Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ પરંતુ અર્ધમાગધી કોષમાં આ શબ્દનો અર્થ “કલેજાનું માંસ કર્યો છે. ટીકાકારે આ શબ્દનો અર્થ કર્યો નથી. પરંપરામાં આ અર્થ જ પ્રચલિત છે. તેમ જ ચલણારાણીને રાજા શ્રેણિકના કલેજાનું માંસ ખાવાનો દોહદ થયો હતો તથા પ્રકારની કથા પ્રચલિત છે તેથી અમે પણ પ્રચલિત અર્થને સ્વીકાર્યો છે. કલ્પવતંસિકા આદિ ચારે વર્ગમાં ક્રમશઃ દશ, દશ, દશ, બાર અધ્યયન છે. દરેક અધ્યયનોમાં એક-એક વ્યક્તિના પૂર્વ-પશ્ચાદ્ભવ સહિત ત્રણ-ત્રણ ભવનું વર્ણન છે. અમે પાઠકોની સરળતા માટે દરેક અધ્યયનોની કથા પ્રારંભમાં આપી છે. પરિશિષ્ટમાં પાંચ વર્ગની સંપૂર્ણ વિગત કોષ્ટક રૂપે આપી છે જેનાથી વાચકો સંપૂર્ણ શાસ્ત્રને સરળતાથી સ્મૃતિપટ પર અંકિત કરી શકે છે. પ્રથમ વર્ગ શ્રી નિરયાવલિકામાં પાઠકોને કથાનું સાતત્ય જળવાઇ રહે અને રસવૃધ્ધિ થાય, તે માટે શ્રેણિકરાજાને પ્રાપ્ત થયેલા દિવ્ય હારની ઘટના અન્ય ગ્રંથોના આધારે પ્રગટ કરી છે. રાજા કોણિક અને ચેડારાજાના હૃદયદ્રાવક યુધ્ધના વર્ણન પાછળ શાસ્ત્રકારનો આશય શું છે ? તે અધ્યયનના અંતે ઉપસંહાર રૂપે પ્રસ્તુત કર્યું છે. કથાના માધ્યમથી શાસ્ત્રકારે સંસારનું સ્વરૂપ, ભૌતિક પદાર્થોનું આકર્ષણ અને તેના દારૂણ પરિણામોની સાથે કર્મસિધ્ધાંતને સ્પષ્ટ કર્યો છે. પુપિકા વર્ગમાં અંગતિકુમારની મૃત્યુ પછીની ગતિના વર્ણન પ્રસંગે શાસ્ત્રકારે વિરદિય સામvો શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રાસંગિક રીતે વિવેચનમાં સંયમ વિરાધના એટલે શું ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. આ રીતે વિવેચનમાં પ્રસંગોનુસાર કથાનકોથી સંબંધિત તાવિક વિષયોને પણ સમજાવ્યા છે. કથાનકોના માધ્યમથી વૈરાગ્ય તરફ ગતિ કરાવે તેવું શ્રી નિરયાવલિકા સૂત્ર સાધકોને અંતર્મુખ બનાવી વૈરાગ્યને દઢતમ બનાવે છે. શાસ્ત્ર સંપાદનના નિમિત્તથી માત્ર શાસ્ત્રવાંચન જ નહીં પરંતુ શાસ્ત્રના ભાવોની અનુપ્રેક્ષા કરવાનો સુયોગ પ્રાપ્ત કરી અમે ધન્યાતિધન્ય બની ગયા છીએ. તેના માટે અનંત ઉપકારી પૂ. ગુરુવર્યોના ઉપકારનો સ્વીકાર કરી તેઓશ્રીના પાવન ચરણોમાં સાદર વંદન કરી વિરામ પામીએ છીએ. 35

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72