Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વર્ગ-૩, અધ્યયન-૧ 247 અથવા કોમળ સિસ્તા લક હોય તેને કાપી તાપમાં સૂકવ્યા હોય અને કરમાઈ જાય એવું તેનું મસ્તક થઈ ગયું હતું, તે સૂકાઈ ગયું હતું, રુક્ષ થઈ ગયું હતું, માંસરહિત થઈ ગયું હતું, તે હાડકાં ચામડી અને નાસિકા જાલથી જ ઓળખી શકાતું હતું, પરંતુ તે સર્વેમાં લોહી માંસ ન મળતા ન હતાં. આ પ્રમાણે સર્વ અંગોપાંગના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એટલી કે ઉદર, કાન, જીભ અને હોઠ આટલાં અંગોમાં હાડકા નથી હોતા. ઉપરોક્ત અંગો ચામડી અને નાસાકાલથી જ ઓળખાતા હતા, આ પ્રમાણે કહેવું. ધન્ના અણગાર માંસ આદિના અભાવથી સૂકાઈ ગયેલા અને ભૂખને કારણે રૂક્ષ બની ગયેલા પગ, જાંઘ અને ઉદરના કારણે, માંસ ક્ષીણ થઈ જવાથી પ્રાન્ત ભાગમાં ઉન્નત બનેલા અસ્થિઓના કારણે પીઠ સાથે મળી ગયેલા ઉદર ભાગના કારણે, માંસહીન થઈ જવાથી દેખાતા પાર્શ્વ અસ્થિ ઓના કારણે, દોરામાં પરોવેલ માળાના પારાની જેમ અલગ અગલ ગણી શકાતી પાંસળીઓના કારણે, ગંગાના તરંગો સમાન વક્ષસ્થળ રૂપી કટક ભાગ દેખાતો હોવાથી, સૂકાયેલા સર્પ જેવી ભૂજાઓના કારણે, શિથિલ લગામ જેવા હાથોના કમ્પાય માન અગ્રભાગથી, કમ્પરોગથી પીડિત પુરુષ સમાન કમ્પાયમાન શિર રૂપી ધરીથી, કરમાયેલા મુખવાળા હોવાથી, ઓષ્ઠ ક્ષીણ થઈ જવાથી તે અત્યંત દુર્બળ થઈ ગયા હતા. તેમનો અગ્રભાગ સૂકાયેલા થોરના હાથા જેવો લાગતો હતો. તે ચાલે ત્યારે તેમનું શરીર કમ્પતું હતું. તેમની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. ધન્ના અણગારનું શરીર અત્યન્ત દુર્બલ થઈ ગયું હતું. ધન્ના અણગાર આત્મબળથી જ ચાલતા હતા. આત્માની શક્તિથી જ ઊભા રહેતા હતા. બોલીશ” આમ વિચાર કરવા માત્રથી ભાષા બોલાવા પહેલાં અને બોલ્યા બાદ તે શાન્ત થઈ જતાં હતા. ઊઠવા બેસવાથી તેમના શરીરમાંથી “કરડ-કરડ' અવાજ આવતો હતો જેવી રીતે કોલસાની ભરેલી સગડીનો ખડ-ખડ’ અવાજ હોય તેવી રીતે શરીરના હાડકાનો અવાજ આવતો હતો. ઈત્યાદિ જેવી રીતે ભગવતી સૂત્રમાં સ્કંધકનું વર્ણન કરેલ છે તેમ ધન્નામુનિનું વર્ણન જાણવું. આમ શરીરથી કૃશ હોવા છતાં પણ ધન્ય મુનિ ઢાંકેલી અગ્નિની જેમ દીપ્ત થઈ રહેલા હતા. [૧૧]તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતા. ભગવંત મહાવીર પધાર્યા. પરિષદુ અને રાજા શ્રેણિક ધર્મદશના સાંભળવા આવ્યા. ધર્મકથા સાંભળી પરિષદ્ પાછી ફરી. ત્યાર બાદ તે શ્રેણિક રાજા, ધર્મદેશના સાંભળીને હર્ષિત થયા અને સંતોષ પામ્યા. સ્વામીને વંદન નમસ્કાર કરે છે. પૂછે છે અહો ભગવન્! આ ઈન્દ્રભૂતિ પ્રમુખ ચઉદ હજાર સાધુઓમાં દુષ્કરમાં દુષ્કર ક્રિયા કરનાર કોણ અણગાર છે? મહા નિર્જરી કરનાર કોણ છે ? ત્યારે ભગવાને કહ્યું. હે શ્રેણિક ! ધન્ના અણગાર મહા દુષ્કર તપ કરનાર અને મહા નિર્જરા કરનાર છે. ત્યારે શ્રેણિક રાજાએ ફરી પૂછ્યું- ક્યા કારણથી એમ કહો છો? હે શ્રેણિક ! તે. કાળ અને તે સમયમાં કાકેદી નામની નગરી હતી. ત્યાં ભદ્રાસાર્થવાહિનીનો પુત્ર ધન્ના કુમાર બત્રીસ સ્ત્રીઓની સાથે મહેલોમાં મનુષ્ય સંબંધી ભોગોને ભોગવી રહ્યો હતો. ત્યાં અન્યદા કોઈ સમયે હું અનુક્રમથી ચાલતો થકો પ્રામાનુગ્રામ વિચરતો કાકંદી નગરીના સહસ્ત્રાભવનમાં ગયો સાધુયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. પરિષદ્ દર્શન કરવા માટે આવી. ધન્ય પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org