Book Title: Agam Deep 28 TandulVeyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 44 તંદુલાલિય- [16] બંને ની મધ્યમાં નિવાસ કરે છે તે નપુંસક જીવ હોય છે. તિર્યંચ યોનિમાં ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ માનેલી છે. [૧૭-૧૯નિશ્ચયથી આ જીવ માતા-પિતાના સંયોગે ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે પહેલો માતાની રજ અને પિતાના શુકના કલુષ અને કિલ્શિષ નો આહાર કરી રહે છે. પહેલા સપ્તાહે જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવા જામેલા રૂપે ત્યાર બાદ લચીલી માંસ પેશી જેવો અને પછી કોસ થઈ જાય છે. ત્યાર પછી પહેલે મહિને તે ફૂલેલા માંસ જેવો, બીજે મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને તે માતાને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. ચોથે મહિને માતાના સ્તન વગેરેને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ, પગ, માથું એ પાંચ અંગો તૈયાર થાય છે. છટ્ટ મહિને પિત્ત અને લોહીનું નિર્માણ થાય છે. તેમજ અન્ય અંગ-ઉપાંગ બને છે. સાતમે મહિને 700 નસ, પ૦૦ માંસ પેશી, નવ ધમની અને માથા તથા દાઢી સિવાયના વાળોના 99 લાખ રોમછિદ્ર બને છે. બને છે. માથા અને દાઢી ના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂવા ઉત્પન્ન થાય છે. આઠમે મહિને પ્રાયઃ પૂર્ણતા પ્રાપ્ત કરે છે. ૨૦]હે ભગવન્! શું ગર્ભસ્થ જીવ ને મળ, મૂત્ર, કફ, શ્લેષ્મ, વમન, પિત્ત, વીર્ય કે લોહી હોય છે? આ અર્થ બરાબર નથી અથતુ તેમ હોતું નથી. હે ભગવનું ! કયા કારણથી આપ આમ કહો છો કે ગર્ભસ્થ જીવને મળ યાવતુ લોહી હોતું નથી, ગૌતમ ! ગર્ભસ્થ જીવ માતાના શરીરમાં જે આહાર કરે છે. તેને નેત્ર, ચક્ષુ, ધાણ, રસના અને સ્પન ઈન્દ્રિય રૂપે, હાડકા, મજ્જા, કેશ, દાઢી, મૂંછ, રોમ અને નખ રૂપે પરિણમાવે છે. એ કારણે એમ કહયું કે ગર્ભસ્થજીવને મળ વાવતું લોહી હોતું નથી. [૨૧-૨૨]હે ભગવનું ! ગર્ભસ્થ સમર્થ જીવ મુખેથી. કવલ આહાર કરવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. હે ભગવનું એમ કેમ કહો છો ? હે ગૌતમ ! ગર્ભસ્થ જીવ બધી તરફથી આહાર કરે છે. બધી તરફથી પરિણમિત કરે છે. બધી તરફથી શ્વાસ લે છે અને જોડે છે. નિરંતર અહાર કરે છે અને પરિણમાવે છે. નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. તે જીવ જલ્દી થી આહાર કરે છે અને પરિણમાવે છે. જલ્દી શ્વાસ લે છે અને મૂકે છે. માતાના શરીરથી જોડાયેલ પુત્રના શરીરને સ્મૃતિ કરનાર એક નાડી હોય છે જે માતાના શરીર રસની ગ્રાહક અને પુત્રના જીવન રસની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર ગ્રહણ કરે છે તેવૅ જ પરિણમાવે છે. પુત્રના શરીર સાથે જોડાયેલી અને માતાના શરીરને સ્પર્શતી એક બીજી નાડી હોય છે. તેમાં સમર્થ ગર્ભસ્થ જીવ મુખે થી કવલ-આહાર ગ્રહણ કરતો નથી. હે ભગવન્! ગર્ભસ્થ જીવ કયો આહાર કરે? હે ગૌતમ ! તેની માતા જે વિવિધ પ્રકારની રસવિગઈ- કડવું, તીખું, તુર, ખારું, મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિક રૂપે ઓજાહાર કરે છે. તે જીવ ની ફળ ના બિટ જેવી કમળની નાળના આકારની નાભિ હોય છે. તે રસ ગ્રાહક નાડી. માતાની નાભિ સાથે જોડાયેલી હોય છે. તે નાડીથી ગર્ભસ્થજીવ ઓજાહાર કરે છે. અને વૃદ્ધિ પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. [23 હે ભગવન્! ગર્ભના માત અંગ કેટલા અને પિતૃ અંગ કેટલા ? હે ગૌતમ ! માતાના ત્રણ અંગ કહયા છે. માંસ, લોહી અને મસ્તક, પિતાના ત્રણ અંગ હાડકા, મજ્જા અને દાઢી-મુંછ-રોમ તથા નખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25