Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 48
________________ મહારાજ દ્વારા સંસ્કૃત વ્યાખ્યા તેમજ તેના હિન્દી અને ગુજરાતી અનુવાદ. (૭) શ્રમણ સંઘીય યુવાચાર્ય શ્રી મધુકરમુનિજીના કુશળ નેતૃત્વમાં આગમ પ્રકાશન સમિતિ બાવર દ્વારા ૩ર આગમો વિવેચન સાથે પ્રકાશિત થયા, તેમાં પણ આ સૂત્રના હિન્દી અનુવાદનું વિવેચન સાથે પ્રકાશન થયું. (૮) ઈ.સ. ૧૯૭૭માં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત, વિશ્વભારતી લાડગૂંથી પ્રકાશિત ટિપ્પણ સહિત સંશોધિત મૂલપાઠ. (૯) ઈ. સ. ૧૯૯૦માં આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત, આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત સંક્ષિપ્ત સારાંશ . આ જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રસ્તુત ઉપાંગ સૂત્રને પ્રકાશિત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત સંસ્કરણ : ત્રણસ્વીકાર : પૂર્વના પ્રકાશનોને આધારભૂત માનીને પ્રસ્તુત સંસ્કરણ તૈયાર કર્યું છે. મૂળ પાઠ, સરળ ભાવાર્થ, આવશ્યક વિવેચનથી આગમને સરળ અને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અંતે પરિશિષ્ટમાં સંપૂર્ણ આગમને આવરી લેતા ચાર્ટ બનાવ્યા છે, જે વાંચકો માટે અત્યંત ઉપયોગી છે. સંયમી જીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોય છે. જ્ઞાનના આભૂષણથી સંયમના સ્વાંગ સવિશેષ શોભી ઊઠે છે. આ સૂત્ર અમારી વૈરાગ્ય અવસ્થામાં જ દીક્ષાદાતા તપસમ્રાટ પૂ. ગુરુદેવે તેમજ ગુણીમૈયા પૂ. મુક્તલીલમ–ઉષાબાઈ મ. એ અમને સમજાવેલ હતું. તે સૂત્રને જીવનમાં વણવાનો પુરુષાર્થ અમારો ચાલુ હતો; સંયમી જીવનમાં સ્વાધ્યાયની સરગમ નિશદિન મધુરા સૂરે વહાવતી હતી તે સૂરને વધારે સુમધુર બનાવવાનો સુવર્ણ અવસર મને પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયો અને તે સુવર્ણક્ષણ એટલે દાદા ગુરુની જન્મ શતાબ્દીનો સુઅવસર... જન્મશતાબ્દીને આગમ બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરીને ઉજવીએ, જેનું વાંચન કરીને ગુજરાતી સમાજ પણ જ્ઞાનથી સભર બને અને ભાવી પેઢી આ શોર્ટ એન્ડ 0 42

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72