Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ વર્ગ-૩, અધ્યયન-રથી૧૦ 249 રાજગૃહનગરીમાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ત્યાં ભગવાન પધાર્યા. પરિષદ નીકળી. રાજા પણ નીકળ્યા. ધર્મકથા સાંભળી રાજા પાછા ફર્યા અને પરિષદ પણ પાછી ફરી. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારને કોઈ વખતે ધર્મજાગરણ જાગતાં એવા પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો. યાવતુ તે સંલેખના અંગીકાર કરે છે. તે ઘણા વર્ષ સુધી દીક્ષા પયરયનું પાલન કરી કાળ સમયે કાળ કરે છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા ગ્રહણ કરી સિધ્ધ થશે, યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. હે જેમ્બ્ર. જેવી રીતે સુનક્ષત્ર અણગારનું કથન કરવામાં આવ્યું તે પ્રમાણે શેષ આઠેયનું કહેવું. વિશેષતા આ પ્રમાણે છે- અનુક્રમથી બે રાજગૃહે બે સાકેતમાં બે વાણીજ્યગ્રામમાં નવમાં હસ્તિનાપુરમાં અને દસમાં રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. આ નવની માતા ભદ્રા હતી. નવેયને બત્રીસ સ્ત્રીઓ હતી. નવનો દીક્ષામહોત્સવ થાવસ્યા પુત્રની સમાન થયો. વેહલ કુમારની દીક્ષાનો ઉત્સવ તેમના પિતાએ કર્યો. ધન્ના અણગારની નવમાસની દીક્ષા પર્યાય, વેહલ કુમારની છમાસ, બાકી શેષનો ઘણા વર્ષનો દીક્ષા પર્યાય, સર્વની એક માસની સંલેખના, સર્વ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. સર્વ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. આ પ્રમાણે દસે અધ્યયન સંપૂર્ણ થયા. સુધમાં સ્વામી કહે છે-હે જબ્બ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગનો આ અર્થ કહ્યો છે. [અનુત્તરોપપાતિકદશાનો એક જ શ્રુતસ્કંધ છે. તેમાં ત્રણ વર્ગ છે. ત્રણ દિવસ માં એમનો ઉપદેશ કરાય છે. પ્રથમ વર્ગના દશ બીજા વર્ગના તેર, ત્રીજા વર્ગના દશ અધ્યયનો છે, સર્વ મળીને તેત્રીસ અધ્યયન છે.] વર્ગ-૩-અધ્યયન-ર-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ વર્ગ૭-ગુર્જરછાયાપૂર્ણ 9] અનુત્તરોવવાઈયદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ નવમું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19