Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 54 તંદુલવાલિય- [35]. આ શરીર વિષ્ઠાનું ઘર છે આવા મળગૃહમાં કોણ રાગ કરે ? જેમ વિષ્ઠાના કુવા નજીક કાગડા ફરે છે. તેમાં કૃમિ દ્વારા સુલ-સુલ શબ્દ થયા કરે છે અને સ્ત્રોતોથી દુર્ગધ નીકળે છે. (મરેલા શરીર ની પણ આ જ દશા છે. મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચ થી ખોદે છે. લતાની માફક હાથ ફેલાય જાય છે. આંત બહાર કાઢી લે છે અને ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી સુલ-સુલ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કૃમિ સમૂહ મિસમિસ અવાજ કરે છે. આંતરડામાંથી વિથિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બીભત્સ લાગે છે. [૧૩-૧૪ર પ્રગટ પાંસળી વાળું વિકરાળ, સુકા સાંધાથી યુક્ત, ચેતના રહિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિ ને કાઢનાર, ઝરતા કાચા ઘડા સમાન આ શરીર પ્રતિ નિર્વેદ ભાવ ધારણ કરો. બે હાથ-બે પગ અને મસ્તક ધડ સાથે જોડેલ છે. તે મલિન મલનું કોમ્બગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપવાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો અને પર ગંધ થી સુગંધિતને તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન અને તર્ક નો ગંધને પોતાની ગંધ માની પ્રસન્ન થાઓ છો. તારું મોટું મુખવાસથી, અંગ-પ્રત્યંગ અગરથી, કેશ સ્નાનાદિ વેળા લગાડેલ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તારી પોતાની ગંધ શું છે ? હે પુરષ ! આંખ-કાન-નાક નો મેલ તથા શ્લેષ્મ, અશુચિ અને મુત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. [143] કામ રાગ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હજારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ સ્ત્રિયોની પ્રશંસા માં ઘણું જ કહેવાયું છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્ત્રિયો સ્વભાવથી કુટીલ, પ્રિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટીલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પુરુષો માટે વધસ્થાન લજ્જાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મર્યાદા તોડનારી, રાગનું ઘર, દુરાચારિયોનું નિણાસ સ્થાન, સંમોહનની માતા, જ્ઞાનનો નાશ કરનારી, બાહ્મચર્યનાશ કરનારી, ધર્મમાં વિખરૂપ. સાધુઓની શત્રુ, આચાર સંપન્ન માટે કલંકરૂપ કર્મરૂપી રજનું વિશ્રામ ગૃહ મોક્ષમાર્ગમાં વિનુભૂત. દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી તૃણ આચ્છાદિત કૂવા સમાન, જાદૂગરની જેમ સેંકડો ઉપચાર થી આબદ્ધ કરનારી, દુગ્રાહ્ય સભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવસ્થિત, અન્તરંગ વણ ની સમાન કુટીલ હૃદય, કાળા સર્પની જેમ અવિશ્વાસનીય. છળ છ% યુક્ત હોવાથી પ્રલય જેવી, સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુષ્પરિવર્તનીય, ચંચળતા માં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરુણની જેમ કામપાશરૂપી હાથ વાળી, પાણીની જેમ નિમ્ન-અનુગામિની, કૃપણ ની જેમ ઉલટા હાથ વાળી, નરક સમાન ભયાનક, ગર્દભની જેમ દુશીલા, દુષ્ટ ઘોડાની જેમ દુર્દમનીય, બાળકની જેમ ક્ષણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25