Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 255
________________ ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી : ♦ મંગલના ત્રણે પ્રકારો અને તે ત્રણેના હેતુઓ, તથા ‘મંગલ’ શબ્દનું નિર્વચન : ♦ ભક્તિ તથા ઉપદેશમાં પુનરુક્તિનો દોષ નથી ! ♦ મુનિનો પહેલો ગુણ નિ:સ્પૃહતા જોઈએ : ♦ બધેય મર્યાદા ન ચૂકો ! ♦ જિનદાસ શેઠની દીકરી : 37 • આચાર-વિચારની શુદ્ધિ કેળવો ! • જમાનાના પ્રવાહમાં ન તણાઓ ! વિષય : મંગળના પ્રકારો, હેતુઓ અને તેનું નિર્વચન. આ પ્રવચન મંગળ શબ્દની છણાવટ સાથે શરૂ થાય છે. ત્રણ પ્રકારનાં મંગળ બતાવ્યાં. ત્યાં શરૂઆતમાં પ્રભુવચનના અનુવાદને પણ મંગલ કહ્યું. સિદ્ધિ મેળવવા સાધના જરૂરી છે. સાધના આજ્ઞાનુસા૨ી જોઈએ. દરેક પ્રવૃત્તિમાં એ જ વાત હોવી જોઈએ. એ જ મંગળરૂપ છે. આ વાતો હિતકર હોવાથી ભક્તિની જેમ જ તેમાં પણ પુનરુક્તિ દોષ નથી. ઉપદેશક નિર્લેપ - નિરાશંસ હોય તો ધાર્યું પરિણામ આવે. આચારધર્મને ટકાવવા આજ્ઞાધીનતા ઉપરાંત દૃઢ શ્રદ્ધા અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકવાનું ધૈર્ય જરૂરી છે - વગેરે વાતો જણાવતાં જિનદાસ શેઠની દીકરીના રાત્રિભોજનત્યાગ વ્રત દ્વારા જમાનાની હવાને દૂર કરી ધર્મ-સ્વૈર્ય કઈ રીતે સધાયું એ વાત સ્પષ્ટ કરી છે. મુલાકાતૃત • આ વીસમી સદીના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં, આત્મમુક્તિના માર્ગની સાધકદશા જ લુપ્તપ્રાયઃ થતી જાય છે, અને એ ઘણી જ ભયંકર બીના છે. Jain Education International • મુનિ રહે ગૃહસ્થની નિશ્રાથી, એટલે કે આહારપાણી વગેરે તો લે, પણ રહે કમળવત્ નિર્લેપ ! ગૃહસ્થભેળો ન ભળે. • વૃદ્ધ તે, કે જે આખા કુળને ધર્મના અંકુશમાં રાખે. ♦ મુનિ તો પાપથી બચે જ, પણ શ્રાવકમાં પણ જો જૈનકુળના આચાર હોય તો તે પણ દુનિયાનાં ઘણાં પાપોથી સહેજે બચે : કારણ કે શ્રાવકનું જીવન સહેજે મર્યાદિત થવું જોઈએ. • આચાર-વિચારની શુદ્ધિ વિના પ્રભુનો માર્ગ કઈ રીતે હૈયામાં પ્રવેશે ? ♦ ત્યાગ એ મોક્ષમાર્ગની સીડી છે. ૦ ચડતા લોહીને વિફરાવો નહિ, ઠારો પણ નહિ, પણ અંકુશમાં લો ! ♦ હવામાં, જમાનામાં, ઇચ્છામાં, મતિકલ્પનામાં ધર્મ નથી, ધર્મ તો આજ્ઞામાં જ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274