Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ સૂત્ર-૨ શુભ કર્મો (પુણ્ય) ક્ષીણ થતા પૌરુષ પણ ક્ષીણ થાય છે. શુભકમની વૃદ્ધિ થતા પૌરુષ પણ વૃદ્ધિ પામે છે. [3] હે આયુષ્યમાનું પુણ્ય કૃત્યો કરવાથી પ્રતિમાં વૃદ્ધિ થાય છે. પ્રશંસાધન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તેથી હે આયુષ્યમાનું એવું કદી ન વિચારવું કે અહીં ઘણાં સમય, આવલિકા, ક્ષણ, શ્વાસોશ્વાસ, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, આહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, શતવર્ષ, સહસ, વર્ષ લાખ, કરોડ કે કોડા ક્રોડ વર્ષ જીવવું છે. જ્યાં અમે ઘણાં શીલ, વ્રત, ગુણવિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારીને સ્થિર રહીશું. હે આયુષ્યમાન્ ! ત્યારે એવું ચિંતન કેમ નથી કરતો કે નિશ્ચયથી આ જીવન ઘણી બાધા થી યુક્ત છે. અને તેમાં ઘણાં વાર, પિત્ત, શ્લેષ્મ, સન્નિપાત વગેરે વિવિધ રોગાતક જીવનને સ્પર્શે છે. ? [૬૪]હે આયુષ્યમાનું ! પૂર્વકાળમાં યુગલિક, અરિહંત ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર આદિ મનુષ્ય રોગ રહિત હોવાથી લાખો વર્ષો સુધી. જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપ વાળા ઉત્તમ ભોગ-ભોગવનારા, ઉત્તમ લક્ષણ ધારી, સવાંગ સુંદર શરીરવાળા હતા તેમના હાથ અને પગના તળીયા, લાલ કમળ પત્ર જેવા, અને કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર, મગર, સાગર, તથા ચક્ર આદિ ઉત્તમ અને મંગલ ચિહ્નોથી યુક્ત હતા. પગ કાચબાની જેમ સુપ્રતિષ્ઠિત, અને સુસ્થિત, જાંઘ હરિણી અને કુરૂવિંદ નામના તૃણ સમાન વૃત્તાકાર, ગોઢણ. ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસ યુક્ત, ગુહઠ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્યભાગ સમેટેલી ટીપાઈ, મૂસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખડુગની મૂઢ અને વજ જેવા વલયાકાર, નાભિ ગંગાના આવર્ત અને પ્રદક્ષિણાવર્તી તરંગ સમૂહ જેવી, સૂર્યકિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ, રોમરાજિ રમણીય, સુંદર સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવયયુક્ત અતિ કોમળ, મૃદુ કુક્ષિ મત્સ્ય અને પક્ષીની જેમ ઉન્નત, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ નિગ્ધ અને ઝુકેલા પડખાં વાળું, અલ્પરોમ યુક્ત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુષ્યો ધારણ કરે છે. જેના હાડકાં માંસ યુક્ત હોવાથી નજરે પડતાં નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર રચના વાળા, રોંગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષસ્થળ સોનાની શિલા જેવા ઉજ્જવળ, પ્રશસ્ત, સમતલ પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિલ વાળા, ભૂજા નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગેશ્વરના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગળીયા જેવી લટકતી, સાંધા મુગ જોડાણ જેવા, માંસ-ગૂઢ- હષ્ટપુષ્ટ-સંસ્થિત-સુગઠિત સુબદ્ધ-નસોથી કસાયેલ- ઠોસ સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દઢ, હાથ લાલ હથેળી વાળા- પુષ્ટ કોમળ-માંસલ-સુંદર બનાવટ વાળા-પ્રશસ્ત લક્ષણો વાળા, આંગળી પુષ્ટ-છિદ્રરહિત-કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગનાપાતળા-સ્વચ્છ-કાંતિવાળા- સુંદર અને સ્નિગ્ધ, હાથની રેખાઓ ચંદ્રમાંસૂર્ય-શંખ-ચક અને સ્વસ્તિક આદિશુભ લક્ષણ વાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25