Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ પૂર્વ પ્રકાશકીય નિવેદનમાંથી સાભાર ઉદ્ધૃત આ આગમગ્રંથરત્નમાં - પૂ. શ્રમણ સમુદાયને આશ્રીને ગોચરી-પાણી કેવી રીતે વહોરવા, ક્યારે વહોરવા, કેવો આહાર કલ્પે, કેવો ન કલ્પ, નિમિત્તનું કેવા સંયોગોમાં કોને કલ્પે ? બાલ - વૃદ્ધ - ગ્લાન - તપસ્વીઓની ભક્તિ કેવી રીતે કરવી ? અને સાધુઓએ શ્રમણજીવનનો નિર્વાહ કેવી રીતે કરવો ? તેનું સંપૂર્ણ જ્ઞાન આ ગ્રંથરત્નના વાંચન-મનન અને પરિશીલનથી થવા પામે છે. આથી શ્રી શ્રમણ સંઘને આ ગ્રંથરત્ન અતિઉપયોગી છે. આ ગ્રંથરત્નનું મૂળ ભાષાંતર, પ્રથમ ભાવનગરના સુપ્રસિદ્ધ સ્વ. શાસ્ત્રી હરિલાલ જેઠાભાઈએ વિ.સં. ૧૯૯૬ માં તૈયાર કરેલ અને પૂ. ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીએ બારીક દૃષ્ટિએ તપાસતાં તેને પ્રથમથી વિશેષ સુધારીને સ્પષ્ટ કરવાની જરૂર જણાવાથી આઠ વર્ષના સતત પ્રયાસને અંતે તેઓશ્રીએ આ. શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો સર્વાંગસુંદર અનુવાદ તૈયાર કરેલ છે. પુનઃ પ્રકાશન પ્રસંગે જીવ ગર્ભમાં આવતાં પહેલું જ કામ આહાર લેવાનું - આહાર પર્યાપ્તિ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. જન્મ્યા પછી પણ જે આવે તે મોઢામાં નાંખે છે. આ અનાદિકાલીન આહાર સંજ્ઞા જીવને ચતુર્ગતિમાં ભટકાવે છે. આ આહારની લાલસાના કારણે અનેક જાતના પાપ વિષયકષાય સેવે છે. વળી, આહારની સાથે સંબંધ એવો બાંધી દીધો છે કે એના વગર ચાલે નહિ. આ પરિસ્થિતિમાં આહાર છોડી શકતા નથી તો આત્મસાધના કેવી રીતે કરવી ? એના ઉપાય સ્વરુપે નિર્દોષ આહાર માટેની ચર્ચા દર્શાવતો ગ્રંથ એટલે જ પિંડનિર્યુક્તિ ગ્રંથ... આ ગ્રંથના અધ્યયન દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરવાપૂર્વક શુદ્ધ સંયમ પાળી ભવ્યજીવો સર્વકર્મથી વિશુદ્ધ બની શિઘ્ર શિવગતિ પામે એ જ મંગલકામના... આચાર્ય વિજય અભયચંદ્ર સૂરિ શ્રી ભુવનભાનુ સૂરિ સ્મૃત્તિમંદિર, પંકજ સોસાયટી, અમદાવાદ. માગશર સુદ - ૮, સં. ૨૦૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 434