Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 45
________________ આ સૂત્રના મૂળપાઠથી સ્પષ્ટ છે. ઉપાંગ નામનું આ સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે. નિરયાવલિકા આદિ પાંચ તેના વર્ગ છે. પાંચ વર્ગોના નામ આ પ્રમાણે છે– (૧) નિરયાવલિકા (૨) કલ્પાવતંસિકા (૩) પુષ્પિકા (૪) પુષ્પચૂલિકા અને (૫) વૃષ્ણિદશા. પાંચ વર્ગના બાવન અધ્યયન છે. સંપૂર્ણ સૂત્રનું પરિમાણ ૧૧૦૯ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. પ્રથમવર્ગ નિરયાવલિકા : આ વર્ગ–વિભાગમાં નરકમાં જનારા જીવોનું(શ્રેણિક પુત્રનું) ક્રમશઃ વર્ણન છે. તેથી તેનું સાર્થક નામ નિરયાવલિકા છે. આ વર્ગમાં દસ અધ્યયન છે. સમ્રાટ શ્રેણિક એક અધ્યયન :– પ્રાચીન મગધના ઈતિહાસને જાણવા માટે આ વર્ગ ઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્યકાલનું વર્ણન કરેલું છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. જૈન દૃષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક પડ્યું. બૌદ્ધ દષ્ટિએ તેના પિતાએ તેને અઢાર શ્રેણીઓનો માલિક બનાવ્યો હતો તેથી તે શ્રેણિક નામથી પ્રસિદ્ધ થયા. જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં શ્રેણીઓની સંખ્યા અઢાર જ છે. શ્રેણીઓના નામમાં પણ પરસ્પર ઘણી જ સમાનતા છે. જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં નવનારુ અને નવકારુ તે અઢાર શ્રેણીઓના ભેદોનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ બૌદ્ધ સાહિત્યમાં શ્રેણીઓના નામ આ પ્રમાણે વ્યવસ્થિત રૂપે મળતાં નથી. 'મહાવસ્તુ'માં શ્રેણીઓના ત્રીસ નામ મળે છે. તેમાંથી ઘણા નામો તો જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ નામોની સમાન છે. કેટલાયે વિદ્વજ્જનોનું મંતવ્ય છે કે રાજા શ્રેણિકની પાસે ઘણી મોટી સેના હતી અને તે સેનિય ગોત્રના હતા, તેથી તેનું નામ શ્રેણિક પડ્યું. રાજા શ્રેણિકની મહારાણીઓ :- આગમ વર્ણન અનુસાર શ્રેણિક રાજાને પચ્ચીસ રાણીઓ હતી, તેના નામ આ પ્રમાણે છે– (૧) નંદા (૨) નંદમતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (પ) મરુતા (૬) સુમરુતા (૭) મહામરુતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમના (૧૩) ભૂતદત્તા (૧૪) કાલી (૧૫) સુકાલી (૧૬) મહાકાલી (૧૭) કૃષ્ણા (૧૮) સુકૃષ્ણા (૧૯) મહાકૃષ્ણા (૨૦) વીરકૃષ્ણા (૨૧) રામકૃષ્ણા (૨૨) પિતૃસેનકૃષ્ણા (૨૩) મહાસેનકૃષ્ણા. આ રાણીઓએ સમ્રાટ શ્રેણિકના મૃત્યુ પછી 39

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72