Book Title: Agam Deep 09 Anuttarovavaiadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વર્ગ-1, 247 - ત્યાર પછી સ્થવિર ભગવંતોએ જાલિ અણગારને કાળને પ્રાપ્ત થયેલા જાણીને પરિનિવણિવત્ત કાયોત્સર્ગ કર્યો અને તે જલિ અણ ગારના ધમપકરણ પાત્ર વસ્ત્રાદિ ગ્રહણ કરીને પર્વત ઉપરથી નીચે ઊતર્યા. ઊતરીને જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા અને ઉપકરણો સુપ્રત કરતા કહ્યું-જલિ અણગારના ઉપકરણો આ રહ્યા. ત્યાર બાદ શ્રી ગૌતમસ્વામી પૂછે છે-ભગવન્! તે અંતેવાસી પ્રકૃતિથી ભદ્ર જાલિઅણગાર કાળના અવસરે કાળ કરીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ! વિજય વિમાનમાં ઉત્પન્ન થયા છે. ગૌતમ ! અહો ભગવન્! જાલિદેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! તેમની સ્થિતિ બત્રીશ સાગરોપમની છે. જલિદેવ દેવલોકથી આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી દીક્ષા ગ્રહણ કરી સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. ૨િ]એ જ પ્રમાણે શેષ નવકુમારના અધિકારો જાણવા. પરન્તુ તેમાં આટલી વિશેષતા છે. સાતકુમાર ધારિણીરાણીના પુત્રો હતા અને વિહલ્લકુમાર તથા વેહાયકુમાર ચેલણા રાણીના પુત્રો હતા. આદિના પાંચ અણગારોએ સોળ-સોળ વર્ષ. ત્રણ. કુમારોએ બાર-બાર વર્ષ સુધી અને બેએ પાંચ-પાંચ વર્ષ સુધી ગ્રામ પયયનું પાલન કર્યું. પ્રથમના પાંચનો અનુક્રમથી વિજય, વૈયંત, યંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, બીજા સવથસિદ્ધ, ચાર ઉલટા ક્રમે અપરાજિત, યંત, વિયંત, અને અભયકુમારવિજયવિમાનમાં ઉત્પન્નથયા.શેષ વૃત્તાંત પૂર્વવત્ જાણી લેવો જોઈએ. | વર્ગ-૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણT (ક વર્ગ૨ 5 અધ્યયન-૧-૧૩) [3-5] હે ભગવન્! અનુસરોવવાદશાંગના બીજા વર્ગનો શ્રમણ યાવતુ મોક્ષ ને પ્રાપ્ત ભગવત્તે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! હવાઈયદશાંગના બીજા વર્ગના તેર અધ્યય નો પ્રરૂપેલા છે. દીર્ધસેન, મહાસેન, લદત્ત, ગૂઢદત્ત, શુદ્ધદત્ત, હલ્લ, ઠુમ, દ્રુમસેન, મહાદ્ધમાન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેનકુમાર. [ હે ભગવન્! બીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યો છે? હે જંબૂ! ખરેખર તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતા. તે ધારિણી દેવી એકદા સિંહનું સ્વપ્ર જોવે છે. જાલિકુમારની જેમ જન્મ, બાલ્યાવસ્થા, બહોંતેર કળામાં નિપુણતા આદિ જાણવું. વિશેષ એ કે એનું નામ દીઘર્સન રાખવામાં આવ્યું હતું જાતિકુમારની જેમ દીર્ધસેન પણ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. દીર્ઘસેનની જેમજ શેષ રાજકુમારોના વિષયમાં જાણવું. બધાનું રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા પિતા હતા, ધારિણી દેવી માતા હતી, સોળ-સોળ વર્ષ સુધી શ્રમણ્ય પયયનું પાનલ કર્યું. એક મહિનાની સંખના કરી અને અનુક્રમથી તેમાંથી બે વિજય, બે વૈજયંત, બે યંત, બે અપરાજિત, શેષ મહાસેન આદિ પાંચ સવર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જશે અને મોક્ષ પામશે. વગર નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org