Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| १४०।
શ્રી નિરયાવલિકા સૂત્ર
હતું ત્યાં આવી અને રાજગૃહ નગરના મધ્યભાગમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવી; આવીને રથમાંથી નીચે ઊતરીને જ્યાં માતા-પિતા હતાં ત્યાં આવી અને જમાલીની જેમ હાથ જોડીને યાવત અંજલિ કરીને માતાપિતા પાસે આજ્ઞા માંગી(અંતમાં માતા-પિતાએ આજ્ઞા આપી અને કહ્યું–) હે દેવાનુપ્રિયે! જેમ તને સુખ થાય તેમ કરો.
१३ तए णं से सुदंसणे गाहावई विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्ताणाइ जावआमंतेइ आमंतित्ता जावजिमियभुत्तुत्तरकाले सुईभूए णिक्खमणमाणेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! भूयादारियाए पुरिससहस्सवाहिणीयं सीयं उवट्ठवेह, उवट्ठवित्ता जाव पच्चप्पिणह । तए णं ते कोडुंबिय पुरिसा जावतं आणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ - ત્યાર પછી સુદર્શન ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનાં ભોજન તૈયાર કરાવ્યાં અને મિત્ર, જ્ઞાતિજનો આદિને આમંત્રણ આપ્યું ભાવતું ભોજન કરાવ્યા પછી શુદ્ધ-સ્વચ્છ થઈને નિષ્ક્રમણ માટે કૌટુંબિક પુરુષો(સેવકો)ને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો! શીધ્ર ભૂતા કમારી માટે એક હજાર પુરુષોથી વહન કરાય તેવી શિબિકા(પાલખી) તૈયાર કરીને અહીં લાવો અને મને સમાચાર આપો. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ યાવત્ આદેશ અનુસાર કાર્ય કરીને સૂચન કર્યું. |१४ तए णं से सुदंसणे गाहावई भूयं दारियं ण्हायं जाव विभूसियसरीरं पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ, दुरूहित्ता मित्तणाइ जावरवेणं रायगिह णयरं मज्झंमज्झेणं, जेणेव गुणसीलए चेइए तेणेव उवागए, छत्ताईए तित्थयराइसए पासइ, पासित्ता सीयं ठावेइ, ठावित्ता भूयं दारियं सीयाओ पच्चोरुहेइ । ભાવાર્થ - ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ, સ્નાન કરેલી યાવતું આભૂષણોથી વિભૂષિત થયેલી ભૂતાકુમારીને શિબિકામાં બેસાડી અને મિત્રો, જ્ઞાતિબંધુઓ આદિની સાથે ભેરી, શરણાઈ આદિ વાજિંત્રોના નાદ સહિત રાજગૃહનગરના મધ્યભાગમાં થઈને જ્યાં ગુણશીલ ઉદ્યાન હતું ત્યાં આવ્યા અને છત્ર આદિ તીર્થકર પ્રભુના અતિશયો જોયા; જોઈને ત્યાં પાલખીને ઊભી રખાવી અને ભૂતાકુમારીને નીચે ઉતારી. |१५ तए णं तं भूयं दारियं अम्मापियरो पुरओ काउं जेणेव पासे अरहा पुरिसादाणीए, तेणेव उवागए, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! भूया दारिया अम्हंएगा धूया इट्ठा, एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गा भीया जम्मणमरणाणं देवाणुप्पियाणं अंतिए जावपव्वयाइ । तंएयंणं देवाणुप्पिया ! सिस्सिणिभिक्खंदलयामो । पडिच्छंतु णं देवाणुप्पिया ! सिस्सिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया ! मा पडिबधं ।
Loading... Page Navigation 1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72