ રીતે દુખી જીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. [૩ર-૩૪]હે આયુષ્યમાનું ! ત્યારે નવ મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે સ્ત્રી, પુરુષ, નપુસંક કે માંસપિંડ. શુક્ર ઓછું અને રજ વધુ હોય તો સ્ત્રી થાય, રજ ઓછી અને શુક વધુ હોય તો પુરુષ ઉત્પન્ન થાય, રજ અને શુક્ર બંને સમાન માત્રામાં હોય તો નપુસંક ઉત્પન્ન થાય અને માત્ર સ્ત્રી રજની સ્થિરતા રહે તો માંસપિંડ ઉત્પન્ન થાય. [૩૫]પ્રસવ સમયે બાળક માથા અથવા પગની નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકશલ જન્મે છે પણ જો તે તીર્ણ થઈ જાય તો મરણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25