Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ 244 અનુત્તરોહવાઇય દસાઓ- 3/17 ( વર્ગ૩ ક અધ્યયન-ધન્ય) 7i-9 તો ભગવન્! શ્રમણ ભગવાન યાવતુ મોક્ષને પ્રાપ્ત થયેલા મહાવીર સ્વામીએ ત્રીજા વર્ગનો શો અર્થ વર્ણવ્યો છે? હે જંબૂ! અનુત્તરોવ વાઈયદશાંગના ત્રીજા વિગેના દસ અધ્યયનો પ્રરૂપ્યા છે ધન્ય, સુનક્ષત્ર, ઋષદાસ, પલ્લક, રામપુત્ર, ચંદ્ર, " પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ્લ, વિહલકુમાર. [૧૦]હે ભગવન! શ્રમણ ભગવાને ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે? શું ભાવ વર્ણવેલ છે? હે જંબૂ ! તે કાળે અને તે સમયે કાકંદી નગરી હતી. તે નગરી જન, ધન અને ભવનોથી સમૃદ્ધ હતી. સહસ્ત્રાભ્રવન ઉદ્યાન હતું. તે ઉદ્યાન સર્વ ઋતુ ઓના પુષ્પ, ફળ આદિથી સમૃદ્ધિ હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. ભદ્રાસાર્થ વાહિની. રહેતી હતી. તે સાર્થવાહિની સમૃદ્ધ યાવતું કોઈથી પરા ભવ પામનારી ન હતી. તે ભદ્ર સાવાહિનીનો ધા નામક પુત્ર હતો. તે પુત્ર સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતુ સુંદર રૂપવાળી હતો. તે બાળક પાંચ ધાવમાતાથી ઘેરાયેલો રહેતો. મહા બલકુમારનો. વૃત્તાન્ત પ્રમાણે અહીં પણ સમજવું. વાવત્ બહોંત્તેર કળાઓનું ધન્નાએ અધ્યયન કર્યું. ત્યાર બાદ તે બાળક ધીરે ધીરે ભોગ ભોગવવા સમર્થ થઈ ગયો. ત્યાર બાદ ભદ્રા સાર્થવાહિનીએ ધન્નાકુમારને બાલભાવથી મુક્ત અને સર્વ ભોગોને ભોગવવા સમર્થ થયેલ જાણીને બત્રીશ ઊંચા અને શ્રેષ્ઠ મહેલ કરાવ્યાં. તેમની મધ્યમાં અનેક સેંકડો સ્તભથી યુક્ત પ્રધાનભવન કરાવ્યું યાવતું બત્રીસ ઉત્તમ શ્રેષ્ઠી ઓની કન્યાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું. કરાવીને બત્રીસે બત્રીસ કન્યાઓને દાસ-દાસી, ધન-ધાન્ય આદિ દહેજ આવે છે. યાવતુ ધન્નાકુમાર ઉપર મહેલમાં વાદ્યોના નાદ સાથે મનુષ્ય સંબંધી સુખ ભોગવતો થકો વિચારે છે. તે કાળમાં અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સહસ્ત્રાભ્રવન ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ્ દર્શન માટે નીકળી. કોણિક રાજાની જેમ જિતશત્રુરાજા પણ ભગવાનની દેશના સાંભળવા માટે નીકળ્યાં. ત્યાર બાદ તે ધન્ના કુમારે ભગવાનના આગમનના સમાચાર લોકોના મહાશબ્દો દ્વારા જાણ્યા. જમાલિકુમારની જેમ ધન્નાકુમાર પણ જાય છે. વિશે ષતા એટલી કે તે પગે ચાલીને જાય છે. ધર્મકથા સાંભળી પરિષદુ સહિત રાજા સ્વસ્થાને ગયા. પત્રાકુમાર ધર્મકથા સાંભળીને વૈરાગ્યવાનું થયા. યાવતુ કહેવા લાગ્યા. હે ભગવન્! હું મારી માતા ભદ્રા. સાર્થવાહિની ને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. યાવતુ જમાલીની જેમ ધન્નાકુમાર પોતાની માતાને પૂછે છે. પૂછતાં જ માતાભદ્રા મૂચ્છિત થઈ જાય છે. મુચ્છ દૂર થવા પર માતા આ પ્રમાણે કહે છે. મહાબલ કુમારને માતા પિતાની સાથે વાત મુજબ અહીં પણ જાણવું. યાવત્ માતા પુત્રને ઘેર રાખવામાં સમર્થ ન થઈ ત્યારે, જે પ્રમાણે થાવથ્ય પુત્રની માતાએ કૃષ્ણ મહારાજાને દીક્ષા વિષયક પૂછ્યું હતું તે જ પ્રમાણે ભદ્રા સાર્થવાહિનીએ જિતશત્રુ રાજાને દીક્ષા માટે કહ્યું, અને છત્ર ચામરની યાચના કરી. જિતશત્રુ રાજાએ થાવચ્યા પુત્રની જેમ દીક્ષામહોત્સવ કર્યો, ધન્ના કુમાર દીક્ષિત થયા. અણગાર બની ઈય સમિતિથી યુક્ત યાવતુ ગુપ્ત બ્રહ્મચારી બની વિચરવા લાગ્યા. ત્યાર પછી ધન્ના અણગારે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે શ્રમણ ભગ વાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! જો આપની અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19