Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 60
________________ | वृशिश[-५: अध्य.-१ | १५१ तए णं से कण्हे वासुदेवे इमीसे कहाए लद्धटे समाणे हट्टतुट्टे, कोडुबियपुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सभाए सुहम्माए सामुदाणियं भेरिं तालेहि । तए णं से कोडुबियपुरिसे जाव पडिसुणित्ता जेणेव सभाए सुहम्माए सामु- दाणिया भेरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सामुदाणियं भेरि महया महया सद्देणं तालेइ । ભાવાર્થ :- કાળે અને તે સમયે ધર્મની આદિ કરનારા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકામાં પધાર્યા, વગેરે વર્ણન ભગવાન મહાવીર સ્વામીના વર્ણનની સમાન જાણવું. વિશેષતા એ છે કે અરિહંત અરિષ્ટનેમિની અવગાહના(ઊંચાઈ) દશ ધનુષની હતી. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે 'ભગવાન પધાર્યા છે, તે સમાચાર જાણીને હૃષ્ટ-તુષ્ટ હૃદયવાળા થઈને સેવક પુરુષને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયે! શીધ્ર સુધર્મા સભામાં જઈને સામુદાનિક–જન સમૂહને સૂચના આપતી ભેરી વગાડો. ત્યારે તે સેવક પુરુષે વાવત કૃષ્ણ વાસુદેવની આજ્ઞાનો સ્વીકાર કરીને જ્યાં સુધર્માસભામાં સામુદાનિક ભેરી હતી ત્યાં આવ્યાં અને તે સામુદાનિક ભેરી જોરથી વગાડી. કૃષ્ણવાસુદેવનું દર્શનાર્થ ગમન :| १० तए णं तीसे सामुदाणियाए भेरीए महया महया सद्देणं तालियाए समाणीए समुद्दविजय पामोक्खा दस दसारा जाव अणंगसेणापामोक्खा अणेगा गणियासहस्सा अण्णे य बहवे राईसर जाव सत्थवाहप्पभिईओ ण्हाया जाव सव्वालंकारविभूसिया जहाविभवइड्डीसक्कारसमुदएणं अप्पेगइया हयगया गयगया पायचारविहारेणं वंदावंदएहिं पुरिसवग्गुरापरिक्खित्ता जेणेव कण्हे वासुदेवे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं जाव कण्हं वासुदेवं जएण विजएणं वद्धाति । ભાવાર્થ :- જોરથી વગાડાયેલી સામુદાનિક ભેરીના અવાજને સાંભળી સમુદ્રવિજય આદિ દસ દશાર્વ વગેરે અનંગસેના આદિ અનેક સહસ્ર ગણિકાઓ અને બીજા ઘણા રાજા, ઈશ્વર તથા સાર્થવાહ પર્યંતનો જનસમાજ સ્નાન કરીને યાવત્ સર્વ પ્રકારે અલંકૃત વિભૂષિત થઈને, પોતપોતાના વૈભવ પ્રમાણે સત્કારની સામગ્રી લઈને ઘોડા, હાથી વગેરેની સવારી દ્વારા, કોઈ પગે ચાલીને, આ રીતે ટોળેટોળા રૂપે જનસમુદાય સહિત જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યાં, આવીને બે હાથ જોડીને કૃષ્ણવાસુદેવને જય-વિજયશબ્દોથી વધાવ્યા. | ११ तए णं से कण्हे वासुदेवे कोडुबियपुरिसे एवं वयासी- खिप्पामेव भो

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83