Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 76
________________ પરિશિષ્ટ-૪ ૧૬૭ પરિશિષ્ટ-૪ બૌદ્ધ સાહિત્યમાં વૈશાલીનાશનો પ્રસંગ ગંગા નદી કિનારે એક શિલાની નજીક પર્વતમાં રત્નોની ખાણ હતી. અજાતશત્રુ અને લિચ્છવીઓ વચ્ચે એમ નક્કી થયું હતું કે અર્ધા–અર્ધા રત્ન બંનેએ વહેંચી લેવા. અજાતશત્રુ આજકાલ કરતાં સમય પર ન પહોંચતા લિચ્છવી બધા રત્નો લઈને ચાલ્યા જતાં. અનેકવાર આવું થયું. તેથી અજાતશત્રુને બહુ ક્રોધ આવ્યો પરંતુ ગણતંત્રની સાથે યુદ્ધ કેવી રીતે થાય? આવો વિચાર કરીને તે હરવખત યુદ્ધના વિચારથી પાછા હટી જતા પરંતુ જ્યારે તે ખૂબ જ હેરાન થયા ત્યારે તેણે મનમાં ને મનમાં નિર્ણય કર્યો કે હું વજિઓનો અવશ્ય નાશ કરીશ. એકદા તેણે ઉપાય જાણવા માટે પોતાના મહામંત્રી 'વસ્યકારીને બોલાવીને તથાગત બુદ્ધ પાસે મોકલ્યો. તથાગત બુદ્ધે કહ્યું–વન્જિઓમાં સાત વિશેષતા છે– (૧) તે સન્નિપાત બહુલ છે અર્થાત્ તેઓ અધિવેશનમાં મિટીંગમાં બધાં જ આવે છે. (૨) તેઓમાં એકમત છે. જ્યારે સન્નિપાત ભેરી વાગે ત્યારે તેઓ ગમે તે સ્થિતિમાં હોય પણ બધા એકત્રિત થઈ જાય. (૩) વજી અપ્રજ્ઞખ(અવૈધાનિક)વાતનો સ્વીકાર કરતા નથી અને વૈધાનિક વાતનો ઉચ્છેદ કરતા નથી. (૪) વજી વૃદ્ધ અને ગુરુજનોનું સન્માન અને સત્કાર કરે છે. (૫) વજી કુલસ્ત્રીઓ અને કુલકુમારીઓ સાથે ન તો બલાત્કાર કરે અને ન તો પરાણે લગ્ન કરે () વજી પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી (૭) વજી અરિહંત ભગવાનના નિયમોનું પાલન કરે છે તેથી અહંતુ તેને ત્યાં આવતા રહે છે. આ સાત નિયમો જ્યાં સુધી વસ્તુઓમાં છે અને રહેશે ત્યાં સુધી કોઈ પણ શક્તિ તેને પરાજિત કરવા સમર્થ નથી. મુખ્યમંત્રી વસ્યકારે આવીને અજાતશત્રુને કહ્યું- હવે આમાં એક જ ઉપાય છે. તેમાં ભેદ પાડવો તે સિવાય બીજી કોઈપણ શક્તિ તેને હરાવી શકશે નહીં. વસ્યકારના સલાહ સૂચન પ્રમાણે અજાતશત્રુએ રાજસભામાં વસ્યકારનું મંત્રીપદ લઈ લીધું અને સભામાં એવું પ્રચારિત કર્યું કે તે વજીઓના પક્ષમાં છે. વસ્યકારને છૂટો કર્યો છે તે સમાચાર વસ્તુઓને મળ્યા. તેમાં કેટલાક અનુભવીઓએ કહ્યું કે તેને આપણે ત્યાં સ્થાન ન અપાય. કેટલાક લોકોએ કહ્યું કે તે મગધોનો શત્રુ છે તેથી તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તેણે વસ્યકારને પોતાની પાસે બોલાવ્યો અને મંત્રીપદ આપ્યું. વસ્યકારે પોતાની બુદ્ધિથી વસ્તુઓમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. જ્યારે વજીગણ ભેગાં થતા ત્યારે કોઈપણ એક વ્યક્તિને પોતાની પાસે બોલાવે અને તેના કાનમાં પૂછે– શું તમે ખેતર ખેડો છો? તે જવાબ આપે હા, ખેડું છું. મહામંત્રીનો બીજો પ્રશ્ન હોય છે કે બે બળદથી ખેડો છો કે એક બળદથી? આ રીતે અપ્રાસંગિક પ્રશ્નો પૂછે. ત્યારપછી બીજો લિચ્છવી તે વ્યક્તિને પૂછે– તને એકાંતમાં બોલાવી મહામંત્રીએ શું કહ્યું? તે બધી વાત સત્ય કરે છતાં પેલો કહે તને એકાંતમાં બોલાવીને આવી સામાન્ય વાત ન કહે; તેથી તું ખોટું બોલે છે. ત્યારે તે કહે કે જો તમને મારામાં વિશ્વાસ નથી તો હું શું કરું? આ પ્રમાણે પરસ્પર એકબીજામાં અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થવા લાગી અને એક દિવસ એવો આવ્યો કે તે લોકોમાં એટલો બધો મનભેદ થઈ ગયો કે એક લિચ્છવી બીજા લિચ્છવી સાથે વાત કરવા પણ ન માંગે. સન્નિપાતભેરી વગાડવામાં આવી પણ કોઈન આવ્યું. વસ્યકારે ગુપ્ત રીતે અજાતશત્રુને સૂચના આપી. તેણે સસૈન્ય આક્રમણ કર્યું. ભેરી વગાડી પરંતુ કોઈપણ વ્યક્તિ તૈયાર ન થઈ. અજાતશત્રુએ નગરમાં પ્રવેશ કર્યો અને વૈશાલીનો સર્વનાશ કર્યો.

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83