Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra Author(s): Hanssagar Gani Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ ને પૂજ્ય આચાર્યદેવ પ્રેમ-ભુવનભાનુસૂરિ-પંન્યાસ ચન્દ્રશેખર-મલયકીર્તિવિજય સદ્ગુરુભ્યો નમઃ | સાઘના માટે સાઘન, સાઘન માટે સાધના निव्वाणं खलु कज्जं, नाणाइतिगं च कारणं तस्स । निव्वाणकारणाणं च कारणं होइ आहारो ॥ પ્રભુશાસનનો અણગાર એટલે મોક્ષમાર્ગની સાધના કરનાર સાધક. સાધના કરવા માટેનું સાધન આ માનવશરીર. આ માનવશરીર વિના મોક્ષમાર્ગની વિશિષ્ટ સાધના થઈ શકતી નથી. આ માનવશરીરના સંરક્ષણ માટે આહાર આવશ્યક છે. સામાન્યથી સંસારી જીવમાત્રને જીવવા માટે એકમાત્ર મુખ્ય માધ્યમ છે આહાર. પ્રાયઃ સર્વજીવોનો જીવન-વૃત્તિ (ઉદર-પૂર્તિ) માટેનો ઉદ્યમ મહદંશે પાપથી ભરપૂર... અરે ! નિષ્પાપ જીવન વૃત્તિ તો સંસારીજીવોને માટે કલ્પનાતીત જ બની રહે. પાપનો ભય પેદા થાય તો જ તેમાંથી બચવાનો વિચાર ઉદ્ભવે અને તે માટે કંઈક શોધ ચાલે. સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને પાપોના વિચિત્ર ભયાનક વિપાકો સુપેરે સમજાયા વિના પાપનો ભય પણ શી રીતે પ્રગટી શકે? કદાચિત પાપનો ભય પેદા થઈ જાય તો પણ નિષ્પાપ જીવન-વૃત્તિનો માર્ગ મળે પણ શી રીતે ? સર્વજ્ઞ શાસન વિના પ્રાયઃ તે અસંભવિત બને. નિષ્પાપ જીવન-વૃત્તિનો માર્ગ એટલે પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થ.. આ માર્ગના દર્શક સર્વજ્ઞ કરૂણાસાગર પ્રભુ મહાવીર દેવ. તેના મૂળગ્રન્થ-દશવૈકાલિક-પિêષણાનામક પંચમ અધ્યયન સ્વરૂપે સર્જક શ્રુતકેવલી શ્રી શથંભવસૂરીશ્વરજી મહારાજા.. મૂળગ્રન્થ ઉપર નિયુક્તિ ગ્રન્થ (પિણ્ડ-નિર્યુક્તિ ગ્રન્થ)ના પ્રણેતા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા.. પિણ્ડ-નિર્યુક્તિ ઉપર ભાષ્યના રચયિતા પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ.. પિણ્ડ-નિર્યુક્તિ” ઉપર સરળ ટીકાના રચયિતા પૂજ્યપાદ મલયગિરિસૂરિજી મહારાજા.. અનંત ઉપકાર કર્યો છે આ પરમકૃપાળુ ભગવંતોએ.. શું છે આ પિણ્ડ-નિર્યુક્તિ ગ્રન્થમાં? આ ગ્રંથમાં છે દોષરહિતપણે જીવનવૃત્તિના માધ્યમભૂત આહારની પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન... આ ગ્રંથમાં છે શ્રમણની ભિક્ષા-ચર્યા સંબંધી પરિહાર કરવા યોગ્ય ૪૭ દોષોનું આઠ અર્થાધિકારો દ્વારા નિરુપણ... તે અર્થાધિકારો આ પ્રમાણે (૧) ઉદ્ગમ, (૨) ઉત્પાદન, (૩) એષણા, (૪) સંયોજના, (૫) પ્રમાણ, (૬) અંગાર, (૭) ધૂમ, (૮) કારણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 434