Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 248 અનુસરોવવાહય દસાઓ - 3/1/15 દર્શન માટે આવ્યો. યાવતુ દીક્ષા ધારણ કરી યાવતું સર્પ જેમ બિલમાં પ્રવેશ કરે તેમ પારણાના દિવસે આહાર કરે છે. અહીંયા પૂર્વવત્ સંપૂર્ણ શરીરનું વર્ણન ભગવાને શ્રેણિક સામે કર્યું. યાવતુ તપ તેજથી શોભતા વિચારે છે. એટલા માટે ધન્ના અણ ગાર દુષ્કર તપ કરનાર અને મહાનિર્જરા કરનાર છે. શ્રેણિક ઉક્ત કથન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયા જ્યાં ધડ્યા અણાગાર બિરાજતાં હતાં ત્યાં આવે છે, આવીને ધન્ના અણગારને વંદન-નમસ્કાર કરે છે. અહો દેવાનુપ્રિય! આપ ધન્ય છો, આપ પુણ્યશાળી છો. હે દેવાનુપ્રિય ! તમો કૃતાર્થ છો, કૃતલક્ષણી છો, અહો દેવાનુપ્રિય ! તમોએ મનુષ્ય જન્મનું અને જીવનનું સુફલ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે કહીને વંદન-નમસ્કાર કરે છે. [૧૨]ત્યાર બાદ ધના અણગારને અન્યદા કોઈ સમયે અર્ધ રાત્રિ વ્યતીત થવા પર ધર્મજાગરણ કરતાં આવા પ્રાકરનો અધ્યવસાય મનોગત સં૫ ઉત્પન્ન થયોખરેખર આ ઉદાર તપના કારણે આ શરીર શુષ્ક થઈ ગયું છે, વાવતુ સ્કલ્પકમુનિને જેવો વિચાર ઉત્પન્ન થયો હતો તેવો વિચાર થાય છે, યાવતુ તે ભગવાનને પૂછીને વિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડીને એક માસની સંલેખના અંગીકાર કરે છે. નવ માસનો સંયમ પાળી યાવતું કાળના અવસરે કાળ કરી, સવથિસિદ્ધ વિમાનમાં દેવ પણ ઉત્પન્ન થયા છે. ધન્ના અણગાર કાળધર્મ પામ્યા, ત્યાર પછી સ્થવિર અણગારો પર્વત ઉપરથી નીચે ઉતર્યા યાવતુ ધન્ના અણગારના ભંડોપકરણ ભગવાનને સોંપે છે. ધન્ના અણગાર કાળના સમયે કાળ કરીને યાવતું સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ સ્વામી ફરી પૂછે છે-ભગવન્ધન્ના દેવની કેટલા કાળની સ્થિતિ છે ? ભગવાને કહ્યું-ગૌતમ! તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંયમને ધારણ કરી યાવતુ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે, વાવત્ સર્વ દુઃખનો અંત કરશે. વર્ગ૩-અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ! (વર્ગ-૩-અધ્યયન-૨-૧૦) [13] તે કાળ અને તે સમયમાં કાકંદી નગરીમાં ભદ્રાસાર્થવાહિની રહેતી હતી. તેને સુનક્ષત્ર નામનો પુત્ર હતો. તે સમસ્ત અંગોપાંગોથી પરિપૂર્ણ યાવતું સુંદર રૂપવાન હતો. તે પાંચ ધાવમાતાથી વૃદ્ધિ પામતો હતો. ધન્ય કુમારની જેમજ બત્રીસ ત્રીઓની સાથે ઉત્તમ મહેલમાં મનુષ્ય સંબંધી સુખોને ભોગવતો રહેતો હતો. તે કાળે અને તે સમયે ભગવાન પધાર્યા. ધન્ય કુમારની જેમ સુનક્ષત્રે પણ દીક્ષા ગ્રહણ કરી. જેમ થાવાપુત્રનો દીક્ષા મહોત્સવ ઉજવાયો તેમ સુનક્ષત્રનો પણ દીક્ષિત થયા ત્યાર પછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસથી ધન્યમુનિની જેમ અભિગ્રહ ધારણ ક્ય, તેમજ બિલમાં જેમ સર્પ પ્રવેશ કરે તે પ્રમાણે અનાસક્ત ભાવે તે પ્રમાણે આહાર કરતા તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન બહાર જનપદોમાં વિચારવા લાગ્યા અને સુનક્ષત્ર અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે સુનક્ષત્ર અણગાર ઉદાર-પ્રધાન તપ કરીને જેમ સ્કન્ધક કૃશકાય થયા હતા તેમ સુનક્ષત્ર મુનિ પણ થઈ ગયા. તે કાળ અને તે સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19