________________
ચતુર શરણપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૨૪ ચતુઃ શરણ-પ્રકીર્ણક જી-૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આ અધ્યયન પરમપદપ્રાપ્તિના બીજભૂતપણાથી શ્રેયરૂપ છે. તેથી તેના આરંભે ગ્રંથાકાર મંડલરૂપે સામાયિકાદિ આવશ્યક અર્થકથન ભાવમંગલ કારણ દ્રવ્યમંગલભૂત ચૌદ સ્વપ્નોચ્ચારણ. - x - વીર નમસ્કારરૂપ મંગલ કહે છે. અથવા છ આવશ્યકયુક્ત જ પ્રાયઃ ચતુર શરણ સ્વીકારાદિ યોગ્યતા થાય. તે માટે આવશ્યક –
• સૂત્ર-૧ થી ૭ -
[૧] સાવધયોગ વિરતી, ગુણોનું ઉકિર્તન, ગુણવંતની વંદના, ખલિતની નિંદા, વ્રણ ચિકિત્સા, ગુણધારણા એ છે.]
[૨] અહીં સામાયિક વડે નિશ્ચ ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધના ત્યાગ અને નિરવધની સેવનાથી થાય છે.
[3] દર્શનાચારની વિશુદ્ધિ ચતુર્વિશતી સ્તવથી કરાય. તે જિનવરેન્દ્રના અતિ અદ્દભુત ગુણદ્ધિનરૂપ છે.
[8] જ્ઞાનાદિ ગુણો, તેનાથી યુક્ત પ્રતિપત્તિ કરવા વડે - વિધિપૂર્વક વંદનથી જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય.
[૫] જ્ઞાનાદિમાં જે ખલનાની જે વિધિપૂર્વક નિંદના તે પ્રતિક્રમણ, તે પ્રતિક્રમણથી તેની શુદ્ધિ કરવી જોઈએ.
[૬] ચારિઆદિના જે અતિચારની યથાક્રમે વણચિકિત્સારૂપથી પ્રતિક્રમણ પછી રહેલ અશુદ્ધિ કાયોત્સર્ગથી શોધવી.
[ગુણધરણારૂપ પ્રત્યાખ્યાનથી તપના અતિચારની અને વીચારની સર્વે આવશ્યકથી શુદ્ધિ કરવી.
• વિવેચન-૧ થી ૭ :
[૧] સાવધ-પાપ સહિત વર્તે તે, યોગ-મન, વચન, કાયા, રૂપ, વ્યાપાર, તેની વિરતિ-નિવૃત્તિ, તે સાવધ યોગ વિરતિ, જે સામાયિક વડે થાય છે. - - ઉત્કિર્તનજિન ગુણોનું કીર્તન, તે ચતુર્વિશતિ સ્તવથી થાય. -- TUM - જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ, ગુણવંત-ગુરુઓ, તેમની ભક્તિ તે ગુણવંત પ્રતિપત્તિ, તે વંદનથી થાય. - . પોતાના થયેલા અતિચારોની નિંદા અને ફરી ન થાય, તે માટે ઉધત્ થવું તે પ્રતિક્રમણ. - - અતિચારરૂપ ભાવ વ્રણના પ્રતિકારરૂપ તે કાયોત્સર્ગ-- મૂલગુણ અને ઉત્તરગુણરૂપ ધારણા, તે પ્રત્યાખ્યાન વડે થાય છે.
હવે સામાયિકાદિ છનું સ્વરૂપ અને ફળ કહે છે – [૨] પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ચાત્રિાચારની નિર્મળતા કરાય છે, કઈ