Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 64
________________ | વૃષ્ણિદશા વર્ગ-પઃ અધ્ય.-૧ | ૧૫૫ | पाउणित्ता दोमासियाए संलेहणाए अत्ताणं झूसित्ता सवीसं भत्तसयं अणसणाए छेइत्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा बंभलोए कप्पे, मणोरमे विमाणे देवत्ताए उववण्णे। तत्थ णं अत्थेगइयाणं देवाणं दससागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं वीरंगयस्स देवस्स वि दस सागरोवमा ठिई पण्णत्ता । ભાવાર્થ :- ત્યાર પછી તે વીરાંગદ અણગારે સિદ્ધાર્થ આચાર્યની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, ઉપવાસ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં પૂરા પિસ્તાલીસ (૪૫) વર્ષ સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું. બે મહિનાનો સંથારો કરી, આત્માને શુદ્ધ કરીને, એકસો વીસ ભક્તને અનશન દ્વારા ત્યાગી, આલોચના-પ્રતિક્રમણપૂર્વક સમાધિ સહિત મૃત્યુના અવસરે મૃત્યુ પામીને, તે બ્રહ્મલોક દેવલોકના મનોરમ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ દશ સાગરોપમની છે. વીરાંગદ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ હતી. વીરાંગદ દેવનો નિષધકુમાર રૂપે જન્મ :१९ से णं वीरङ्गए देवे ताओ देवलोगाओ जाव अणंतरं चयं चइत्ता इहेव बारवईए णयरीए बलदेवस्स रण्णो रेवईए देवीए कुच्छिसि पुत्तत्ताए उववण्णे । तए णं सा रेवई देवी तंसि तारिसगंसि सयणिज्जसि, एवं सुमणिदसणं जाव उप्पि पासायवरगए विहरइ । तं एवं खलु वरदत्ता ! णिसढेणं कुमारेणं अयमेयारूवे उराले मणुयइड्डी लद्धा पत्ता अभिसमण्णागया । ભાવાર્થ :- વીરાંગદદેવ તે દેવલોકમાંથી ચ્યવને આ દ્વારિકા નગરીમાં બળદેવ રાજાની પત્ની રેવતીદેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. ત્યારે રેવતીદેવીએ સુખદ શય્યામાં સૂતાં સ્વપ્નમાં સિંહને જોયો; યથા સમયે બાળકનો જન્મ થયો. તે યૌવન વયને પામ્યો, પાણિગ્રહણ થયું, શ્રેષ્ઠ મહેલમાં ઉપરના ભવનમાં તે નિષધકુમાર સુખપૂર્વક રહેવા લાગ્યો વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. હે વરદત્ત ! આ રીતે નિષકુમારને આ પ્રકારની ઋદ્ધિ મળી છે. પ્રાપ્ત થઈ છે અને સ્વાધીન થઈ છે. વિવેચન : નિષધકુમારના પૂર્વભવનું વર્ણન કરતાં સૂત્રમાં તેના નામ માટે વપરાય શબ્દ પ્રયોગ છે. તેનો છાયાનુવાદ છે વીરતા અને નામરૂપે વિરાંત પણ થાય છે. તેથી ભાવાર્થમાં બંને શબ્દપ્રયોગ મળે છે. નિષધકુમારના ભાવીની પૃચ્છા :२० पभू णं भंते ! णिसढे कुमारे देवाणुप्पियाणं अंतिए जाव पव्वइत्तए ?

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83