Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 262
________________ ૨૪૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ કહે છે કે ખામી હોય તે સમજાવવી, ખામી કાઢવાના હેતુથી એ ખામીને સમજાવવી, હૃદયમાં ઉતારવા જે કહેવું પડે તે કહેતાં આંચકો ખાવો નહિ ! વાચકવર્ય શ્રી ઉમાસ્વાતીજી મહારાજે કહ્યું કે “સામો રોષ પામો કે તોષ પામો, પણ હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી.” ભલે, એ આ તરફ વળે કે ન વળે, પણ કહેનારે તો હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી જ જોઈએ. દરદી દવા લે કે ન લે, તેની પરવા નહિ, પણ સાચો ચિકિત્સક તો યોગ્યતા મુજબ કહી જ દે કે “મારી દવાનું સેવન કરવું હોય તો ખાટું, ખાટું, તીખું, તેલ, મરચું, આંબલી વગેરે કંઈ પણ નહિ ખવાય, અરે માત્ર મગના જ ઓસામણ ઉપર રહેવું પડશે !' દરદી જો “ના' કહે, તો સાચો નિર્લોભી વૈદ કહી દે કે “મારે તારી દવા કરી કલંકિત થવું નથી, માટે પાછો જા !” સભા : એવાની તો ઉપેક્ષા કરવાનું કહ્યું છે ને ! પ્રયત્ન કર્યા બાદ ઉપેક્ષા. સામાન્ય ઘોંઘાટથી ગભરાઈ જવાય નહિ. આપણે સર્વજ્ઞ થોડા છીએ કે બધી વાત માલૂમ પડે ! જ્યાં સુધી સામાનું થોડું પણ ભલું થવાની આશા હોય, સોમાં પાંચનું પણ ભલું થતું હોય એમ લાગે, ત્યાં સુધી પ્રયત્ન તો કરવાનો જ ! પછી ન થાય તો માનમ્ | અમારું પણ મંગલ અને તમારું પણ મંગલ થાઓ, એ જ ભાવના ! મને કે કમને ટોણા મારવાનો એક જ હેતુ કે હૃદયરૂપ ભૂમિ ઉપરથી દોષરૂપ કચરો ઊપડે, તો એ હૃદયરૂપ જમીનમાં કંઈક પેસે. તમને તો એમ થવું જોઈએ કે “વારંવાર આ ઘા કરવા પડે, એવું અમારામાં છે શું ?' તમને એની ચિંતા થવી જોઈએ. ઘેર બાવીસે કલાક ચિંતા રહે તો અસર થાય. આ દશા ન આવે, તો અસર થાય શી રીતે ? - હવે તમે જાણો છો કે ખરાબ વ્યાધિમાં ડૉક્ટરો પણ ઇંજેક્ષન મારે છે અને તે પણ એવું કે પાંચ ડિગ્રી તાવ લાવે એવું ! કારણ કે એ વિના છૂટકો નથી, એમ તેને લાગે છે. એમ જ ઉપદેશમાં પણ જરૂર હોય, ત્યાં કઠણ પણ કહેવું પડે. પણ શરત એ કે અનુગ્રહ બુદ્ધિમાં ભેદ ન થવો જોઈએ. દોષિત આત્મા પ્રત્યે પણ દુર્ભાવના ન થવી જોઈએ ! આટલી ગેરંટી અને એ હોય તો પછી સામાના રોષ કે તોષની પરવા ન રખાય. બધેય મર્યાદા ન ચૂકો! શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવાન જેવાની આટલી આજ્ઞાધીનતા, તો પછી એમની અપેક્ષાએ આપણે તો તદ્દન અજ્ઞાની, કશી તાકાત વગરના, બોલવા-ચાલવાના પણ ભાન વગરના, લેવા-મૂકવાની પણ સમજ વગરના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274