Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
अभिक्खणं अभिक्खणं हत्थे धोवसि जाव णिसीहियं चेएसि । तं णं तुमं देवाणुप्पिए ! एयस्स ठाणस्स आलोएहि, सेसं जहा सुभद्दाए जाव पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ताणं विहरइ । तए णं सा भूया अज्जा अणोहट्टिया अणिवारिया सच्छंदमई अभिक्खणं अभिक्खणं हत्थे धोवइ जाव णिसीहियं चेएइ ।
૧૪૨
ભાવાર્થ : – ત્યારે પુષ્પચૂલિકા આર્યાએ ભૂતા આર્યાને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયે ! આપણે ઈર્યાસમિતિ આદિ સમિતિઓથી સહિત યાવત્ ગુપ્તબ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણી છીએ. તેથી આપણે શરીર બાકુશિકા થવું યોગ્ય નથી, પરંતુ હે દેવાનુપ્રિયે ! તું શરીર બાકુશિકા થઈને હાથ ધુએ છે યાવત્ પાણી છાંટીને બેસે, સ્વાધ્યાય કરે છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું આ સ્થાનની(પ્રવૃત્તિની) આલોચના કર. ઈત્યાદિ શેષ વર્ણન સુભદ્રાની જેમ જાણવું. યાવત્ આર્યા પુષ્પચૂલિકાના સમજાવવાથી પણ તે સમજી નહીં અને એક દિવસ તે ઉપાશ્રયમાંથી નીકળીને જુદા ઉપાશ્રય જઈને એકલી રહેવા લાગી.
ત્યાર પછી તે ભૂતા આર્યા ગુરુણી આદિનો અંકુશ ન હોવાથી નિરંકુશ, કોઈ રોકનાર, અટકાવનાર ન હોવાથી સ્વચ્છંદી બનીને વારંવાર હાથ-પગ ધોવા લાગી યાવત્ પાણી છાંટીને બેસતી હતી અર્થાત્ પોતાનો પૂર્વોક્ત આચાર ચાલુ રાખ્યો.
વિવેચન :
પ્રસ્તુત વર્ગના દશે અધ્યયનમાં શરીર શુશ્રુષા, શુચિ ધર્મિતા અને સુખશીલતા વૃત્તિથી સંયમને દૂષિત કરનાર સાધ્વીઓનું વર્ણન છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે.
ઉપરોક્ત પ્રવૃત્તિઓને બાકુશી પ્રવૃત્તિ અને તેનું આચરણ કરનાર સાધ્વીજીઓ શરીર બાકુશિકા કહેવાય છે.
સૂત્રોક્ત ઘટના પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં પ્રવર્તિની સાધ્વી પુષ્પચૂલાની નેશ્રામાં બની હતી. તપ–સંયમની સાધના કરવા છતાં ચારિત્રમોહના ઉદયે તથાપ્રકારની વૃત્તિ જન્મે છે. જે સંયમને દૂષિત કરે છે અને ભવભ્રમણ વધારે છે.
ભૂતા સાધ્વીનું મૃત્યુ અને ભવિષ્ય :
१९ सा भूया अज्जा बहूहिं चउत्थछट्ठ जाव बहूइं वासाइं सामण्णपरियागं पाउणित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कता कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सिरिवर्डिसए विमाणे उववाय सभाए देवसयणिज्जंसि जाव सिरिदेवित्ताए डवण्णा, पंचविहाए पज्जत्तीए पज्जत्ता जाव भासमणपज्जत्तीए । एवं खलु गोयमा !
Loading... Page Navigation 1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72